Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી બ્રિજ કેસ : પીડિતોના એડવોકેટને કેમ સરકારે પોલીસ રક્ષણ આપ્યું ?

દેશ-વિદેશના મીડિયામાં ચમકેલા મોરબી ઝૂલતા પુલની ભયાવહ દુઘર્ટના (Morbi Bridge Collapse) ને એક વર્ષ થઈ ગયું છે. પુલની દુર્ઘટના માટે જવાબદાર આરોપીઓ પૈકી કેટલાંક જેલના સળિયા પાછળ છે તો કેટલાંક જામીન પર મુક્ત છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી જઈ...
મોરબી બ્રિજ કેસ   પીડિતોના એડવોકેટને કેમ સરકારે પોલીસ રક્ષણ આપ્યું

દેશ-વિદેશના મીડિયામાં ચમકેલા મોરબી ઝૂલતા પુલની ભયાવહ દુઘર્ટના (Morbi Bridge Collapse) ને એક વર્ષ થઈ ગયું છે. પુલની દુર્ઘટના માટે જવાબદાર આરોપીઓ પૈકી કેટલાંક જેલના સળિયા પાછળ છે તો કેટલાંક જામીન પર મુક્ત છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી જઈ આવેલા આ મામલાને લઈને કોઈપણ પ્રકારનો વિવાદ ના થાય તે માટે રાજ્ય સરકાર (Government of Gujarat) પ્રયત્નશીલ છે અને તેથી જ મોરબી બ્રિજ દુર્ઘટના પીડિતો માટે કેસ લડી રહેલાં એડવોકેટને "રાઉન્ડ ધ કલૉક" પોલીસ રક્ષણ (Round The Clock Police Protection) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

શું છે સમગ્ર મામલો : વર્ષ અગાઉ દિવાળીના તહેવારોમાં 30 ઓક્ટોબરની સાંજે બનેલી મોરબી બ્રિજ દુર્ઘટનામાં બાળકો-મહિલાઓ સહિત 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કેસમાં પહેલેથી જ પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે. સાંજે 6.30 કલાકે બનેલી દુર્ઘટના બાદ ભોગ બનનારાઓને બચાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ માત્ર પોણા બે કલાકમાં પોલીસે આરોપીઓના નામ-ઠામ વિનાની FIR નોંધી દીધી. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન (Morbi B Division Police Station) ના PI પ્રકાશ અંબારામભાઈ દેકાવાડીયા (P A Dekavadiya) એ રેસ્કયુ ઓપરેશન (Rescue Operation) ની વચ્ચે ફરિયાદ કરતા અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારબાદ પોલીસે તપાસની સાથે-સાથે ધરપકડનો દોર શરૂ કર્યો. પોલીસે સિક્યુરિટી ગાર્ડસ, ટિકિટ બુકિંગ કલાર્ક અને મેનેજર સહિત 9ની ધરપકડ કરી. ત્રણ મહિના બાદ જાન્યુઆરી-2023ના અંતમાં જયસુખ પટેલ (Jaysukh Patel) અદાલત સમક્ષ હાજર થાય છે. હજાર કરોડના આસામી અને ઓરેવા ગ્રુપ (Oreva Group) ના કર્તાહર્તા જયસુખ પટેલ મહિનાઓથી જેલવાસ ભોગવી રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટ સુધી મામલો જઈ આવ્યો : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ સુપ્રીમ કોર્ટમાં મૃતકોના પરિવારજનો વતી એડવોકેટ ઉત્કર્ષ દવે (Advocate Utkarsh Dave) એ રિટ એપ્લિકેશન (Writ Application) ફાઈલ કરી હતી. સુપ્રીમ કોર્ટનું હિયરિંગ થવાનું હતું તે અગાઉ ગુજરાત હાઈકોર્ટે ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુઓમોટો કરી હતી. જેથી સુપ્રીમ કોર્ટે પીડિત પરિવારોને હાઈકોર્ટમાં જવા આદેશ આપ્યો હતો અને સાથે-સાથે કેસની સુનાવણી નિયમિત રીતે હાથ ધરાય (Perodical Basis), પીડિતોને સારુ વળતર મળે, સ્વતંત્ર તપાસ થયા વિગેરે દિશાનિર્દેશ આપ્યા હતા. જયસુખ પટેલે પીડિતોના પરિવારને 15 કરોડનું વચગાળાનું વળતર પણ ચૂકવી આપ્યું છે.

Advertisement

ભ્રષ્ટાચારના કારણે પુલ તૂટ્યો : મોરબીની મચ્છુ નદી પરનો 141 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટી પડવા પાછળ SIT ની તપાસમાં સંચાલકોની ગુનાહિત બેદરકારી સામે આવી છે. ઝૂલતા પુલની મરામતમાં બે કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો દાવો કરતા ધનપતિ જયસુખ પટેલે એક સામાન્ય લુહાર-વેલ્ડરને કામ સોંપી નજીવી રકમ વાપરી હતી. બ્રિજની ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓને જોખમી પુલ પર મોકલવામાં આવતા ભયાવહ દુર્ઘટના સર્જાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (Special Investigation Team) દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરાયેલાં પ્રાથમિક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, પુલના કુલ 49 લોખંડના કેબલ પૈકી 22 કેબલ પહેલેથી જ કટાયેલા હતા અને પુલ બાકીના 27 કેબલ ઉપર જ ટકેલો હતો. આ હકીકત પુરવાર કરે છે કે પુલ તૂટી પડ્યો તે પહેલાંથી જ તેના 22 કેબલ તૂટેલી હાલતમાં હતા, છતાં કોઇએ તેની પરવા કરી નહોતી, અથવા તો ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરાયા હતા.

કોને મળી શકે છે રક્ષણ ? : જાહેર જીવન સાથે સંકળાયેલા મહાનુભાવો, નેતાઓ, ટોચના ઉદ્યોગપતિઓ તેમજ VIP લોકોની સુરક્ષાની જવાબદારી સરકારની છે. આતંકવાદ વિરોધી કાર્યવાહી કરનારા નિવૃત્ત પોલીસ અધિકારીઓ રક્ષણ મેળવવાના હક્કદાર છે. આ ઉપરાંત કોઈ કેસ સાથે જોડાયેલા ફરિયાદી, સાક્ષી, જજ કે એડવોકેટને જીવનું જોખમ હોય તો તેમને રાજ્ય ગુપ્તચર વિભાગના અભિપ્રાય બાદ પોલીસ રક્ષણ આપવામાં આવે છે.

Advertisement

ઉત્કર્ષ દવેને અપાયું રક્ષણ : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો કેસ મોરબીની સેશન્સ કોર્ટ (Morbi Sessions Court) માં ચાલી રહ્યો છે. જયસુખ પટેલની ધરપકડ બાદ આ કેસ એક હાઈપ્રોફાઈલ બની ગયો છે. 112 મૃતકોના પરિવાર વતી કેસ લડતા વકીલ ઉત્કર્ષ દવેને અવારનવાર કોર્ટ મુદ્દતે મોરબી તેમજ અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ (High Court of Gujarat) માં જવાનું રહે છે. હાઈપ્રોફાઈલ કેસ હોવાથી વકીલની સુરક્ષા પણ એટલી જ મહત્વની બની જાય છે અને આ કારણોસર 24 કલાક માટે એડવોકેટ ઉત્કર્ષ દવેને PSO (Personal Security Officer) આપવાનો નિર્ણય તંત્ર દ્ધારા લેવાયો છે.

આ પણ વાંચો - દિલ્હી-NCR માં ભૂકંપનો ઝટકો અનુભવાયો, લોકો ઘરની બહાર નીકળ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.