Vav Assembly By-Election માં જામશે ત્રિપાંખિયો જંગ
- વાવ વિધાનસભા બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ
- વાવ બેઠક પર આમ આદમી પાર્ટી પણ મેદાનમાં
- વાવની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ લડશે ચૂંટણી
- AAPના પ્રદેશ નેતા ડૉ. રમેશ પટેલે કરી જાહેરાત
- વાવ બેઠક પર AAP એકલા હાથે લડશે ચૂંટણી
Vav Assembly By-Election : બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (Vav Assembly Seat By-Election) જાહેર થઈ ગઈ છે. વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે વાવ બેઠક પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર પણ ઉભો રહેશે. આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરતાં કોંગ્રેસ સાથેનું તેનું ગઠબંધન ગુજરાતમાં તુટી ગયું છે અને હવે આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે.
વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે મતદાન
વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે જ્યારે 23 નવેમ્બર એટલે કે મતદાનના 10 દિવસ પછી પરિણામ જાહેર કરવામાં આવશે 18 ઓક્ટોબરે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. મળતી જાણકારી પ્રમાણે 25 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.
આ પણ વાંચો----Vav Assembly Seatમાં નિર્ણાયક બનશે આટલા મતદારો...
વાવ બેઠક પર AAP એકલા હાથે લડશે ચૂંટણી
બીજી તરફ આ ચૂંટણીને અનુલક્ષીને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે. વાવ બેઠક પર આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઇ છે અને વાવની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝુકાવશે. AAPના પ્રદેશ નેતા ડૉ. રમેશ પટેલે આ જાહેરાત કરી હતી અને આ જાહેરાતના પગલે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન તૂટી ગયું છે. વાવ બેઠક પર AAP એકલા હાથે ચૂંટણી લડશે.
- વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને તૈયારીઓ તેજ
- આવતીકાલે સવારે ભાજપ તરફથી સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
- સવારે 11 કલાકે ભાભરમાં હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા
- ઉપાધ્યક્ષ જનક પટેલ, પ્રવક્તા યમલ વ્યાસ લેશે સેન્સ
- MLA દર્શના વાઘેલા પણ સેન્સ પ્રક્રિયામાં સામેલ થશે
Banaskantha : Vav બેઠકની પેટાચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ | Gujarat First#Banasakantha #vavByElection #BJPStrategy #CongressVsBJP #ElectionBattle #PoliticalShowdown #BanaskanthaElection #WavConstituency #PollingNovember2023 #VoterAwareness #ElectionCampaign #Gfcard… pic.twitter.com/tPSjVhR7t5
— Gujarat First (@GujaratFirst) October 16, 2024
વાવ વિધાનસભામાં 3,10,681 મતદારો
વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાતના પગલે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરે આજે પત્રકાર પરિુષદનું આયોજન કર્યું હતું જેમાં માહિતી અપાઇ હતી કે વાવ વિધાનસભામાં 3,10,681 મતદારો છે જેમાં 1,61,293 પુરુષ અને 1,49,387 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો----Vav assembly by-election: પોતાના જ ગઢમાં જીત માટે શંકાના વાદળ! ગેનીબેને કહ્યું - ‘પ્રયત્ન કરીશું’