પાકિસ્તાની યુવતીનો દાવો..હું Trump ની અસલી પુત્રી છું...
- ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત સામે આવી
- પાકિસ્તાની યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ
- યુવતીનો દાવો કે તે ડોનાલ્ડ ટ્રમ્પની અસલી દીકરી છે
- પાકિસ્તાની યુવતીએ પાકિસ્તાની મીડિયા સામે આ વાત કહી
Donald Trump Daughter : બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જીતથી ખૂબ જ ઉત્સાહિત છે ટ્રમ્પની જીતની દુનિયાભરમાં ચર્ચા છે. તેને લગતા ફોટા, વીડિયો, ભાષણ વગેરે વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાન તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત સામે આવી રહી છે. આ સમાચાર ડોનાલ્ડ ટ્રમ્પના અંગત જીવન સાથે જોડાયેલા છે. જેમાં એક યુવતીએ દાવો કર્યો છે કે તે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી (Donald Trump Daughter) છે.
હું ડોનાલ્ડ ટ્રમ્પની સાચી પુત્રી છું!
પાકિસ્તાની યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દાવો કરી રહી છે કે તે ડોનાલ્ડ ટ્રમ્પની અસલી દીકરી છે. તે આગળ કહે છે કે, 'ટ્રમ્પ મારા પિતા છે, કોઈને આ પર શંકા ન કરવી જોઈએ.'
આ પણ વાંચો----Trump ના ખાસ ગણાતા કાશ પટેલ બની શકે CIA ચીફ
અંગ્રેજો મને જોઈને નવાઈ પામ્યા
વીડિયોમાં આ છોકરી કહે છે કે જ્યારે અંગ્રેજ લોકો અહીં આવે છે અને મને જુએ છે ત્યારે તેમને આશ્ચર્ય થાય છે કે આ છોકરી અહીં શું કરી રહી છે. હું મુસ્લિમ અને શાંતિ પ્રેમી છું. ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા મારી માતાને કહેતા હતા કે તમે ખૂબ જ બેદરકાર છો અને તમે મારી દીકરીનું ધ્યાન રાખી શકતા નથી. આ વીડિયોમાં યુવતી ટ્રમ્પને તેના પિતા કહીને સંબોધે છે.
Does @realDonaldTrump know he has children in Pakistan who speak Urdu & English in Punjabi? pic.twitter.com/anhRKbiLGo
— Pakistan Untold (@pakistan_untold) November 6, 2024
પાકિસ્તાની યુવતીએ પાકિસ્તાની મીડિયા સામે આ વાત કહી
તમને જણાવી દઈએ કે આ પાકિસ્તાની યુવતીએ પાકિસ્તાની મીડિયા સામે આ વાત કહી છે. જો કે આ વિડીયો ક્યારનો છે અને યુવતી શા માટે આવી વાત કરી રહી છે અને તેમાં સત્ય શું છે તેની ચોક્કસ માહિતી હજુ સુધી મળી શકી નથી. પરંતુ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અમેરિકાને મહાન બનાવશે
બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં પોતાના સમર્થકો અને રિપબ્લિકન પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે તેમની જીત અમેરિકાને ફરીથી મહાન બનાવવામાં મદદ કરશે.
આ પણ વાંચો---Trump: 3 લગ્ન, 5 બાળકો, રિઅલ એસ્ટેટ કિંગ..વાંચો, ટ્રમ્પની અજાણી વાતો