Jamnagar : જી.જી.હોસ્પિટલમાં જોવા મળ્યું ઘૃણાસ્પદ દ્રષ્ય...!
Jamnagar : જામનગર (Jamnagar) ની જી.જી. હોસ્પિટલમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. ફરી એકવાર સરકારી જી.જી. હોસ્પિટલ વિવાદમાં આવી છે. સરકારી તંત્ર આટલી હદ સુધી નિંભર હોઇ શકે તેવા સવાલો ઉભા થવા માંડ્યા છે. આ હોસ્પિટલમાં શ્વાન માંસ ખાતો હોવાનો વીડિયો વાયરલ થતાં અરેરાટી થઇ ગઇ છે.
જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક શ્વાન હોસ્પિટલમાં માંસ ખાઇ રહ્યો છે
જામનગરની જી.જી. હોસ્પિટલ અવાર નવાર વિવાદોમાં આવતી રહી છે પણ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે જોતાં આ સરકારી હોસ્પિટલ પ્રત્યે આપને ઘૃણા થઇ શકે છે. આટલી હદ સુધી નિષ્કાળજી રખાતી હશે તેવો સવાલ તમને આ વીડિયો જોઇને થઇ શકે છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક શ્વાન હોસ્પિટલમાં માંસ ખાઇ રહ્યો છે.
Jamnagarની જી.જી.હોસ્પિટલમાં ઘોર બેદરકારી | Gujarat First @irushikeshpatel @MoHFW_GUJARAT @GujaratFirst @CollectorJamngr #Jamnagar #GGHospital #GujaratFirst #Dog #Oprationtheater #Hospital pic.twitter.com/fbciwUlObJ
— Gujarat First (@GujaratFirst) May 23, 2024
આ હોસ્પિટલમાં શ્વાન, બળદના આંટાફેરા હવે નવી વાત નથી
ચર્ચાતી માહિતી મુજબ આ શ્વાન હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં માંસ ખાઇ રહ્યું છે અને સર્જિકલ વોર્ડમાં આંટા મારી રહ્યું છે. આમ તો આ હોસ્પિટલમાં શ્વાન, બળદના આંટાફેરા હવે નવી વાત નથી અને વારંવાર આવી ઘટનાઓ ઘટે છે છતાં હોસ્પિટલ તંત્ર ઘોર નિંદ્રામાં છે અને તેને અટકાવવાના પ્રયાસો પણ કરાતા નથી. એક શ્વાન ઓપરેશન થિયેટરમાં ઘુસી જાય અને માંસ ખાઇ શકે તે કેટલી હદે યોગ્ય છે અને કર્મચારીઓ આટલા બેદરકાર હશે તેવા સવાલ ઉભા થઇ રહ્યા છે.
બાયો મેડિકલ વેસ્ટનો કોઈ ભાગ હોવાનો હોસ્પિટલે દાવો કર્યો
વાયરલ વીડિયો અંગે હોસ્પિટલ અધિક્ષકનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે કૂતરાની હાજરી વોર્ડમાં હતી પરંતુ મોઢામાંના ભાગે જે દેખાય છે તે માંસ ન હતું. બાયો મેડિકલ વેસ્ટનો કોઈ ભાગ હોવાનો હોસ્પિટલે દાવો કર્યો છે. જોકે વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કુતરાના મોઢામાં લોહી વાળો કોઈ ભાગ છે. હોસ્પિટલ અધિક્ષકે આવો બનાવ ન બને તે માટે પણ ચોક્કસ કાળજી લેવામાં આવશે એમ જણાવ્યું છે
આ પણ વાંચો---- MAHESANA : ધૂણતા ધૂણતા અચાનક જ ઢળી પડ્યા ભુવાજી, હાર્ટ એટેકથી થયું મોત
આ પણ વાંચો---- Campaign : AC ચેમ્બરમાં બેઠેલા કૃષિ વિભાગના અધિકારી દોડતા થયા..!
આ પણ વાંચો---- તબિયત ખરાબ હોવા છતાં Shah Rukh Khan એ શું કર્યું..?
આ પણ વાંચો---- Fake Office Scandal: ગુજરાતમાં નકલી કચેરી કાંડ યથાવત! મોડાસામાં ચાલતી હતી નકલી સિંચાઈ વિભાગની ઓફિસ