ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Chhattisgarh : ગનપાવડર ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 10ના મોત

Chhattisgarh : છત્તીસગઢ (Chhattisgarh) ના બેમેટારા જિલ્લામાં એક ગનપાવડર ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 10 થી 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગનપાઉડર ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને...
11:12 AM May 25, 2024 IST | Vipul Pandya
featuredImage featuredImage
blast

Chhattisgarh : છત્તીસગઢ (Chhattisgarh) ના બેમેટારા જિલ્લામાં એક ગનપાવડર ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 10 થી 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગનપાઉડર ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને કાટમાળમાં દટાયેલા હોઈ શકે છે. ગનપાઉડર ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના જિલ્લાના બેરલા બ્લોકના બોરસીની છે.

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા

મળતી માહિતી મુજબ જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘટનામાં ઘાયલ થયેલા ઘણા લોકોને રાયપુરની મેકહારા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ સિવાય ઘણા લોકોને નજીકની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.

જિલ્લા પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી, બચાવ કાર્ય ચાલુ

ગનપાઉડર ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં વિસ્તારમાં ભયનો માહોલ છે. જિલ્લા પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ બ્લાસ્ટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સેંકડો ફૂટ ઉપર વીજળીના વાયરો તેનાથી પ્રભાવિત થયા હતા.

આ પણ વાંચો----- West Bengal : ચૂંટણી વચ્ચે TMC અને BJP કાર્યકરો વચ્ચેની અથડામણમાં 1નું મોત

આ પણ વાંચો---- Heatwave: સાત રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવનું એલર્ટ, રાજસ્થાન દેશનું સૌથી ગરમ રાજ્ય

આ પણ વાંચો---- કેરળમાં Pre-Monsoon ને મચાવી તબાહી, 11 નાગરિકોના ચોમાસું બેસતા પહેલા ગયા જીવ

આ પણ વાંચો---- દિલ્હીના અલીપુરમાં આગ વકરી, આકાશમાં ઉપર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો

આ પણ વાંચો---- Kanpur માં પાણીપૂરી ખાવાના મુદ્દે છૂટી ધનાધન ગોળીઓ…

Tags :
Bemetara district of ChhattisgarhChhattisgarhDeathfire brigadeGujarat Firstgunpowder factoryhuge explosionNationalRescueTragedy