Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar : વીજ કરંટ લાગતા 9 કાવડીયાના મોત, લોકોમાં ભારે રોષ

બિહારના હાજીપુરમાં ભયાનક અકસ્માત કાવડીયાઓનું ડીજે વાહન 11 હજાર વોલ્ટના હાઇટેન્શન વાયર સાથે અથડાયું વીજ કરંટ લાગવાથી 9 કાવડીયાઓના મોત વિજ વિભાગની બેદરકારી અંગે લોકોનો હોબાળો Bihar : બિહાર (Bihar) ના હાજીપુરમાં ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો,...
bihar   વીજ કરંટ લાગતા 9 કાવડીયાના મોત  લોકોમાં ભારે રોષ
  • બિહારના હાજીપુરમાં ભયાનક અકસ્માત
  • કાવડીયાઓનું ડીજે વાહન 11 હજાર વોલ્ટના હાઇટેન્શન વાયર સાથે અથડાયું
  • વીજ કરંટ લાગવાથી 9 કાવડીયાઓના મોત
  • વિજ વિભાગની બેદરકારી અંગે લોકોનો હોબાળો

Bihar : બિહાર (Bihar) ના હાજીપુરમાં ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં 9 કાવડીયાના કરંટ લાગવાથી મોત થયા હતા અને 6 કાવડીયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાજીપુરના સુલતાનપુર ગામમાં આ અકસ્માત થયો હતો. ઇન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાબા ચુહરમલ વિસ્તારમાં જંધા રોડ પર કાવડીયાનું ડીજે વાહન ઉપરથી પસાર થતા હાઇ ટેન્શન વાયર સાથે અથડાયું હતું.જેના કારણે કરંટ લાગ્યો હતો

Advertisement

કાવડીયાઓને વીજ કરંટ લાગતા મોત

જેના કારણે વાહનમાં વીજ કરંટ લાગતા કાવડીયાઓને કરંટ લાગતા મોત નીપજ્યું હતું. કાવડીયાનઓને વીજ કરંટ લાગતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ કાવડીયાઓ બાબા હરિહરનાથ મંદિરમાં ભગવાન ભોલેનાથનો જલાભિષેક કરવા જઈ રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ સ્ટેશનની ટીમ અને એસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એસડીએમ-એસડીપીઓ પણ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા.

આ પણ વાંચો----Visakhapatnam : કોરબા એક્સપ્રેસ બની અકસ્માતનો શિકાર, 4 બોગીમાં લાગી ભીષણ આગ...

Advertisement

લોકોએ વિરોધ કરીને હોબાળો મચાવ્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતના સમાચાર ફેલાતા જ વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા. તેમણે બચાવ કામગીરી હાથ ધરી ઘાયલ કાવડીયાઓને હોસ્પિટલ લઈ ગયા. તેમજ અકસ્માત સ્થળે ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે વિજ વિભાગની બેદરકારીના કારણે આ અકસ્માત થયો છે. કાવડીયાઓની ગાડી અકસ્માતનો ભોગ બની હતી અને હાઇ ટેન્શન વાયરની પકડમાં આવી હતી.

Advertisement

લોખંડનું વાહન 11 હજાર વોલ્ટના વાયર સાથે સંપર્કમાં આવવાને કારણે આ દુર્ઘટના બની

લોકોએ આરોપ લગાવ્યો કે વિજ વિભાગે અકસ્માત અંગે જાણ કરવા છતાં પણ વીજ જોડાણ કાપ્યુ ન હતું. વીજકર્મીઓએ કહ્યું કે તેઓએ પહેલા પોલીસને અકસ્માતની જાણ કરવી જોઈએ. પોલીસ કહે, તો વીજળી કાપી નાખીશું. આ વલણ જોઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સદર એસડીપીઓ ઓમપ્રકાશે જણાવ્યું કે લોખંડનું વાહન 11 હજાર વોલ્ટના વાયર સાથે સંપર્કમાં આવવાને કારણે આ દુર્ઘટના બની હતી.

આ પણ વાંચો----MP : Sagar માં દિવાલ ધરાશાયી થતાં 9 બાળકોના મોત, CM મોહન યાદવ આપશે 4 લાખ રૂપિયાનું વળતર

Tags :
Advertisement

.