Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bijnor પાસે ભયાનક અકસ્માત, વરરાજા-નવવધૂ સહિત 7ના મોત

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત વરરાજા અને નવવધૂ સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત મૃતકોમાં 4 પુરૂષ, 2 મહિલા અને એક છોકરીનો સમાવેશ મૃત્યુ પામેલા લોકોમાં 6 લોકો એક પરિવારના Bijnor : ઉત્તર પ્રદેશના બિજનૌર...
bijnor પાસે ભયાનક અકસ્માત  વરરાજા નવવધૂ સહિત 7ના મોત
Advertisement
  • ઉત્તર પ્રદેશના બિજનૌરમાં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત
  • વરરાજા અને નવવધૂ સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત
  • મૃતકોમાં 4 પુરૂષ, 2 મહિલા અને એક છોકરીનો સમાવેશ
  • મૃત્યુ પામેલા લોકોમાં 6 લોકો એક પરિવારના

Bijnor : ઉત્તર પ્રદેશના બિજનૌર (Bijnor)માં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં વરરાજા અને નવવધૂ સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એક કારે થ્રી વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી અને તે રોડની બાજુના ખાડામાં પડી હતી. લગ્નની જાન ઝારખંડથી પરત ફરી રહી હતી, પરંતુ બિજનૌર પાસે અકસ્માત થયો. લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી.

Advertisement

મૃતકોમાં 4 પુરૂષ, 2 મહિલા અને એક છોકરીનો સમાવેશ

આ અકસ્માતમાં બે લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. મૃતકો ધામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તિબરી ગામના રહેવાસી હતા. મૃતકોમાં 4 પુરૂષ, 2 મહિલા અને એક છોકરીનો સમાવેશ થાય છે. આ અકસ્માત ધામપુર પોલીસ સ્ટેશન હેઠળના દેહરાદૂન-નૈનીતાલ નેશનલ હાઈવે-74ના ફાયર સ્ટેશન પાસે થયો હતો.

Advertisement

આ પણ વાંચો----Jhansi : હોસ્પિટલના NICU માં ભીષણ આગ, 10 બાળકોના કરુણ મોત

Advertisement

મૃત્યુ પામેલા લોકોમાં 6 લોકો એક પરિવારના

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થ્રી વ્હીલરને પાછળથી એક ઝડપી ક્રેટા કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં થ્રી વ્હીલરના ચાલકનું પણ મોત થયું હતું. થ્રી વ્હીલરમાં સવાર લોકો ઝારખંડમાં લગ્ન કરીને દુલ્હન સાથે તેમના ગામ તિબરી પરત આવી રહ્યા હતા. મૃતકોમાં 65 વર્ષીય ખુર્શીદ, તેમનો પુત્ર 25 વર્ષીય વિશાલ, 22 વર્ષીય પુત્રવધૂ ખુશી, 45 વર્ષીય મુમતાઝ, 32 વર્ષીય રૂબી અને 10 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે. વિશાલના લગ્ન હતા અને ખુશી તેની વહુ હતી.

થ્રી વ્હીલરને પાછળથી ક્રેટા કારે ટક્કર મારી

પરિવારના છ સભ્યો થ્રી વ્હીલરમાં મુરાદાબાદથી તેમના ગામ તિબરી પાછા જઈ રહ્યા હતા, પરંતુ જ્યારે તેઓ ધામપુર નગીના રોડ પર ફાયર સ્ટેશન નજીક પહોંચ્યા ત્યારે તેમને પાછળથી ક્રેટા કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં ઘાયલ છ લોકોના સારવાર માટે હોસ્પિટલમાં જતી વખતે મોત થયા હતા. થ્રી વ્હીલર ચાલક અજાબને બિજનૌર લાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેનું મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા શેરકોટના રહેવાસી સોહેલ અલ્વી અને ક્રેટા સવાર અમનની હાલત ખતરાની બહાર છે.

આ પણ વાંચો---Jhansi Fire : હોસ્પિટલ પરિસરમાં જોવા મળ્યા હ્રદયદ્રાવક દ્રષ્યો, આક્રંદ અને ચીસો..

Tags :
Advertisement

Related News

featured-img
Top News

PM Modi ના 3 વર્ષના વિદેશના પ્રવાસમાં થયો અધધધધ કરોડનો ખર્ચ

featured-img
ગુજરાત

Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

featured-img
રાજકોટ

Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

featured-img
રાષ્ટ્રીય

Tirupati Temple: હિન્દુઓ સિવાય કોઇ નહી કરે કામ,ચંદ્રબાબુ નાયડુનું નિવેદન

featured-img
રાજકોટ

Gondal Bandh : પટેલ સમાજનાં સગીરને માર મારવાનો મામલો, જયેશ રાદડિયાનું મોટું નિવેદન

featured-img

KKR vs RCB : 18મી સિઝનમાં બે નવા કપ્તાનની ટક્કર, જાણો કોનું પલડુ ભારે?

×

Live Tv

Trending News

.

×