Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીઓની કરાઇ ધરપકડ, ISIS માટે કામ કરવાનો આરોપ

ઉત્તર પ્રદેશ ATS ની ટીમ દ્વારા  યુપીના જુદા જુદા ભાગોમાંથી 6 શંકાસ્પદ ISIS એજન્ટોની ધરપકડ કરાઇ છે. આ છ માંથી ચારની ઓળખ નાવેદ સિદ્દીકી, રાકીબ ઇનામ, મોહમ્મદ નાઝીમ અને મોહમ્મદ નોમાન તરીકે કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ અલીગઢ...
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીઓની કરાઇ ધરપકડ  isis માટે કામ કરવાનો આરોપ

ઉત્તર પ્રદેશ ATS ની ટીમ દ્વારા  યુપીના જુદા જુદા ભાગોમાંથી 6 શંકાસ્પદ ISIS એજન્ટોની ધરપકડ કરાઇ છે. આ છ માંથી ચારની ઓળખ નાવેદ સિદ્દીકી, રાકીબ ઇનામ, મોહમ્મદ નાઝીમ અને મોહમ્મદ નોમાન તરીકે કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ અલીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન STUDENTS OF ALIGARH MUSLIM UNIVERSITY (SAMU) સાથે સંકળાયેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ SAMU મીટિંગ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા.

Advertisement

મોટા આતંકી હુમલાની હતી તૈયારી 

Advertisement

ઉત્તર પ્રદેશ ATS અનુસાર, આરોપીઓ દેશમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. UP ATS દ્વારા છ લોકોની ધરપકડથી અલીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના આતંકી નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઉત્તર પ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડીએ દાવો કર્યો હતો કે SAMU ની બેઠકો ISIS ની નવી ભરતી સેલ બની ગઈ છે.

ચૂંટાયેલી સરકારને ઉથલાવી અને 'શરિયા' સ્થાપિત કરવા માટે કરી રહયા હતા કામ - UP ATS

Advertisement

ATS એ વધુમાં કહ્યું  હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પ્રતિબંધિત ISIS સાહિત્ય, મોબાઈલ ફોન અને પેન ડ્રાઈવ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ કથિત રીતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા હતા અને "હિંસક આતંકવાદી જેહાદ" દ્વારા ચૂંટાયેલી સરકારને ઉથલાવી અને 'શરિયા' સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા હતા. વધુમાં તમને એ પણ જણાવાયું છે કે આરોપીઓ સમાન વિચારધારા ધરાવતા લોકોમાં હેતુસર ISIS સંબંધિત સાહિત્યનું વિતરણ કરતા હતા અને તેમને આતંકવાદી જૂથ સાથે જોડતા હતા.

તેઓ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા લોકોને માનસિક અને શારીરિક રીતે "આતંકી જેહાદ" માટે તૈયાર કરી રહ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ ચાર આરોપીઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની બેઠકો દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

તપાસ એજન્સીઓના રડાર પર AMU

સૂત્રોના જણાવ્યા અનુસાર અલીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ કેન્દ્રીય એજન્સીઓના રડાર પર છે. પુણે ઇસ્લામિક સ્ટેટ (ISIS) મોડ્યુલ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ધરપકડ કરાયેલ શાહનવાઝ અને રિઝવાનની પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી હતી કે AMU ના ઘણા વિદ્યાર્થીઓ રાષ્ટ્ર વિરોધી એજન્ડા ફેલાવવામાં રોકાયેલા છે.

તેઓ સોશિયલ મીડિયા દ્વારા ISIS ના સમગ્ર ભારતમાં નેટવર્ક સાથે જોડાયેલા છે, રિઝવાન અને શાહનવાઝની પૂછપરછ બાદ UP ATS એ અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો -- Deepotsav 2023 : પ્રભુ રામની નગરીનો અદભૂત નજારો, અયોધ્યામાં બન્યો નવો વર્લ્ડ રેકોર્ડ

Tags :
Advertisement

.