Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kheda : ઝાડી ઝાંખરામાં આગ લાગતાં 5 મગર દાઝ્યાં, 1નું મોત

Kheda : ખેડા (Kheda ) જિલ્લાના પરીએજ તળાવમાં ઝાડી ઝાંખરા પાસે લાગેલી આગમાં 5 મગર દાઝી ગયા હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા મગરનું મોત થયું છે જ્યારે અન્ય 4 મગર દાઝી ગયા હતા. ગંભીર રીતે...
08:59 AM Jun 19, 2024 IST | Vipul Pandya
Crocodile

Kheda : ખેડા (Kheda ) જિલ્લાના પરીએજ તળાવમાં ઝાડી ઝાંખરા પાસે લાગેલી આગમાં 5 મગર દાઝી ગયા હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા મગરનું મોત થયું છે જ્યારે અન્ય 4 મગર દાઝી ગયા હતા.

ગંભીર રીતે દાઝેલા 1 મગરનું મોત

ખેડા જિલ્લા વન વિભાગની ઘોર બેદરકારી પરીએજ તળાવ ખાતે જોવા મળી છે. પરીએજ તળાવના ઝાડી ઝાંખરામાં કોઇ કારણોસર આગ લાગતાં ઝાડી ઝાંખરામાં રહેલા 5 મગર દાઝી ગયા હતા. જેમાં ગંભીર રીતે દાઝેલા 1 મગરનું મોત થયું છે. જ્યારે 4 મગર દાઝી ગયા હતા

દાઝી ગયેલા 4 મગરને સારવાર આપી

ઘટનાની જાણ થતાં વિદ્યાનગરની નેચર ક્લબ સંસ્થાના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા અને દાઝી ગયેલા 4 મગરને સારવાર આપી તેમનું રેસ્ક્યું કરાયું હતું અને ત્યારબાદ તેમને ફરી તળાવમાં છોડવામાં આવ્યા હતા. 1 મગર વધુ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેની હજું પણ સારવાર ચાલી રહી છે.

આગ કેવી રીતે લાગી તે રહસ્ય અકબંધ

જો કે આ ઝાડી ઝાંખરામાં આગ કેવી રીતે લાગી તે રહસ્ય અકબંધ છે. આગ આકસ્મીક રીતે લાગી હતી કે પછી લગાડવામાં આવી હતી તે પણ રહસ્ય છે. આટલી ગંભીર ઘટના અંગે વન વિભાગ દ્વારા જિલ્લા કલેકટરને જાણ સુદ્ધા પણ કરાઇ ન હતી.

પરીએજ તળાવમાં મોટી સંખ્યામાં મગર વસે છે

ઉલ્લેખનિય છે કે પરીએજ તળાવમાં મોટી સંખ્યામાં મગર વસે છે અને હાલ કરોડોના ખર્ચે તળાવનું રીનોવેશન કાર્ય ચાલી રહ્યું છે ત્યારે આ બનાવ બન્યો છે. ઘટના અંગે ઉંડી તપાસ થવી જરુરી છે.

આ પણ વાંચો----- ફાટક ખુલ્લુ રાખી રેલવે કર્મચારી ઉંઘી ગયો અને….

આ પણ વાંચો---- Jamnagar : 14 વર્ષનાં કિશોરને પોલીસ સ્ટેશન બોલાવી માતાની સામે ઢોર માર માર્યાનો PI પર આક્ષેપ

Tags :
breaking newsCrocodilescrocodiles burntfireForestforest departmentGujaratGujarat FirstKhedaPariage lakepolice
Next Article