ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vav Assembly Seatમાં નિર્ણાયક બનશે આટલા મતદારો...

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર વાવ વિધાનસભામાં 3,10,681 મતદારો નોડલ અધિકારી સુઈગામ મામલતદાર રહેશે 13 નવેમ્બરે મતદાન Vav Assembly Seat By-Election : બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (Vav Assembly Seat By-Election) જાહેર થઈ ગઈ છે. વાવ વિધાનસભા બેઠક...
12:31 PM Oct 16, 2024 IST | Vipul Pandya
Vav assembly seat by-election

Vav Assembly Seat By-Election : બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (Vav Assembly Seat By-Election) જાહેર થઈ ગઈ છે. વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે જ્યારે 23 નવેમ્બર એટલે કે મતદાનના 10 દિવસ પછી પરિણામ જાહેર કરવામાં આવશે 18 ઓક્ટોબરે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. મળતી જાણકારી પ્રમાણે 25 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.

વાવ વિધાનસભામાં 3,10,681 મતદારો

વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાતના પગલે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરે આજે પત્રકાર પરિુષદનું આયોજન કર્યું હતું જેમાં માહિતી અપાઇ હતી કે વાવ વિધાનસભામાં 3,10,681 મતદારો છે જેમાં 1,61,293 પુરુષ અને 1,49,387 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો----Banaskantha: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર, ગેનીબેન ઠાકોરના ગઢમાં આ તારીખે થશે મતદાન

275 સ્પેશિયલ કોલિંગ સ્ટેશન ઉભા કરાશે

વાવ વિધાનસભા બેઠકમાં 321 મતદાન મથક પર પ્રીસાઈડીંગ પોલિંગ મહિલા મતદાન અધિકારી સહિત 1412 અધિકારી ફરજ બજાવશે. ઉપરાંત 275 સ્પેશિયલ કોલિંગ સ્ટેશન ઉભા કરાશે. સભા, સરઘસ અને રેલી તથા લાઉડ સ્પીકર અને હેલિકોપ્ટર માટે મંજૂરી મેળવવાની રહેશે.

નોડલ અધિકારી સુઈગામ મામલતદાર રહેશે

વાવ વિધાનસભા મત વિભાગના નોડલ અધિકારી સુઈગામ મામલતદાર રહેશે. મતદાન પ્રક્રિયા માટે 21 ટીમો ની રચના કરાઈ છે. આ ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 40 લાખની મર્યાદા પંચ દ્વારા નક્કી કરાઈ છે.

13 નવેમ્બરે મતદાન

ચૂંટણી માટે 18 ઓક્ટોબરે જાહેરનામું પડશે. 25 ઓક્ટોબર ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને 28 ઓક્ટોબર ફોર્મ ચકાસણીની તારીખ છે જ્યારે 30 ઓક્ટોબર ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ 13 નવેમ્બરે મતદાન યોજાશે અને 23 નવેમ્બર મત ગણતરી યોજાશે. 25 નવેમ્બર સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો----Vav assembly by-election: પોતાના જ ગઢમાં જીત માટે શંકાના વાદળ! ગેનીબેને કહ્યું - ‘પ્રયત્ન કરીશું’

Tags :
Banaskanthaby-election notificationDistrict Election Officerelection processGujaratGujarat Firstpolling stationVav AssemblyVav assembly seat by-electionvotersVoting
Next Article