Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tamil Nadu : લઠ્ઠાકાંડમાં 25ના મોત..મૃત્યું આંક વધવાની આશંકા

Tamil Nadu : તમિલનાડુ (Tamil Nadu) ના કલ્લાકુરિચી જિલ્લામાં લઠ્ઠાકાંડ થયોછે. જેમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 25 લોકોના મોત થયા છે અને 60 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે આ વાતની પુષ્ટિ...
tamil nadu   લઠ્ઠાકાંડમાં 25ના મોત  મૃત્યું આંક વધવાની આશંકા

Tamil Nadu : તમિલનાડુ (Tamil Nadu) ના કલ્લાકુરિચી જિલ્લામાં લઠ્ઠાકાંડ થયોછે. જેમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 25 લોકોના મોત થયા છે અને 60 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે આ વાતની પુષ્ટિ કરી છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધી શકે છે. કલ્લાકુરિચીના જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંત જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા.

Advertisement

ગેરકાયદે દારૂ વેચનારની ધરપકડ

આ કેસમાં ગેરકાયદે દારૂ વેચનાર કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા આશરે 200 લિટર ગેરકાયદેસર દારૂના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ 'મિથેન' છે.

અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી

મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, કલ્લાકુરિચીમાં ભેળસેળયુક્ત દારૂ પીનારા લોકોના મૃત્યુના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે. આ કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જો જનતા આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો વિશે માહિતી આપશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સમાજને બરબાદ કરતા આવા ગુનાઓને કડકાઈથી ડામવામાં આવશે.

Advertisement

ગવર્નર આરએન રવિએ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

તમિલનાડુના ગવર્નર આરએન રવિએ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. તમિલનાડુ રાજ ભવને રાજ્યપાલ વતી એક પોસ્ટ શેર કરી અને કહ્યું, 'મને એ જાણીને ખૂબ દુખ થયું છે કે કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ઘણા લોકોની હાલત ગંભીર છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હ્રદયપૂર્વકની સંવેદના અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું.

રાજ્યપાલે રાજ્યના જુદા જુદા ભાગોમાંથી નકલી દારૂના સેવનથી મૃત્યુના સતત અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી

પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, અવાર નવાર રાજ્યના વિવિધ ભાગોમાંથી નકલી દારૂના સેવનથી મૃત્યુના અહેવાલો સામે આવે છે. તેઓ ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વપરાશને રોકવામાં સતત ખામીઓને પ્રતિબિંબિત કરે છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.

Advertisement

આ પણ વાંચો----- Jammu and Kashmir : કુપવાડાની જેલમાં મોટી દુર્ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 9 કેદીઓ ગંભીર રીતે દાઝ્યા…

Tags :
Advertisement

.