Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot TRP Gamezone : નકલી મિનિટસ બુકમાં સહી કરનારા 21 કર્મચારીઓની થશે પૂછપરછ

Rajkot TRP Gamezone fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Gamezone fire) માં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાની TPO શાખાના 21કર્મચારીઓની સમગ્ર મામલે કડક પૂછપરછ કરવામાં આવશે. સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠીયાએ...
11:22 AM Jun 19, 2024 IST | Vipul Pandya
Rajkot TRP Gamezone

Rajkot TRP Gamezone fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Gamezone fire) માં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાની TPO શાખાના 21કર્મચારીઓની સમગ્ર મામલે કડક પૂછપરછ કરવામાં આવશે. સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠીયાએ 27મી મે ના રોજ નકલી મિનિટ બુક બનાવી હતી જે સંદર્ભે આ તમામ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવશે.

પોલીસ એક્શન મોડમાં

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં રાજ્ય સરકારના નિર્દેશ અને હાઈકોર્ટના હુકમ બાદ તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. અત્યારે પણ રાજકોટ અગ્નિકાંડમાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. પોલીસ એક બાદ એક પુરાવા એકત્ર કરી રહી છે. ATPO રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે.નોંધનીય છે કે, મનપા રજીસ્ટરોનો નાશ કર્યો તે સ્થળે પોલીસ તપાસ માટે લઇ જઇ તપાસ કરી રહીં છે. મળતી જાણકારી પ્રમાણે પુરાવાનો નાશ કર્યો ત્યાંથી કેટલાક પુરાવા પણ એકત્ર કર્યા છે. પોલીસ આ તમામ પુરાવાને FSLમાં મોકલી તપાસ કરાશે.

નકલી મિનિટ બુકમાં 21કર્મીઓની સહી

બીજી તરફ બહાર આવ્યું છે કે મનપાની TPO શાખાના 21 કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવશે કારણ કે સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠીયાએ 27મી મે ના રોજ જે નકલી મિનિટસ બુક બનાવી હતી તે નકલી મિનિટ બુકમાં 21કર્મીઓની સહી છે. મામલાની તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે મનસુખ સાગઠીયાનો જેલ માંથી કબજો મેળવી અને રિમાન્ડ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો---- Rajkot: અગ્નિકાંડમાં પોલીસ એક્શન મોડમાં, પુરાવા એકત્ર કરવા તપાસના ચક્રો તેજ

આ પણ વાંચો---- Rajkot TRP: સરકાર દ્વારા ત્રણ ઉચ્ચતર અધિકારીઓની બનાવાઇ સમિતિ

Tags :
Employeesfake minutes bookGujaratGujarat FirstinquiryRAJKOTRajkot Crime BranchRajkot fireRajkot Municipal CorporationRajkot TRP Gamezone firesignatureSITtown planning departmentTPO Branch
Next Article