Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pakistan : કરાંચીમાં 150 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું

પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ વિરૂદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે કરાંચીમાં 150 વર્ષ જુના મંદિરને રાતના અંધારામાં તોડી પડાયુ છે. મોટી વાત એ હતી કે આ દરમિયાન પોલીસે મંદિર તોડનારાને સુરક્ષા આપી. જ્યારે સવારે મંદિરના પુજારી પહોચ્યા તો તેમણે...
pakistan   કરાંચીમાં 150 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું

પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ વિરૂદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે કરાંચીમાં 150 વર્ષ જુના મંદિરને રાતના અંધારામાં તોડી પડાયુ છે. મોટી વાત એ હતી કે આ દરમિયાન પોલીસે મંદિર તોડનારાને સુરક્ષા આપી. જ્યારે સવારે મંદિરના પુજારી પહોચ્યા તો તેમણે 150 વર્ષ જુનુ મંદિર ધ્વસ્ત જોયું. મરી માતા મંદિર કરાંચીના સોલ્જર બજાર વિસ્તારમાં આવેલુ હતું.

Advertisement

પોલીસ સુરક્ષા સાથે તોડાયું મંદિર

મંદિર તોડી પડાતા આ વિસ્તારમાં રહેતા હિંદુ સમુદાયના લોકોમાં ભયનો માહોલ છે. શુક્રવારે મોડી રાત્રે ભારે પોલીસ દળ સાથે બુલ્ડોઝરની મદદથી મંદિર તોડી પડાયું. આ વિસ્તારમાં હિંદુ મંદિરની સારસંભાળ કરનારા રામનાથ મિશ્રા મહારાજે જણાવ્યું કે, અધિકારીઓએ મોડી રાત્રે મંદિરને તોડી પાડ્યું અને અમને તેની કોઈ જાણકારી નહોતી કે આવું થવાનું છે.

150 વર્ષ જુનું મંદિર

રામનાથ મિશ્રા મહારાજે જણાવ્યું કે, અધિકારીઓએ મંદિરની બહારની દિવાલ અને મુખ્ય દરવાજાને એમ જ રાખ્યો છે પણ તેમણે અંદરનું બાંધકામ ધ્વંસ્ત કરી દીધું છે. મંદિર લગભગ 150 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને કહેવામાં આવી રહ્યું હતું કે મંદિરના પ્રાંગણમાં ખજાનો દાટેલો હતો. મંદિર 400 થી 500 સ્ક્વેર યાર્ડ વિસ્તારમાં બનેલું હતું અને વર્ષોથી મંદિરની જગ્યા હડપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

Advertisement

શું કહ્યું સ્થાનિક તંત્રએ?

સ્થાનિક પોલીસ મથકના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, મંદિરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું કારણ કે તેને અધિકારીઓ દ્વારા ભયજનક બાંધકામ જાહેર કર્યું હતું. મંદિર કરાંચીમાં મદ્રાસી હિંદુ સમુદાય દ્વારા સંચાલિત હતુ અને તે લોકો એ વાતથી સહમત હતા કે બાંધકામ જુનુ અને ભયજનક હતું. મંદિરના વહિવટકર્તાઓએ ભારે મન સાથે દેવી-દેવતાઓની મૂર્તિઓ નાના રૂમમાં સ્થળાંતરિત કરી.

મંદિર પાડીને કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાની તૈયારી

આ વચ્ચે મદ્રાસી હિંદૂ સમુદાયના એક સભ્યએ દાવો કર્યો કે તેમને બે લોકોએ જબરદસ્તીથી મંદિર છોડવા પર મજબૂર કર્યાં. આ બંનેનું નામ મરાન હાશમી અને રેખા ઉર્ફે નાગિન બાઈ છે. સભ્યોએ તે પણ જણાવ્યું કે, તેણે સાંભળ્યું હતું કે બંને લોકો મંદિરને કોઈ અન્ય પાર્ટીને 70 મીલિયન પાકિસ્તાની રૂપિયામાં વેચી રહ્યાં હતા. નવા ખરીદનાર મંદિરની જગ્યાએ કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાની તૈયારીમાં હતા.

Advertisement

આ પણ વાંચો : સત્યનો વિજય : ન્યૂ જર્સી અક્ષરધામ મંદિર કેસમાં નવો ધડાકો, BAPS ના મંદિર સામેના ષડયંત્રનો પર્દાફાશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.