15 August 2024 : રાજ્યભરમાં ધ્વજવંદન કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, શક્તિસિંહ ફરકાવશે તિરંગો
- રાજ્યભરેમાં 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી
- નડિયાદના પરેડ ગ્રાઉન્ડમાં CM ભેપન્દ્ર પટેલ કરશે ધ્વજવંદન
- અમદાવાદના કોંગ્રેસ કાર્યલયમાં શક્તિસિંહ ગોહિલ તિરંગો ફરકાવશે
15 August 2024 : આજે ગુજરાત સહિત દેશભરમાં 78 માં સ્વતંત્રતા દિવસની (Independence Day) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ખેડા જિલ્લાનાં નડિયાદ તાલુકામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે. મુખ્યમંત્રી પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન સમારોહમાં ભાગ લેશે અને તિરંગો ફરકાવશે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં પણ મંત્રીઓ ધ્વજવંદન સમારોહમાં (Flag Hoisting Ceremony) ભાગ લેશે.
નડિયાદના પરેડ ગ્રાઉન્ડમાં CM ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેશે
રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે ખેડા (Kheda) જિલ્લાનાં નડિયાદ (Nadiad) તાલુકામાં એક્સપ્રેસ હાઇવેની બાજુમાં આવેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેશે. મુખ્યમંત્રી આજે સવારે 9 કલાકે તિરંગો ફરકાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ (X) પર પોસ્ટ કરી નાગરિકોને આ સમારોહમાં ભાગ લેવા અને સ્વાતંત્ર્ય પર્વને સ્વમાનભેર ઉજવી અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવા સંકલ્પબદ્ધ બનીએ તેવી અપીલ કરી હતી.
હર્ષ સંઘવી વડોદરામાં તિરંગો ફરકાવશે, ગાંધીનગરમાં પણ ઉજવણી
રાજ્યનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) આજે વડોદરામાં (Vadodara) સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. શહેરનાં રાવપુરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહેશે. ઉપરાંત, ગાંધીનગરમાં (Gandhinagar) આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે પણ આજે 78 મા સ્વાતંત્ર પર્વની (15 August 2024) ઉજવણી કરવામાં આવશે. કમલમ્ ખાતે પ્રદેશ મહામંત્રી રજની પટેલ (Rajni Patel) દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. કાર્યક્રમમાં મોટી સંખ્યમાં પાર્ટી મંત્રીઓ, નેતાઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહેશે.
આ પણ વાંચો - Independence Dayની પૂર્વ સંધ્યાએ માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ઉજવણી
ગુજરાતની મેટ્રો સિટી અમદાવાદમાં (Ahmedabad) પણ આજે હર્ષોલ્લાસ સાથે સ્વતંત્રતા દિવસની (15 August 2024) ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) સમિતિનાં પટાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) સવારે 10 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવશે અને સેવાદળનાં સૈનિકોની સલામી ઝીલશે. આ કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં ઉપનેતા શૈલેષ પરમાર, સહિત અન્ય નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો સામેલ થશે.
આ પણ વાંચો - VADODARA : ગૃહમંત્રીની ઉપસ્થિતીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી
રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં સરકારી ઓફિસોમાં વિશેષ શણગાર
ઉપરાંત, રાજ્યનાં સુરત (Surat), જુનાગઢ, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી (Amreli), બોટાદ, પોરબંદર સહિત તમામ જિલ્લાઓમાં પણ આજે 78 માં સ્વાતંત્રતા દિવસની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી રહ્યા છે. આ ઉજવણીનાં ભાગરૂપે ઠેર ઠેર વિવિધ પ્રકારનાં દેશભક્તિ કાર્યક્રમો ઊજવાશે. સ્વાતંત્રતા દિવસ (Independence Day) નિમિત્તે સમગ્ર રાજ્ય દેશભક્તિનાં રંગે રંગાયું છે. રાજ્યભરમાં મોટાભાગની સરકારી ઓફિસોને તિરંગામય બનાવી દેવાઈ છે. કલેક્ટર, કમિશનર, હેડ કવાર્ટર જેવી ઓફિસોને શણગારાઈ છે અને ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રોડ રસ્તા, બ્રિજ, ઐતિહાસિક ધરોહરોને પણ રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી છે.
આ પણ વાંચો - Chief Minister નો ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ પ્રજાજોગ સંદેશ