Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi Airport : બોમ્બનો ઇમેઇલ મોકલનારને જોતાં પોલીસના હોશકોશ ઉડી ગયા

Delhi airport : રવિવારે દિલ્હી એરપોર્ટ ( Delhi airport) ને એક ઇમેઇલ કરાયો હતો જેમાં લખાયું હતું કે દુબઇ જતી ફ્લાઇટમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. પોલીસે આ ઇમેઇલના આધારે ચકાસણી કરી હતી. પોલીસે આ મેઇલ ક્યાંથી મોકલાયો છે તેની તપાસ...
delhi airport   બોમ્બનો ઇમેઇલ મોકલનારને જોતાં પોલીસના હોશકોશ ઉડી ગયા

Delhi airport : રવિવારે દિલ્હી એરપોર્ટ ( Delhi airport) ને એક ઇમેઇલ કરાયો હતો જેમાં લખાયું હતું કે દુબઇ જતી ફ્લાઇટમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. પોલીસે આ ઇમેઇલના આધારે ચકાસણી કરી હતી. પોલીસે આ મેઇલ ક્યાંથી મોકલાયો છે તેની તપાસ કરતાં ઇમેઇલ આઇડી આ ધમકીભર્યો ઇમેઇલ કરાયા બાદ ડિલીટ કરી દેવાયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઉંડી તપાસ શરુ કરી જે વ્યક્તિએ આ ઇમેઇલ મોકલ્યો હતો તેના સુધી પહોંચી હતી પણ ધમકીભર્યો ઇમેઇલ મોકલનારે જોતાં જ પોલીસના હોશકોશ ઉડી ગયા હતા.

Advertisement

દિલ્હી એરપોર્ટ પર બોમ્બની ધમકી હોવાનો મેઇલ મોકલવા બદલ 13 વર્ષના બાળકની અટકાયત

રવિવારે દિલ્હી એરપોર્ટ પર બોમ્બની ધમકી હોવાનો મેઇલ મોકલવા બદલ 13 વર્ષના બાળકની અટકાયત કરવામાં આવી હતી. બાળકે એરપોર્ટ પર મેઈલ મોકલીને એવી અફવા ફેલાવી હતી કે દુબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે અન્ય કિશોરથી પ્રભાવિત થઇને આ બાળકે માત્ર મજા અને માટે બોમ્બની ધમકીનો મેલ મોકલ્યો હતો.

ટોરોન્ટો જતી ફ્લાઈટને પણ ધમકીભર્યો મેલ મળ્યો હતો

પોલીસે આ મહિને બનેલી અન્ય એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો જેનાથી આ બાળકને અસર થઈ હતી. જેમાં દિલ્હીથી ટોરોન્ટો જતી એર કેનેડાની ફ્લાઈટમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તે પછી છપરછ દરમિયાન, બાળકે કબૂલ્યું હતું કે તેને ટ્રેક કરી શકાય કે નહીં તે ચકાસવા માટે તેણે આ કૃત્ય ફક્ત મનોરંજન માટે કર્યું હતું.

Advertisement

બોમ્બની ધમકીનો મેલ મળતા પોલીસમાં દોડધામ

ધમકીભર્યો ઈમેલ મળ્યા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જ્યારે ફ્લાઈટમાં તપાસ કરવામાં આવી ત્યારે કોઈ બોમ્બ મળ્યો ન હતો. બાદમાં, ફરિયાદના આધારે, એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે કહ્યું કે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ માર્ગદર્શિકા, પ્રોટોકોલ અને એસઓપીનું પાલન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઈમેલ મોકલ્યા બાદ તરત જ ઈ-મેલ આઈડી ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. ઈમેલ ઉત્તરાંચલના પિથોરાગઢમાં ટ્રેસ કરવામાં આવ્યો હતો.

મેલ મોકલનાર બાળક સુધી પોલીસ કેવી રીતે પહોંચી?

ત્યારબાજ પોલીસની એક ટીમ પિથોરાગઢ મોકલવામાં આવી અને છોકરાને નકલી ઈમેલ મોકલવાના આરોપમાં પકડવામાં આવ્યો છે. આ બાળકે પોલીસ ટીમને જણાવ્યું કે તેના માતા-પિતાએ તેને અભ્યાસ માટે મોબાઈલ આપ્યો હતો જેના દ્વારા તેણે ઈમેલ મોકલ્યો અને બાદમાં તેનું આઈડી ડિલીટ કરી દીધું. ડરના કારણે તેણે તેના માતાપિતા સાથે કોઈ માહિતી શેર કરી ન હતી.

Advertisement

ફ્લાઈટમાં બોમ્બ અંગેના મેઈલ અગાઉ પણ મળ્યા છે

1 જૂને વારાણસી-દિલ્હી ફ્લાઈટમાં આઈજીઆઈએમાં બોમ્બની ધમકી મળી હતી. આ પહેલા IGI એરપોર્ટ પર ફ્લાઇટના ટોઇલેટમાં ધમકીભર્યો પેપર મળ્યા બાદ અફરાતફરી મચી ગઇ હતી, જેના કારણે તમામ 176 મુસાફરોને ઇમરજન્સી ગેટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. 16 મેના રોજ IGI એરપોર્ટ પર દિલ્હીથી વડોદરા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના ટોઈલેટમાંથી "બોમ્બ" લખેલું ટિશ્યુ પેપર મળી આવ્યું હતું. જે બાદ તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે તપાસ બાદ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

આ પણ વાંચો------ Jammu & Kashmir : આતંકીઓનો ઘૂસણખોરીનો ઇરાદો નાકામ, સેનાના જવાનોએ બે આતંકી ઠાર કર્યા

Tags :
Advertisement

.