Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Wayanad : ભારે વરસાદથી ભૂસ્ખલન, 5ના મોત, 100થી વધુ ફસાયા

Wayanad : કેરળના વાયનાડ (Wayanad) માં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો...
wayanad   ભારે વરસાદથી ભૂસ્ખલન  5ના મોત  100થી વધુ ફસાયા

Wayanad : કેરળના વાયનાડ (Wayanad) માં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા

મળતી માહિતી મુજબ, મંગળવારે વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. ત્યાર બાદ આજે સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, અને તેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સરકારી તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું

ભૂસ્ખલનથી ઘાયલ 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું હતું. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.

Advertisement

એનડીઆરએફની વધારાની ટીમ તૈનાત

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફાયર ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને બચાવવા માટે એનડીઆરએફની વધારાની ટીમ તૈનાત કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો-----Jharkhand : હાવડા-મુંબઈ મેલને અકસ્માત, 60 ઘાયલ

આ પણ વાંચો----Delhi IAS કોચિંગ અકસ્માત પર ગૃહ મંત્રાલયની કાર્યવાહી, ઘટનાની તપાસ માટે કરાઈ સમિતિની રચના...

આ પણ વાંચો----Bihar Accident : હાજીપુરમાં ઝડપી ટ્રકે રિક્ષાને મારી ટક્કર, 3 મહિલા સહિત 5 ના મોત...

Tags :
Advertisement

.