Karjan : પ્રાથમિક શાળાની છતમાંથી પોપડો ખરતાં 1 વિદ્યાર્થીને ઇજા
Karjan : વડોદરા શહેર જિલ્લામાં શાળાઓ જર્જરીત થતાં વિદ્યાર્થીઓ પર ખતરો ઉભો થયો છે. વડોદરા જિલ્લાના કરજણ (Karjan) માં શાળામાં ચાલુ ક્લાસમાં છત પરથી પોપડા પડતાં એક વિદ્યાર્થીનીને ઇજા થઇ છે. Karjan ની આઘટનાના પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં દોડધામ મચી ગઇ છે.
છતમાંથી પોપડો ખરતાં 1 વિદ્યાર્થીનીને ઇજા
વડોદરા શહેરમાં શાળાઓ જર્જરીત હાલતમાં હોવાનું તાજેતરમાં બહાર આવ્યું છે ત્યારે જિલ્લામાં પણ ઘણી શાળાઓની હાલત ખરાબ હોવાનું બહાર આવ્યું છે. વડોદરા જિલ્લાના કરજણમાં આવેલી પ્રાથમિક શાળાની હાલત ખરાબ છે. કરજણની એન.બી.શાહ શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. શાળાના પ્રાથમિક વિભાગમાં આજે ચાલુ ક્લાસમાં છતમાંથી પોપડો ખરતાં 1 વિદ્યાર્થીનીને ઇજા થઇ છે.
શાળાના રુમ નંબર 13માં ચાલુ ક્લાસે છતના પોપડા પડ્યા
શાળાના રુમ નંબર 13માં ચાલુ ક્લાસે છતના પોપડા પડતાં ભારે દોડધામ મચી ગઇ છે. આ ઘટનામાં ઘાટલ થયેલી વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાના પગલે વિદ્યાર્થીઓ ગભરાઇ ગયા હતા. જિલ્લાની પ્રાથમિક શાળાઓની ખરાબ હાલત અંગે જિલ્લા વહિવટીતત્ર ઉંઘતું ઝડપાયું છે. તાજેતરમાં વડોદરા શહેરમાં પણ જર્જરીત શાળાઓના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. આવી શાળાઓમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. સવાલ એ થાય છે કે શું તંત્ર મોટી કોઇ દુર્ઘટના થાય તેની રાહ જોઇ રહ્યું છે. વાલીઓ ડરતાં ડરતાં પોતાના બાળકોને અભ્યાસ કરવા માટે સ્કૂલમાં મોકલી રહ્યા છે તેવું વાતાવરણ છે. જર્જરિત શાળાઓની તત્કાળ મરામત કરાવવી ખુબ જરુરી છે. આજે 1 વિદ્યાર્થીનીને તંત્રની ભુલનું પરિણામ ભોગવવું પડ્યું છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે તંત્ર હવે પોતાનું ઉદાસીન વલણ છોડે તે જરુરી છે.
આ પણ વાંચો----VADODARA : હિટ એન્ડ રનના આરોપીને સાંસદ છોડાવી ગયા ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
-----------