Supreme Court ની યુ ટ્યૂબ ચેનલ થઈ હેક, ક્રિપ્ટોકરન્સી xrp ના વીડિયો...
- National Informatics Centre ની મદદ લેવામાં આવી
- બ્રાડ ગાર્લિંગહાઉસે પણ હેકર્સને લઈ કોર્ટમાં કેસ દાખલ કર્યો
- સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો સર્વસંમતિ નિર્ણય
Supreme Court YouTube Channel : Supreme Court Of India ની YouTube Channel તાજેતરમાં હેક કરવામાં આવી હતી. Supreme Court Of India ની YouTube Channel પર એકસાથે અનેક ક્રિપ્ટોકરેન્સીના એક્સઆરપી નામથી વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતાં. તો દેશની સર્વોચ્ય અદાલતે YouTube પર Channel બનાવીને સુપ્રીમ કોર્ટની અંદર પીઠની હાજરીમાં થતી મહત્વની અને જનહિત સાથે જોડાયેલા મામલાઓની સુનાવણીને રજૂ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં કોલકત્તામાં થયેલી ચર્ચાસ્પદ ઘટનાની સુનાવણીને પણ સુપ્રીમ કોર્ટે આ Channel પર લાઈવ સ્ટ્રીમ કરી હતી.
National Informatics Centre ની મદદ લેવામાં આવી
Supreme Court Of India ની ચેનલ પર નજીકના દિવસોમાં થયેલી સુનાવણીના જે પણ વીડિયો હતાં. તેને હેકર્સે પ્રાઈવેટ કર્યા છે. અને તેના બદલામાં Supreme Court Of India ની ચેનલ પર બ્રાડ ગાર્લિંગહાઉસ: રિપલ રિસ્પોન્ડ્સ ટૂ ધ એસઈસી $2 મિલિયન ફાઈન! એકઆરપી પ્રાઈસ પ્રીડિક્શનના નામથી એક વીડિયોને સુપ્રીમ કોર્ટની ચેનલ પર લાઈવ કરવામાં આવ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, આ ઘટનાને લઈ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. તે ઉપરાંત કયા કારણોસર સુપ્રીમ કોર્ટની YouTube Channel પર આ વીડિયો અપલોડ કરાયા છે. તે પણ સામે આવ્યું નથી.
આ પણ વાંચો: iPhone 16 ખરીદવા Apple સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈનો..Video
બ્રાડ ગાર્લિંગહાઉસે પણ હેકર્સને લઈ કોર્ટમાં કેસ દાખલ કર્યો
સુપ્રીમ કોર્ટને આ મામલે સવારે જાણ થઈ હતી. ત્યારે તાત્કાલિક ધોરણે આઈટી ટીમને બોલીની તેની સાથે National Informatics Centre ની મદદ લેવામાં આવી હતી. જોકે હેકર્સે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સાર્વજનિક અને લોકપ્રિય YouTube Channel અને સોશિયલ મીડિયા પર આવેલા એકાઉન્ટને હેક કરી રહ્યા છે. કારણ કે... બ્રાડ ગાર્લિંગહાઉસે પણ હેકર્સને લઈ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. બ્રાડ ગાર્લિંગહાઉસના નામથી અનેક નકલી એકાઉન્ટ સોશિયલ મીડિયા પર બનાવવામાં આવ્યા છે.
સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો સર્વસંમતિ નિર્ણય
જોકે તત્કાલિન CJI UU લલિતની અધ્યક્ષતામાં પૂર્ણ અદાલતની બેઠકમાં મુખ્ય સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત સુપ્રીમ કોર્ટે 2018 માં નિર્ણય લીધો હતો કે તમામ બંધારણીય બેંચની સુનાવણી યુટ્યુબ ચેનલ પર લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવશે.સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ પહેલીવાર 27 સપ્ટેમ્બર 2022 ના રોજ થયું હતું, જ્યારે તત્કાલીન CJI NV રમણાએ તેમની નિવૃત્તિના દિવસે 5 કેસમાં ચુકાદો આપ્યો હતો.
આ પણ વાંચો: iPhone ની સિરીઝ પર 20 હજારનું ડિસ્કાઉન્ટ, આજે ઓફરનો અંતિમ દિવસ