Surat: ભટાર વિસ્તારમાં ધર્મ પરિવર્તનના ખેલમાં યુવકે ગુમાવ્યો જીવ! હિંદુ મહાસભાના પ્રમુખનો આરોપ
- સુરતમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું દબાણ કરવામાં આવ્યું?
- હિંદુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીએ લગાવ્યાં ગંભીર આરોપ
- કેમ દબાણ પૂર્વક ખ્રિસ્તી ધર્મ અપનાવવા આવી રહ્યું છે?
Surat: ખ્રિસ્તી ધર્મના કારણે એક યુવકનો જીવ ગયો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે સુરતમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું દબાણ કરતા યુવકે જીવ ગુમાવ્યાના આરોપ લાગી રહ્યાં છે. નોંધનીય છે કે, આ આરોપ હિંદુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીએ લગાવ્યાં છે. આખરે શું હતી આ સમગ્ર ઘટના? કેમ દબાણ પૂર્વક ખ્રિસ્તી ધર્મ અપનાવવા આવી રહ્યું છે? આના માટે કોણ જવાબદાર છે? વાંચો આ સંપૂર્ણ અહેવાલ...
આ પણ વાંચો: કેન્દ્રીય બજેટ 2025-26 ગુજરાત માટે કેટલું ફાયદાકારક? વાંચો અહેવાલ
ખ્રિસ્તી ધર્મ પ્રમાણે વિધી કરવા પહોંચ્યા હતાં અનુયાયીઓ
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમામે, અહીં એવું કહેવામાં આવતું કે, ‘ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો યુવક સાજો થશે તેવું કરાતું દબાણ’. એટલું જ નહીં પરંતુ યુવતનુમ મોત થતાં અનુયાયીઓ ખ્રિસ્તી ધર્મ પ્રમાણે વિધી કરવા પહોંચ્યા હતાં. ખ્રિસ્તી ધર્મ અનુસાર વિધી કરવા પહોંચ્યા હોવાનો આરોપ અત્યારે લાગી રહ્યો છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ શબને દાટવા માટે કોફીન લઈ આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે.
આ પણ વાંચો: Union Budget 2025 : પૂર્વ CM વિજય રૂપાણી, GCCI, RCCI ની બજેટ પર પ્રતિક્રિયા
હિંદુ મહાસભાની પ્રમુખે તમામ લોકોને ત્યાંથી ભગાડ્યાં
જો કે, વિગતો એવી પણ સામે આવી છે કે, આ લોકો અહીં પહોંચતાની સાથે જ તેમને હિંદૂ મહાસભાની પ્રમુખ નરેન્દ્ર ચૌધરીએ તમામ લોકોને ત્યાંથી ભગાડ્યાં હતાં. આ સાથે હિંદૂઓને ખ્રિસ્તી નહીં બનાવવા ચિમકી પણ આપી હતી. હવે પ્રશ્ન એ થાય છે કે, શા માટે આવી રીતે હિંદૂ ધર્મના લોકોને ખ્રિસ્તી બનાવવમાં આવી રહ્યાં છે? આખરે આ લોકોનો આકાઓ કોણ છે? કે જેના કારણે આ લોકોને ધર્મ પરિવર્તન કરાવવા માટે આટલી હિંમત મળી રહે છે. સુરતમાં આના કારણે એક યુવકનો જીવ ગયો હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: Rajkot : 'હું થોરાળાનો ડોન, બહાર નીકળીશ તો છરીનાં ઘા ઝીંકી દઈશ', પોલીસ ચોકીમાં શખ્સની ધમકી!
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો