Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના હસ્તે 110 બેડની કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન

અમિત શાહનાં હસ્તે શ્રી ફૂલચંદભાઇ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનો પણ શુભારંભ થયો હતો.
surat   કેન્દ્રીય ગૃહમંત્રી amit shah ના હસ્તે 110 બેડની કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન
Advertisement
  1. Surat માં અમિતભાઇ શાહનાં હસ્તે કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન
  2. શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન
  3. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા
  4. સાંસદ મુકેશ દલાલ અને અન્ય મંત્રીઓ પણ કાર્યક્રમમાં રહ્યા હાજર

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે (Amit Shah) આજે ગુજરાતનાં સુરતમાં (Surat) શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફૂલચંદભાઇ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) , કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ (CR Patil), સાંસદ મુકેશ દલાલ (Mukesh Dalal) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે સુરતને બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને ફૂલચંદભાઈ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમ સ્વરૂપે શ્રેષ્ઠતમ સુવિધાઓ ધરાવતી તબીબી સંસ્થાઓ મળી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંસ્થાઓમાં કેન્સરની સારવાર માટે લોકોને એક જ છત નીચે તમામ અત્યાધુનિક સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Advertisement

Advertisement

250 કરોડનાં ખર્ચે નિર્મિત હોસ્પિટલ કેન્સરની સારવારનું મોટું કેન્દ્ર બનશે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) જણાવ્યું હતું કે, સુરત મહત્ત્વપૂર્ણ શહેર છે અને છેલ્લાં થોડાં વર્ષોમાં આ શહેરમાં અનેક ઉદ્યોગો સ્થપાયાં છે. તેમણે જણાવ્યું હતું કે, સુરત (Surat) માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતનું આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું છે. આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બની ગયેલા શહેરમાં તેની વસ્તી વધે તે સ્વાભાવિક છે, પરંતુ વસ્તીમાં વધારો થવા છતાં સુરતે સ્વચ્છતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સુરતમાં અનેક નવી હોસ્પિટલો, ખાસ કરીને સરકારી હોસ્પિટલોનાં નિર્માણને કારણે તબીબી સુવિધાઓમાં વધારો થયો છે અને સમગ્ર દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક હબ તરીકે સુરત પણ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આશરે રૂ. 250 કરોડનાં ખર્ચે નિર્મિત અને 110 પથારીની સુવિધા ધરાવતી આ હોસ્પિટલ કેન્સરની સારવારનું મોટું કેન્દ્ર બનશે, જે ઓછી આવક ધરાવતાં જૂથનાં દર્દીઓને પણ સેવા પૂરી પાડશે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલની સાથે-સાથે અલગ કિમોથેરાપી યુનિટ, આઇસોલેશન બેડ, હાઇટેક ઓપરેશન થિયેટર, રેડિએશન થેરાપી, કેન્સરને લગતી સર્જરી, બોન-મેરો ટ્રાન્સપ્લાન્ટ, ન્યુક્લિયર મેડિસિન, રિહેબિલિટેશન સહિતની અન્ય ઘણી અત્યાધુનિક સારવાર સુવિધાઓ આ નવી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના કારણે સુરત શહેર કેન્સરની સારવાર ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, શ્રી ફૂલચંદભાઇ જયકિશનદાસ વખારીયા સેનેટોરિયમમાં (Shri Phoolchandbhai Jaikishandas Vakharia Sanatorium) સામાન્ય જનતા માટે તબીબી સુવિધાવાળા 36 ઓરડાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ જેમને કેન્સરની સારવાર માટે મુંબઈ અને અમદાવાદ જવું પડતું હતું તેઓ હવે પોતાનાં જ શહેરની સુસજ્જ હોસ્પિટલમાં અસરકારક સારવાર મેળવી શકશે. અમિત શાહે જણાવ્યું હતું કે, મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટીએ વર્ષ 1978 થી મહાવીર જનરલ હોસ્પિટલ (Mahavir General Hospital), બી.ડી. મહેતા આર્ટ ઇન્સ્ટિટ્યૂટ, આર.બી.શાહ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, લક્ષ્મીપતિ મહાવીર નર્સિંગ સ્કૂલ અને હવે બી.આર.શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ સ્વરૂપે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત શ્રેણીબદ્ધ સંસ્થાઓની રચના કરી છે. તેમણે કહ્યું હતું કે, નવી હોસ્પિટલ મા- કાર્ડ અને આયુષ્માન કાર્ડથી ગરીબોને સારવારની સુવિધા પ્રદાન કરશે.

આ પણ વાંચો - ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર બાદ GSHSEB એ ધો. 10-12 નાં પરીક્ષાર્થીઓનાં આંકડા જાહેર કર્યાં

PM નરેન્દ્ર મોદીએ તેમનાં જીવનમાં ઘણાં પાથ-બ્રેકિંગ કાર્યો કર્યા : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તેમનાં જીવનમાં ઘણાં પાથ-બ્રેકિંગ કાર્યો કર્યા છે, પરંતુ તેમાંથી શ્રેષ્ઠ કામગીરી આયુષ્માન ભારત યોજના છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે દેશનાં કરોડો ગરીબ લોકો યોગ્ય સારવાર લીધા વિના ઘરે પાછા ફરવા મજબૂર છે અને હોસ્પિટલનાં વિશાળ બિલો જોઇને વિલાપ કરે છે, ત્યારે તમારા પ્રિયજનોને તમારી આંખોની સામે લાચારીથી મરતા જોઈને આનાથી મોટું દુ:ખ બીજું કોઈ હોઈ શકે નહીં. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશરે 12 કરોડ કુટુંબો કે જે આશરે 60 કરોડ લોકોને આ દુર્ભાગ્યમાંથી મુક્ત કરાવ્યાં છે, તેમને 5 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવાર પ્રદાન કરીને મુક્તિ આપી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાને એવી વ્યવસ્થા કરી છે કે, જો મુખ્યમંત્રી રાહત ફંડ અને પ્રધાનમંત્રી રાહત કોષની સુવિધાઓને જોડવામાં આવે તો હવે સારવારનાં અભાવે કોઇ વ્યક્તિનું મૃત્યુ નહીં થાય. તેમણે જણાવ્યું હતું કે, આયુષ્માન આરોગ્ય કેન્દ્રોનાં આંકડાઓ અનુસાર, સમગ્ર દેશમાં આશરે 1.75 લાખ આયુષ્માન આરોગ્ય મંદિરોની સ્થાપના કરવામાં આવી છે, જેમાં કુલ 317 કરોડ લોકોની સંખ્યા છે. તેમણે કહ્યું કે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવનારા લોકોની સંખ્યા આખા યુરોપમાં રહેતા લોકોની સંખ્યા કરતા વધારે છે.

'દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં પણ વધારો થયો છે'

અમિત શાહે (Amit Shah) જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 71 કરોડ આભા કાર્ડ બની ગયા છે. આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (Ayushman Bharat Health Infrastructure Mission) હેઠળ માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે આશરે 64 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. દવાઓ માટે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના છે, જેમાં દેશભરમાં 10 હજાર દુકાનો કાર્યરત છે. જન ઔષધિ કેન્દ્રોમાં લગભગ 20 થી 50 ટકાના ખર્ચે તમામ મહત્ત્વની દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, ગરીબોને વાજબી કિંમતે દવાઓ પ્રદાન કરવાથી આશરે 25,000 કરોડ રૂપિયાનો લાભ થયો છે. અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં પણ વધારો થયો છે. આઝાદી પછી 2014 સુધી દેશમાં 387 મેડિકલ કોલેજ હતી, જ્યારે છેલ્લા 10 વર્ષમાં આ સંખ્યા વધીને 766 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે પહેલા દર વર્ષે 51 હજાર ડૉક્ટર પાસ થતા હતા, પરંતુ હવે દર વર્ષે 1 લાખ 15 હજાર યુવાનોને MBBSની ડિગ્રી આપવામાં આવી રહી છે અને 73 હજાર યુવાનોને MD અથવા MS ની ડિગ્રી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સંપૂર્ણ અભિગમ સાથે ભારતનાં સ્વાસ્થ્ય ક્ષેત્રને ઉત્થાન આપવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો - BZ Group Scam : સરકારી શિક્ષકે એજન્ટ બની 1300 લોકોનાં 70 કરોડનું રોકાણ કરાવ્યું

'મોદીજીએ લોકોને નિયમિત યોગ, સ્વસ્થ શરીર બનાવવાની પ્રેરણા આપી છે '

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ (Amit Shah) કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ બધાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું છે અને સૌ પ્રથમ તો લોકો બીમાર ન પડે તે માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આરોગ્ય ક્ષેત્રનાં દૃષ્ટિકોણમાં મોટા પરિવર્તનો લાવીને મોદીજીએ સ્વચ્છ ભારત મિશન (Swachh Bharat Mission), યુવાનોને ફિટનેસને મહત્વ આપવા માટે પ્રેરિત કરવા માટે ફિટ ઇન્ડિયા મિશન (Fit India Mission), બાળકોને પોષક આહાર આપવા પોષણ મિશન, તમામ પ્રકારના રોગો અને ચેપથી બાળકોને રસી આપવા માટે મિશન ઇન્દ્રધનુષ, પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડવા અને આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે જળ જીવન મિશન હેઠળ દરેક ઘરમાં શૌચાલય આપ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, આજે પણ વિશ્વમાં રોગોને નાબૂદ કરવા આયુર્વેદથી વધુ સારી સારવાર નથી. મોદીજીએ લોકોને નિયમિત યોગ અને ખેલો ઇન્ડિયા દ્વારા મજબૂત અને સ્વસ્થ શરીર બનાવવાની પ્રેરણા આપી છે.

દેશનાં સ્વાસ્થ્ય બજેટમાં લગભગ ત્રણ ગણો વધારો થયો : અમિત શાહ

શ્રી અમિત શાહે (Amit Shah) જણાવ્યું હતું કે, વર્ષ 2013-14 માં ભારતનું સ્વાસ્થ્ય બજેટ 37 હજાર કરોડ રૂપિયા હતું, પરંતુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશનું સ્વાસ્થ્ય બજેટ 98 હજાર કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે, દેશનાં સ્વાસ્થ્ય બજેટમાં લગભગ ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, દેશમાં 130 કરોડ લોકો મધ્યમ વર્ગીય છે અને ગરીબી રેખાની નીચે જીવે છે અને મોદીજીએ હંમેશા આ બધા લોકોની દરકાર કરી છે.

હું અમિત શાહ સાહેબનો આભાર માનું છું : હર્ષ સંઘવી

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ કહ્યું કે, વર્ષ 1978 થી આ હોસ્પિટલની સેવા સુરતનાં લોકોને મળી રહી છે. મહાવીર હોસ્પિટલનાં (Mahavir Hospital) કારણે અનેક નાગરિકોના જીવ બચ્યા છે. હવે, કેન્સરનાં દર્દીઓને મુંબઇ નહી જવું પડે. રાજ્ય ગૃહમંત્રીએ કહ્યું કે, હું અમિત શાહ સાહેબનો આભાર માનું છું. તેમને સુરતનાં લોકો પ્રત્યે ખૂબ જ લાગણી છે.

આ પણ વાંચો - Ahmedabad: અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું, મહાકુંભમાં જવા ગુજરાતીઓને આહવાન

Tags :
Advertisement
×

Live Tv

.

×