Surat: શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ 44 કલાકની જહેમત બાદ કાબુમાં આવી, કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ
- ફાયર વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રએ લીધો રાહતનો શ્વાસ
- ફાયર ફાયટરોની ભારે જહેબત બાદ આખરે આગ આવી કાબુમાં
- ટેક્સટાઇલ માર્કેટમાં આગથી મોટાભાગની દુકાનો બળીને ખાખ
Surat: સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગને 44 કલાકના પ્રયાસો બાદ ફાયર ફાયટરો અને ફાયર વિભાગની મદદથી કાબુ પામવામાં સફળતા મળી છે. આ આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગ અને અન્ય તબીબી ટીમો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. આગથી માર્કેટમાં મોટાભાગની એટલે કે 850 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે, પરંતુ ફાયર ફાયટરોની જહેમત અને કઠોર મહેનત બાદ હાલમાં હાલ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Surat : શહેરના ટેક્સ્ટાઈલ્સ માર્કેટની આગ હજુ પણ બેકાબુ, લાખો લીટર પાણીનો મારો ચલાવાયો
આગના કારણે 850 કરોડનું નુકસાન થયું હોવાની આશંકા
આગની શરૂઆત ટોપ ફ્લોર પર ગેરકાયદે દુકાન અને શેડમાંથી થઈ હતી, જેનું પ્રમાણરૂપ અસર પાડી અને આગ વિકરાળ બની ગઈ હતી. આગના સંકટથી માર્કેટના વેપારીઓને મોટી નુકસાનનો સામનો કરવો પડ્યો છે. માર્કેટના અંદર 850 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. આગ પર કાબુ મેળવવા માટે ત્રણ હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને 150થી વધુ ફાયર જવાનો તથા અધિકારીઓ કામે લાગ્યા હતા. ફોમયુક્ત પાણીનો મારો ચલાવવાથી આગને કાબુમાં કરવામાં સફળતા મળી.
આગના કારણે માર્કેટના વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન
આ સમગ્ર પરિસ્થિતિમાં ફાયર વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવાયો છે. આ ઘટનામાં વેપારીઓ અને સ્થાનિક લોકો માટે મોટી ચિંતાનો વિષય બની ગઈ હતી, પરંતુ એઈફેંસી અને સાહસિક કાર્યકુશળતા દ્વારા આગ પર કાબુ પામવામાં સફળતા મળી છે. જો કે, અત્યારે જેની દુકાનો બળીને ખાખ જઈ ગઈ ચે, તે વેપારીઓ ચોધાર આંસુડે રડી રહ્યાં છે. કારણે કે, તેમની જિંદગીભરની કમાણી તેમની આંખોની સામે જ બળીને ખાખ થઈ ગઈ.