ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Surat: સરથાણામાં ઘરેલુ કંકાસમાં વિખેરાયો પરિવાર, યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા

Surat: ઘરેલું હિસાની ઘટનાઓ ખુબ જ વધી રહીં છે. નાની-નાની વાતોમાં કંકાસ થતો હોય છે. કંકાસ હોય ત્યાં સુધી તો ઠીક પરંતુ હવે તે હત્યા સુધી પહોંચી જાય છે.
10:35 AM Dec 27, 2024 IST | VIMAL PRAJAPATI
Surat Crime News
  1. પરિવારના 4 લોકો પર હુમલામાં પત્ની-બાળકનું મોત
  2. હિચકારી હુમલામાં બાદ યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ
  3. આરોપી સ્મિત જીયાણી અને માતા-પિતા સારવાર હેઠળ
  4. સરથાણા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી

Surat: ઘરેલું હિસાની ઘટનાઓ ખુબ જ વધી રહીં છે. નાની-નાની વાતોમાં કંકાસ થતો હોય છે. કંકાસ હોય ત્યાં સુધી તો ઠીક પરંતુ હવે તે હત્યા સુધી પહોંચી જાય છે. સુરતમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના સરથાણામાં ઘરેલુ કંકાસમાં એક આખોર પરિવાર વિખેરાઈ ગયો છે. ઘરેલું કંકાસમાં પુત્રએ પોતાના જ પરિવાર હુમલો કર્યો જેમાં બે લોકોનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Rajkot: ઈનોવેટિવ સ્કૂલની બસે સર્જ્યો અકસ્માત, અનેક વિદ્યાર્થીઓ થયા ઘાયલ

યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા

ખાસ કરીને વાત કરવામાં આવે તો, પુત્રએ પરિવારના 4 લોકો પર હુમલો કર્યો હતો જેમાં પત્ની-બાળકનું મોત થયું છે. નોંધનીય છે કે, યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા હતાં. આવા હિચકારી હુમલામાં બાદ યુવકે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી જાણકારી પ્રમાણે અત્યારે આરોપી સ્મિત જીયાણી અને માતા-પિતા સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને લઈને સરથાણા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સગીર પાસેથી 100 ના દરની 51 જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી, ક્યાથી આવી આ નકલી નોટો?

સુરતમાં ઘર કંકાસમાં આખો પરિવાર વિખેરાઈ ગયો

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, સરથાણા ખાતે આવેલી સૂર્યા ટાવરના ફ્લેટ નંબર 803 માં રહેતા સ્મિત જીયાણી ઓનલાઇન વેપારના ધંધા સાથે સંકળાયેલ છે. આઠ દિવસ પહેલા સ્મિત જાણીના કાકાનું દુઃખદ અવસાન થયું હતું. જે બેસણામાં સ્મિત અને તેનો પરિવાર ગયા હતા. જ્યા કાકાના પરિવારના સભ્યોએ અહીં હવેથી આવું નહીં તેમ કહેતા સ્મિતને મનદુઃખ થયું હતું. બેસણામાંથી આવ્યા બાદ સ્મિત જીયાણીએ પોતાના માતા પિતા જોડે ઝઘડો કર્યો હતો. દરમિયાન રોષે ભરાયેલા સ્મિતે પાંચ વર્ષના પુત્ર ચાહિત, પત્ની હિરલ સહિત માતા વિલાસબેન અને પિતા લાભુભાઈ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલા બાદ પોતે પણ ગળા અને હાથની નસના ભાગે ઘા ઝીંકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત માસુમ પુત્ર સહિત પત્નીનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સ્મિત જીયાણીની હાલત અતિ ગંભીર હોવાનું પોલીસ જણાવી રહી છે.

આ પણ વાંચો: Unseasonal rain forecast: ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો પણ વધ્યો, હવામાનમાં પલટા સાથે કમોસમી વરસાદના ઝાપટાં

છેલ્લા ઘણા સમયથી પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો

સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, વતનમાં આવેલી જમીન અને મકાનને લઈ જીયાણી પરિવારમાં છેલ્લા ઘણા સમયથી પારિવારિક ઝઘડો ચાલી આવ્યો છે. વતનની જમીન અને મકાનને લઈ બંને પરિવારો વચ્ચે અનેક વખત ઝઘડો પણ થયો છે. જ્યાં વતનની જમીન અને મકાનને લઈ ચાલી આવતા પારિવારિક ઝઘડામાં મનદુઃખ લાગી આવતા સ્મિત જીયાણીએ આ પગલું ભર્યું હોવાની વાત સુત્રો જણાવી રહ્યા છે. જોકે આ મામલે સરથાણા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ઘટનાને લઇ પરિવારજનોમાં એક શોકનું મોજુ ફરી વળ્યું

સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સ્મિત જીયાણી નામના યુવકે પોતાના જ માસુમ પુત્ર સહિત પત્નીની હત્યા કરી માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યા બાદ પોતે પણ આપઘાત નો પ્રયાસ કરતા સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. આ ઘટનાને લઇ સંબંધી અને પરિવારજનોમાં એક શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનામાં મોતને બેઠેલા માસુમ પાંચ વર્ષના મોતને લઈ સૌ આંખો અશ્રુભીની જોવા મળી હતી. એટલું નહીં પરંતુ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન પણ કર્યું હતું. ઘરના હોલ, બેડરૂમ અને લિફ્ટ તેમજ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આવેલ ફ્લોરિંગ નો ભાગ લોહીના ખાબોચીયાથી ખદબદી ગયો હતો. એટલું જ નહિ પરંતુ પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ઘરના તમામ સભ્યો લોહીના ખાબોચિયામાં પડેલા જોવા મળ્યા હતા. જે દર્દનાક અને હસમચાવનારા આ દ્રશ્યો જોઈ બિલ્ડીંગના સૌ કોઈ સભ્યો પણ હચમચી ઊઠ્યા હતા. હાલ તો આ ઘટના પાછળનું સત્ય કારણ શું છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે.

અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

Tags :
Crime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Crime NewsLatest Gujarati Newssurat crime newsSurat newsTop Gujarati News
Next Article