ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Surat: ગોપાલ ઇટાલિયાએ પોતાને પટ્ટા માર્યા, કહ્યું ‘..ન્યાય ન અપાવી શક્યો એ બદલ હું મને પોતાને સજા કરું છું’

Surat: ગોપાલ ઈટાલિયાએ પોતાના નિવેદન સાથે પોતાની જાતને પટ્ટા માર્યા હોવાના વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
10:33 PM Jan 06, 2025 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Surat
  1. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનું નિવેદન
  2. નિવેદન સાથે પોતાની જાતને પટ્ટા માર્યા હોવાનો વીડિયો વાયરલ
  3. હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છુંઃ ગોપાલ ઇટાલિયા

Surat: અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસ અને તેનો પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડનો મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જો કે, અત્યારે તે યુવતીને કોર્ટે જામીન આપી દીધા છે. પરંતુ અત્યારે અનેક પ્રકારના રાજકીય નિવેદનો સામે આવી રહ્યાં છે. તેને લઈને હવે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ અત્યારે ગોપાલ ઈટાલિયાનું નિવેદન ખુબ જ ચર્ચામાં પણ આવી રહ્યું છે.

આ પણ વાંચો: સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: હવે આવા લોકોની ખેર નથી

હું એસપીને મળ્યો પણ ન્યાય ન અપાવી શક્યોઃ ગોપાલ ઈટાલિયા

ગોપાલ ઈટાલિયાએ પોતાના નિવેદન સાથે પોતાની જાતને પટ્ટા માર્યા હોવાના વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ગોપાલ ઈટાલિયાએ જાહેર સભામાં કહ્યું કે, ‘ગુજરાતમાં એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને પટ્ટાથી માર મારવામાં આવ્યો એ ઘટનામાં હું એસપીને મળ્યો પણ ન્યાય ન અપાવી શક્યો એ બદલ હું મને પોતાને સજા કરું છું.’

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે શંકરભાઈ ચૌધરીનું મોટું નિવેદન, ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત

હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છુંઃ ગોપાલ ઇટાલિયા

વધુમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ‘આ સિવાય ભૂતકાળમાં અનેક ઘટનાઓ જેવી કે, લઠ્ઠાકાંડ, પેપરલીકકાંડ, મોરબીકાંડ, ગેમઝોન કાંડ, હરણીકાંડ, દાહોદ બળાત્કાર અને જસદણ બળાત્કાર સહિતની ઘટનાઓમાં ગુંડાઓ સામે, બુટલેગરો સામે, જમીન માફિયા સામે, વ્યાજ માફિયા સામે, બળાત્કારીઓ સામે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે હું લડ્યો પણ આજદીન સુધી ન્યાય નથી અપાવી શક્યો એ બદલ હું મને પોતાને સજા કરું છું.’ એટલું જ નહીં પરંતુ તેણે એવું પણ કહ્યું કે, ‘હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છું. મને આશા છે કે, પટ્ટાના મારથી ગુજરાતનો સૂતેલો આત્મા જાગશે અને હજારો પીડિતોને જનતા ન્યાય અપાવશે.’

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Aam Aadmi PartyAmreli Payal GottiGopal Italia statementGujarat Aam Aadmi PartyGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsPayal GottiPayal Gotti NewsSuratSurat newsTop Gujarati News