ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat: મેટ્રો કામીગીરી સમયે મકાન પર અચાનક ધડાકાભેર પડી મસમોટી ક્રેઇન અને પછી....

મેટ્રોની કામગીરી દરમિયાન મેટ્રોની ક્રેન તૂટી નાના વરાછા સ્થિત ચીકુવાડી નજીકનો બનાવ ક્રેન એક મકાન પર તૂટી પડી, મકાનને નુકસાન Surat સુરત(Surat)માં મેટ્રોની કામગીરી (functioning of Metro)ફરી વિવાદમાં આવી છે. મેટ્રોની કામગીરી દરમિયાન મેટ્રોની ક્રેન તૂટીને મકાન પર પડી...
06:26 PM Aug 22, 2024 IST | Hiren Dave
functioning of Metro
  1. મેટ્રોની કામગીરી દરમિયાન મેટ્રોની ક્રેન તૂટી
  2. નાના વરાછા સ્થિત ચીકુવાડી નજીકનો બનાવ
  3. ક્રેન એક મકાન પર તૂટી પડી, મકાનને નુકસાન

Surat સુરત(Surat)માં મેટ્રોની કામગીરી (functioning of Metro)ફરી વિવાદમાં આવી છે. મેટ્રોની કામગીરી દરમિયાન મેટ્રોની ક્રેન તૂટીને મકાન પર પડી હતી. આ ઘટના નાના વરાછા સ્થિત ચીકુવાડી નજીક બની હતી. ક્રેન એક મકાન પર તૂટી પડતાં મકાનને નુકસાન થયું હતું.

 

મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પલટી મારી

સુરત((Surat))માં એક દુર્ઘટનાના સમાચાર ફરી સામે આવી રહ્યા છે. મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાનું ફરી સામે આવ્યું છે. મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પલટી મારી ગઈ હોવાની ઘટના બની હતી. નાના વરાછા વિસ્તારના આ ઘટના છે, જ્યાં ક્રેન પલટી મારી જતાં મકાનને નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

આ પણ  વાંચો -PI PSI Transfer ની ભલામણો અટકાવવા સરકારે મીડિયાનો ઉપયોગ કર્યો ?

મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પલટી મારી મકાન પર પડી
સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ક્રેન પલટી મારતાં નજીકના મકાન પર જઈને પડે છે. ભારેખમ ક્રેન પડતા મકાન નુકસાન થયું હતું. જો કે, ઘટનાની જાણ તંત્રને થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે. આ ઉપરાંત, ક્રેન પડવાથી રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય હતા. સુરત મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પડી જવાની ઘટનાથી નાના વરાછા વિસ્તાર સહિતમાં અફરાતફરી ઊભી થઈ હતી.

 

આ પણ  વાંચો -Ahmedabad : વધુ એક જાણીતા ગાયક કલાકાર વિરુદ્ધ ફરિયાદ, 15-20 ગાડીઓ લઈ હુમલો કરવા પહોંચ્યાનો આરોપ

ખબર નહીં કઈ રીતે થયું, અમે તપાસ કરીશું

સુરત મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પડી જવાની દુર્ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સચોટ જાણકારી આપી ન હતી, ત્યારે ઘટના પર હાજર અધિકારીએ ક્રેન પડવાની ઘટનાને લઈને 'ખબર નહીં કઈ રીતે થયું' કહીને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

 

ક્રેન પડવાથી નજીકના મકાન સહિત વૃક્ષ અને વાહનોને નુકસાન

મળતી માહિતી પ્રમાણે, નાના વરાછાના ચીકુવાડી નજીક મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પલટી થવાથી પાસેના મકાન સહિત વૃક્ષ અને કારને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. જો કે, સમગ્ર ઘટના પછી તંત્ર દોડતું થયું હતું.

Tags :
adjacent buildingagain arisencrane suddenlyfunctioning of MetroGujarat FirstGujarat Newsmajor disappointmentSuratSurat news
Next Article