Surat: ‘વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ ના નારાનો ફિયાસ્કો! રાતોરાત 20 જેટલા તોતિંગ અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન
- પાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા રાતોરાત વૃક્ષોને કાપી નંખાયા
- વૃક્ષો શહેરની શોભા વધારતા વૃક્ષો સાથે શું દુશ્મની હતી?
- શું વૃક્ષોના ભોગ વિકાસ કરવો યોગ્ય છે? મહાનગરપાલિક જવાબ આપે
Surat: સુરતના વરાછા રોડ પર આવેલ પાલિકાના ડીવાઈડર પર રહેલા 20 જેટલા ઘટાદાર અને તોતિંગ વૃક્ષ પાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા રાતોરાત કાપી ખેદાન - મેદાન કરી નાંખતા પર્યાવરણ પ્રેમી અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે પાલિકા કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે, સુરત મહાનગરપાલિકા વૃક્ષારોપણ પાછળ લાખો કરોડોનો ખર્ચ કરે છે. રાજ્ય સરકાર પણ વધુ વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવોનો નારો રાજ્યની જનતાને આપે છે. જે નારાનો ફિયાસકો સુરતમાં જોવા મળ્યો છે.
સુરત મહાનગરપાલિકા આ કેવો વિકાસ કરી રહીં છે?
પર્યાવરણની જાળવણીને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા બાયોડાઇવર્સિટી ખાતે અંદાજિત 5000 જેટલા વૃક્ષાઓનું રોપણ કરવામાં આવ્યું છે. લોકો વધુ થી વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીમાં સહભાગી બને તે માટેની અપીલ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવે છે. જ્યાં રાજ્ય સરકાર દ્વારા પણ " વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો "નો નારો અને સૂત્ર આપવામાં આવ્યું છે. પરંતુ રાજ્ય સરકારના આ સૂત્ર અને નારાનો ફીયાસકો સુરતમાં જોવા મળ્યો છે.
આ પણ વાંચો: Surat : દેશ માટે રમવું, એ વિચાર જ એક તાકાત હોય છે : CR પાટીલ
તોતિંગ અને ઘટાદાર વૃક્ષોનું રાતોરાત નિકંદન
સુરતના વરાછા રોડ પર પાલિકાના ડિવાઇડર પર રહેલા અંદાજિત 20 જેટલા તોતિંગ અને ઘટાદાર વૃક્ષોનું રાતોરાત નિકંદન કરી ખેદાન મેદાન કરી દેવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના અધિકારીઓ દ્વારા કોઈકના ઇશારે આ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા દ્વારા લેવામાં આવ્યા છે. વિજય પાનસેરિયા એ જણાવ્યું છે કે, વરાછા હેલ્થ સેન્ટરથી ઉમિયાધામ મંદિર જવાના રોડ પર 20 જેટલા અને ઘટાદાર વૃક્ષો આવેલા હતા. પાલિકાના ડિવાઇડર પર આ વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો હતો. જે વૃક્ષો શહેરની શોભા વધારી રહ્યા હતા. પરંતુ આ વૃક્ષો એવું તો શું બન્યું કે રાતોરાત પાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા આખે આખા જળમૂળથી કાપી નાખવામાં આવ્યા. જે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે.
ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા સામે વૃક્ષોનો ઉછેર ખૂબ જ જરૂરી
સુરત મહાનગરપાલિકા વૃક્ષારોપણ પાછળ લાખો કરોડોનો ખર્ચ કરે છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગ ની ગંભીર સમસ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં ઓક્સિજનની માત્રા ઓછી થઈ રહી છે. જ્યારે કાર્બન ડાયોક્સઇડ નું પ્રમાણ વધ્યું છે. જેના કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ પણ થાય છે. ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા સામે વૃક્ષોનો ઉછેર ખૂબ જ જરૂરી છે. સુરત મહાનગરપાલિકને તેની કોઈ પરવાહ છે જ નહીં! સરકાર દ્વારા પણ વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો "નો સૂત્ર આપી ચૂકી છે. પરંતુ સરકારના આ સૂત્રનો સુરતમાં ફિયાસ્કો થયો છે.
આ પણ વાંચો: Surat : રાંદેર પોલીસની સરાહનીય કામગીરી, ગુમ બાળક મળી જતાં માતા-પિતા ભેટી પડ્યા, ભાવુક દ્રશ્યો સર્જાયા
શા માટે રાતોરાત વૃક્ષો કાપી દેવામાં આવ્યાં?
સુરતના વરાછા રોડ પર આવેલા 20 જેટલા વૃક્ષો કોના ઇશારે પાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા રાતોરાત કાપી નાખવામાં આવ્યા તેની તપાસ થવી જરૂરી છે. જે અંગે પાલિકા કમિશનર ને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગને પણ ડિજિટલ માધ્યમ દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ છે. જ્યાં પાલિકાના ગાર્ડન વિભાગના અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે તપાસ કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. રાતોરાત વૃક્ષો શા માટે કાપી નાખવામાં આવ્યાં? જેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.
અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો