Champions Trophyમાં ભારતની જર્સી પર લખાશે પાકિસ્તાન? BCCIનો આશ્ચર્યજનક નિર્ણય
- ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની જર્સીને લઈને વિવાદ
- આઈસીસીના તમામ નિયમોનું પાલન કરશે
- પાકિસ્તાનનું નામ પણ હશે
Champions Trophy:ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy:)પહેલા ટીમ ઈન્ડિયાની જર્સીને લઈને વિવાદ થયો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ નહીં હોય. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન છે. તેથી, ટુર્નામેન્ટમાં ભાગ લેતી બધી ટીમોની જર્સી પર ICC લોગો સાથે યજમાન દેશનું નામ દેખાય છે.
જાણો બીસીસીઆઈ શું કહ્યું
આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો જવાબ આવ્યો છે.બીસીસીઆઈએ કહ્યું કે તેઓ આઈસીસીના તમામ નિયમોનું પાલન કરશે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ જર્સીના મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે.મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈ સચિવે કહ્યું, અમે આઈસીસીની ગાઈડલાઈનનું પાલન કરીશું.આઈસીસી જે પણ નિર્દેશ આપશે, અમે તે કરીશું.બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના લોગોની સાથે, ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ પણ હશે.ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા,ટીમ ઈન્ડિયાની જર્સી પર ચાલી રહેલો વિવાદ હવે બંધ થઈ જશે.
15 Matches, 8 Teams, 1 Champion. It’s ALL ON THE LINE! 🏆
Action begins on 19 February ⏳#ChampionsTrophy pic.twitter.com/SpVWtGfHNB
— ICC (@ICC) January 22, 2025
આ પણ વાંચો-Sanju Samson ના પિતા રડી પડ્યા, મારા બાળકો અહીં સુરક્ષીત નથી, તેની વિરુદ્ધ ષડયંત્ર
ટીમ ઈન્ડિયાની જર્સી પર વિવાદ કેમ થયો?
એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન દેશ પાકિસ્તાનનું નામ ટીમ ઈન્ડિયાની જર્સી પર નહીં હોય. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જઈ રહી નથી. તે પોતાની મેચો દુબઈ, યુએઈમાં રમશે. તેથી એક વિવાદ ઉભો થયો કે ભારતીય ટીમ ફક્ત ચેમ્પિયન્સ ટ્રોફીનો લોગો જ પોતાની જર્સી પર રાખશે. પરંતુ હવે BCCI સચિવે આ અંગે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે.
આ પણ વાંચો-
ICC ટુર્નામેન્ટમાં જર્સી અંગે શું નિયમ છે
ટુર્નામેન્ટ માટે જર્સી અંગે ICC ટીમો માટે એક ખાસ ગાઈડલાઈન બનાવવામાં આવી છે. આ અંતર્ગત, બધી ટીમોએ તેમના જર્સી પર તેમના બોર્ડનો લોગો તેમજ ટુર્નામેન્ટનો લોગો હોવો જોઈએ. આ સાથે, યજમાન દેશનું નામ પણ જણાવવું પડશે. જો આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાઈ હોત તો ચેમ્પિયન્સ ટ્રોફીના લોગો સાથે ભારત લખેલું હોત. પરંતુ આ વખતે યજમાન પાકિસ્તાન છે, તેથી તેનું નામ લખવું જરૂરી છે.