બાપુએ અમેરિકાના રસ્તા પર કર્યો ડાન્સ, Video
ટીમ ઈન્ડિયાના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો અમેરિકાથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમા તે અમેરિકાના રસ્તાઓ પર ડાન્સ કરી રહ્યો છે. 34 વર્ષીય જાડેજા અને તેમનો પરિવાર હાલમાં અમેરિકામાં રજાઓ પર છે. જણાવી દઇએ કે, ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં ટેસ્ટ અને વનડે શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે T20 શ્રેણી રમાઈ રહી છે. આ પ્રવાસમાં ODI અને ટેસ્ટ ટીમમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહેલા રવિન્દ્ર જાડેજા હાલમાં એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા અમેરિકામાં પરિવારની રજાઓ માણી રહ્યા છે.
અમેરિકાના રસ્તા પર ડાન્સ કરતો જડ્ડુ
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની T20 શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો નથી. રવિન્દ્ર જાડેજા ટેસ્ટ અને વનડે સિરીઝ બાદ આ દિવસોમાં યુએસમાં છે અને પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર જડ્ડુના ડાન્સ સ્ટેપ્સનો એક નાનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જાડેજા મસ્તીમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો પોસ્ટ કરતા જાડેજાએ કેપ્શનમાં લખ્યું, "જ્યારે તમને RJ ની છુપાયેલી પ્રતિભા જોવા મળશે." જાડેજા દ્વારા શેર કરવામાં આવેલા આ ખાસ વીડિયો પર ચાહકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તેની પોસ્ટ પર ફેન્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે.
ચાહકોએ જોરદાર વખાણ કર્યા
રવિન્દ્ર જાડેજાનો આ વીડિયો પોસ્ટ કર્યા બાદ ફેન્સ પણ સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે, જેમાં તેઓ જાડેજાની આ નવી પ્રતિભા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સાથે તેણે તેના ડાન્સ મૂવની પણ પ્રશંસા કરી છે.
હવે એશિયા કપમાં રમતા જોવા મળશે
ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ બાદ પોતાની આગામી શ્રેણી 3 મેચોની T20 શ્રેણી આયરલેન્ડમાં રમવાની છે. આ પ્રવાસ માટે યુવા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજા આગામી એશિયા કપમાં રમતા જોવા મળશે. આ ઉપરાંત, તે ODI વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે, જેના પ્રદર્શન પર ઘણું નિર્ભર રહેશે.
કેવુ રહ્યું છે કરિયર?
ઉલ્લેખનીય છે કે, ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ભારત માટે અત્યાર સુધીમાં 65 ટેસ્ટ, 174 વનડે અને 64 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટમાં, તેણે 2706 રન બનાવ્યા છે અને 268 વિકેટ લીધી છે, જ્યારે ODIમાં તેણે 2,526 રન બનાવ્યા છે અને 191 વિકેટ લીધી છે, જ્યારે T20 ઇન્ટરનેશનલમાં, જાડેજાએ 457 રન બનાવ્યા છે અને 51 વિકેટ લીધી છે. તે ફિલ્ડિંગમાં પણ કમાલ કરતો આવ્યો છે. એટલા માટે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે એશિયા કપમાં પણ પોતાની શાનદાર રમત બતાવશે.
આ પણ વાંચો - ટીમને અપાવી જીત, પણ કરી એટલી મોટી ભૂલ, હવે ICC એ ફટકારી આ સજા
આ પણ વાંચો - પાકિસ્તાન ક્રિકેટ ટીમને હરાવવું ટીમ ઈન્ડિયા માટે બન્યું અઘરું, PCB એ કર્યો આ મોટો ફેરફાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ