Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-ઓસ્ટ્રેલિયા અંડર-19 શ્રેણીમાં Rahul Dravid ના દીકરાને મળી તક

સમિત દ્રવિડને ભારતીય અંડર-19 ટીમમાં મળ્યું સ્થાન ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી માટે થઇ પસંદગી અંડર-19 ક્રિકેટ: સમિત દ્રવિડને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ટીમમાં સામેલ Samit Dravid Team India Entry : ભારતીય ક્રિકેટના દિગ્ગજ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડને ઓસ્ટ્રેલિયાની અંડર-19...
ભારત ઓસ્ટ્રેલિયા અંડર 19 શ્રેણીમાં rahul dravid ના દીકરાને મળી તક
  • સમિત દ્રવિડને ભારતીય અંડર-19 ટીમમાં મળ્યું સ્થાન
  • ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી માટે થઇ પસંદગી
  • અંડર-19 ક્રિકેટ: સમિત દ્રવિડને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ટીમમાં સામેલ

Samit Dravid Team India Entry : ભારતીય ક્રિકેટના દિગ્ગજ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સામેની આગામી ક્રિકેટ શ્રેણી માટે ભારતીય અંડર-19 ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ શ્રેણીમાં ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. 50 ઓવરની વનડે મેચો પુડુચેરીમાં રમાશે, ત્યારે ચાર દિવસીય મેચો ચેન્નાઈમાં યોજાશે.

Advertisement

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં મળી તક

ભારતના યુવા ખેલાડીઓને ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા સામેની આકરી કસોટીનો સામનો કરવા જઇ રહ્યા છે. આ શ્રેણી અંડર-19 ટીમો વચ્ચે રમાશે, જેમાં ત્રણ 50-ઓવરની મેચો અને બે ચાર-દિવસીય મેચો સમાવિષ્ટ હશે. આ માટે BCCIએ શનિવારે (31 ઓગસ્ટ) અલગ-અલગ ટીમોની જાહેરાત કરી હતી, જેમાં સૌથી લોકપ્રિય નામ પૂર્વ મુખ્ય કોચ અને અનુભવી બેટ્સમેન રાહુલ દ્રવિડના મોટા પુત્ર સમિત દ્રવિડનું છે, જેમણે ટીમ ઈન્ડિયાને T20 જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ હેડ કોચ અને દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડના મોટા દિકરા છે. સમિત દ્રવિડે તાજેતરમાં કર્ણાટકમાં મહારાજા T20 ટ્રોફીના રૂપમાં તેની પ્રથમ વરિષ્ઠ પુરુષોની T20 ટૂર્નામેન્ટ રમી હતી, જ્યાં તે મૈસૂર વોરિયર્સ ટીમનો ભાગ છે. મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા સમિતે અત્યાર સુધી 7 ઇનિંગ્સમાં 114ના સ્ટ્રાઇક રેટથી 82 રન બનાવ્યા છે. ભારતની અંડર-19 ટીમ 21, 23 અને 26 સપ્ટેમ્બરે પુડુચેરીમાં ઑસ્ટ્રેલિયા અંડર-19 સામે ત્રણ 50-ઓવરની મેચ રમશે, ત્યારબાદ 30 સપ્ટેમ્બર અને 7 ઑક્ટોબરે ચેન્નાઈમાં બે ચાર-દિવસીય મેચ રમશે.

Advertisement

સમિત દ્રવિડનું શાનદાર પ્રદર્શન

18 વર્ષીય સમિત દ્રવિડ, જમણા હાથનો ખેલાડી છે, તે બેટિંગ અને બોલિંગ બંનેમાં ઉત્કૃષ્ટ છે. તેણે 2023-24 કૂચ બિહાર ટ્રોફીમાં કર્ણાટકને ખિતાબ જીતાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમિતે 8 મેચોમાં 362 રન બનાવ્યા હતા અને 16 વિકેટ પણ લીધી હતી. જમ્મુ અને કાશ્મીર સામેની 98 રનની ઇનિંગે તેને વધુ પ્રખ્યાત બનાવ્યો હતો. તેનો હાલમાં મહારાજા T20 ટ્રોફીમાં રમવાની તક મળી છે.

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટેની ટીમ

Advertisement

વનડે શ્રેણી માટેની ટીમ

મોહમ્મદ અમાન (કેપ્ટન), રુદ્ર પટેલ (વાઈસ-કેપ્ટન), સાહિલ પારખ, કાર્તિકેય કેપી, કિરણ ચોરમલે, અભિજ્ઞાન કુંડુ (વિકેટકેટર), હરવંશ સિંહ પનગાલિયા (વીકેટ કિપર), સમિત દ્રવિડ, યુધાજીત ગુહા, સમર્થ એન, નિખિલ કુમાર, ચેતન શર્મા, હાર્દિક રાજ, રોહિત રાજાવત, મોહમ્મદ અનન

ચાર દિવસીય શ્રેણી માટેની ટીમ

સોહમ પટવર્ધન (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, નિત્યા પંડ્યા, વિહાન મલ્હોત્રા (વાઈસ-કેપ્ટન), કાર્તિકેય કેપી, સમિત દ્રવિડ, અભિજ્ઞાન કુંડુ (વીકેટ કિપર), હરવંશ સિંહ પંગાલિયા (વીકેટ કિપર), ચેતન શર્મા, સમર્થ એન, આદિત્ય રાવત, નિખિલ કુમાર, અનમોલજીત સિંહ, આદિત્ય સિંહ, મોહમ્મદ અનાન

આ પણ વાંચો:  T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ માટે આ તારીખે તૈયાર રહેજો

Tags :
Advertisement

.