ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympic 2024 Day 5 : આજે ભારતીય ખેલાડીઓનો રહ્યો દબદબો

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો ધમકેદાર પ્રારંભ ભારતીય ખેલાડીઓએ વધારી મેડલની આશા પીવી સિંધુ, લક્ષ્ય સેન અને લવલીનાનો શાનદાર વિજય Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. ભલે આજે કોઈ મેડલ નથી મળ્યો, પરંતુ...
06:56 PM Jul 31, 2024 IST | Hardik Shah
Indian Player in Paris Olympic 2024

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. ભલે આજે કોઈ મેડલ નથી મળ્યો, પરંતુ કેટલાક મહાન ખેલાડીઓએ આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો. ખાસ કરીને, પાંચમા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું છે. પીવી સિંધુથી લઈને બોક્સર લવલીના બોર્ગોહેન સુધીના નામો અહીં ઉલ્લેખનીય છે.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો દમદાર દિવસ

આજનો દિવસ ભારત માટે ઘણો ખાસ રહ્યો છે. આજે બેડમિન્ટનમાં પીવી સિધું અને લક્ષ્ય સેને જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આ સિવાય બોક્સિંગમાં લવલીના બોર્ગોહેને પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ શ્રીજા અકુલાએ ટેબલ ટેનિસ સિંગલ્સ વિમેન્સ રાઉન્ડ ઓફ 32 માં સિંગાપોરની ખેલાડી સામે પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ આગામી 3 ગેમ જીતીને શાનદાર પુનરાગમન કર્યું હતું અને જીત મેળવી હતી. આ સિવાય આજે તીરંદાજીમાં બેક ટુ બેક સળંગ બે મેચ જીતીને દીપિકા કુમારીએ સીધા રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ મેળવી લીધો છે. હવે દીપિકા કુમારી આ વર્ષના ઓલિમ્પિકમાં વધુ એક મેડલ જીતવાની નજીક જઈ રહી છે.

પીવી સિંધુની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી

ભારતને પેરિસ ઓલિમ્પિકમાં પણ પીવી સિંધુ પાસેથી મેડલની આશા છે. હાલમાં પીવી સિંધુએ સતત બે જીત મેળવી છે, જે તેમના શાનદાર પ્રદર્શનનું પ્રતિબિંબ છે. બુધવારે એસ્ટોનિયાની કુબા ક્રિસ્ટિન સામે રમાયેલી મેચમાં પીવી સિંધુએ 21-5 અને 21-10થી જીત મેળવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

લક્ષ્ય સેનનું જબરદસ્ત પ્રદર્શન

સિંધુની જીત બાદ, લક્ષ્ય સેનેની જીતની આશા હતી, અને તેણે ચાહકોને નિરાશ કર્યા વગર શાનદાર વિજય નોંધાવ્યો. પહેલા સેટમાં શરૂઆત સારી ન હોવા છતાં, લક્ષ્ય સેને જોરદાર વાપસી કરી અને ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને 21-18, 21-12થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

શ્રીજા અકુલાએ સિંગાપોરની જિયાન ઝેંગને આપી માત

ભારતીય પેડલર શ્રીજા અકુલાએ બુધવારે પેરિસ ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની રાઉન્ડ ટેબલ ટેનિસ મેચના અંતિમ 16માં પ્રવેશ કરવા માટે તેના સિંગાપોરની હરીફ જિયાન ઝેંગને હરાવી હતી. ભારતીય પેડલરે રાઉન્ડ ઓફ 32 મેચ 4-2 (9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10)થી જીતી હતી. બુધવારે સાઉથ પેરિસ એરેનામાં મેચ 51 મિનિટ સુધી ચાલી હતી.

દીપિકા કુમારીની બેક ટૂ બેક જીત

દીપિકા કુમારીએ આજે પેરિસ ઓલિમ્પિકમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. બેક ટૂ બેક સળંગ બે મેચ જીતીને તેઓ સીધા રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી ચુક્યા છે. હવે દીપિકા કુમારી આ વર્ષના ઓલિમ્પિકમાં વધુ એક મેડલ જીતવાની નજીક જઈ રહી છે. જો કે, અહીંથી પણ તેણે કેટલીક મેચો પોતાના પક્ષમાં જીતવી પડશે. હવે દીપિકા કુમારી ફરી એકવાર 3 ઓગસ્ટે તીરંદાજી માટે મેદાનમાં ઉતરશે.

બોક્સિંગમાં લવલીનાની જીત

ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના બોર્ગોહેને પણ શાનદાર પ્રદર્શન કરીને આજે જીત મેળવી. 16મા રાઉન્ડની મેચમાં લવલીનાએ સુન્નિવા હોફસ્ટેડને 75 કિગ્રા વર્ગમાં 5-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે લવલીનાએ મેડલ માટે દેશવાસીઓની આશાઓને વધુ મજબૂત બનાવી છે.

ઉલ્લેખનીય છે કે, આજના દિવસે ભારતીય ખેલાડીઓએ બેડમિંટન અને બોક્સિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પીવી સિંધુ, લક્ષ્ય સેન અને લવલીના બોર્ગોહેન સહિતના ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યું છે. આપણે આશા રાખીએ છીએ કે આ ખેલાડીઓ આગળ પણ આવું જ શાનદાર પ્રદર્શન કરતા રહેશે અને દેશને પદક અપાવશે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : બોક્સિંગમાંથી ભારત માટે આવ્યા Good News, Lovlina Borgohain નો થયો વિજય

Tags :
ArcheryBadmintonboxingBroadcast in IndiaDay 5 highlightsDeepika KumariGujarat FirstHardik ShahIndia in Paris OlympicsIndia Olympic teamindian athletesIndian forceIndian Forces Paris Olympicsindian playersLakshya SenLOVLINA BORGOHAINMedal expectationsMedal hopesolympic 2024Olympic Games datesOlympic performanceParis 2024 eventsParis OlympicPARIS OLYMPICS 2024Pre-quarterfinalsPV SindhuquarterfinalsSportsSports NewsSreeja AkulaSwapnil KusaleTABLE TENNIS
Next Article