Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paris Olympic 2024 : સચિન બાદ ગાંગુલી વિનેશ ફોગાટના પક્ષમાં શું બોલ્યાં?

વિનેશ ફોગાટ મામલે સૌથી મોટા સમાચાર કૉર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ ગમે ત્યારે સંભળાવશે ચુકાદો તમામ પક્ષોએ કૉર્ટમાં પોતપોતાના સબમિશન રજૂ કર્યા જજે ત્રણેય પક્ષને ત્રણ કલાક સુધી સાંભળ્યા કૉર્ટમાં તમામ દસ્તાવેજી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ કૉર્ટ ઓફ આર્બિટ્રેશન...
paris olympic 2024   સચિન બાદ ગાંગુલી વિનેશ ફોગાટના પક્ષમાં શું બોલ્યાં
Advertisement
  • વિનેશ ફોગાટ મામલે સૌથી મોટા સમાચાર
  • કૉર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ ગમે ત્યારે સંભળાવશે ચુકાદો
  • તમામ પક્ષોએ કૉર્ટમાં પોતપોતાના સબમિશન રજૂ કર્યા
  • જજે ત્રણેય પક્ષને ત્રણ કલાક સુધી સાંભળ્યા
  • કૉર્ટમાં તમામ દસ્તાવેજી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ
  • કૉર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સના ચુકાદા તરફ નજર
  • ઓસ્ટ્રેલિયન જજ એન્નાબેલ બેનેટ સંભળાવશે ચુકાદો
  • સચીન બાદ ગાંગુલીએ પણ કરી વિનેશ ફોગાટની તરફેણ
  • વિનેશ સિલ્વર મેડલ મેળવવા તો હક્કદાર છેઃ ગાંગુલી
  • અમેરિકન બાદ ગોલ્ડ મેડાલિસ્ટ જાપાનીઝ રેસલરની પણ તરફેણ
  • જાપાનીઝ રેસલર રેઇ હિગુચીએ વિનેશને કરી વિનંતી
  • પોતાનું રિટાયરમેન્ટ પરત લેવા હિગુચીની વિનંતી

Paris Olympic 2024 : વિનેશ ફોગાટ (Vinesh Phogat) ના કેસમાં કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) દ્વારા કોઈપણ સમયે ચુકાદો આવી શકે છે. તમામ પક્ષોએ કોર્ટમાં પોતાના તર્ક રજૂ કરી દીધા છે અને જજે તમામ પક્ષોને સાંભળ્યા છે. કોર્ટમાં દસ્તાવેજી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે.

સચિન બાદ ગાંગુલીએ પણ વિનેશ ફોગાટની કરી તરફેણ

આ કેસમાં ઓસ્ટ્રેલિયન જજ એન્નાબેલ બેનેટ ચુકાદો સંભળાવશે. ભારતના બોલિવૂડથી લઇને સ્પોર્ટમેન આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી ચુક્યા છે ત્યારે સચિન તેંડુલકર પછી સૌરવ ગાંગુલીએ પણ વિનેશ ફોગાટની તરફેણમાં નિવેદન આપ્યું છે અને તેમનું માનવું છે કે વિનેશ સિલ્વર મેડલ મેળવવા માટે હક્કદાર છે. અમેરિકન ગોલ્ડ મેડાલિસ્ટ ઉપરાંત જાપાનીઝ ગોલ્ડ મેડાલિસ્ટ રેઇ હિગુચીએ પણ વિનેશને પોતાનું રિટાયરમેન્ટ પરત લેવાની વિનંતી કરી છે. આ કેસમાં હવે તમામની નજર CASના ચુકાદા પર છે. વિશ્વભરમાં લાખો લોકો વિનેશ ફોગાટને ન્યાય મળે તેવી આશા રાખી રહ્યા છે.

Advertisement

Advertisement

વિનેશની નિવૃત્તિની જાહેરાત

ઉલ્લેખનીય છે કે, 8 ઓગસ્ટના રોજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. વિનેશ ફોગાટે કહ્યું કે મા કુસ્તી મારાથી જીતી હતી. હું હારી ગઇ છું, મને માફ કરજો, તમારું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. તેણીએ માફી માંગી અને કહ્યું કે તે હંમેશા તમારા બધાની ઋણી રહેશે.

આ પણ વાંચો:  Vinesh Phogat ના સપોર્ટમાં ઉતર્યા સચિન તેંડુલકર, નિયમોને ટાંકીને કહ્યું આ શું બકવાસ છે...

Tags :
Advertisement

.

×