Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Arshad Nadeem ને મળતી ભેટ જોઈને ભારતીયો બોલ્યા કે આવી....

ઉદ્યોગપતિ ઓલ્ટો કાર Arshad Nadeem ને આપશે Farid Khan ને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે પાકિસ્તાનના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું Arshad Nadeem Gift: પાકિસ્તાની રમતવીર અરશદ નદીમે Paris Olympics 2024 માં એકલા હાથે વર્ષો બાદ સુવર્ણ પદક...
arshad nadeem ને મળતી ભેટ જોઈને ભારતીયો બોલ્યા કે આવી
  • ઉદ્યોગપતિ ઓલ્ટો કાર Arshad Nadeem ને આપશે

  • Farid Khan ને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે

  • પાકિસ્તાનના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું

Arshad Nadeem Gift: પાકિસ્તાની રમતવીર અરશદ નદીમે Paris Olympics 2024 માં એકલા હાથે વર્ષો બાદ સુવર્ણ પદક અપાવ્યું છે. ત્યારે પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાનીઓ તેમને પ્રેમ પીરસી રહ્યા છે. તો બીજી તરફ અરશદ નદીમની આર્થિક પરિસ્થિતિ ઉપરાંત તેના ગામડા અને પારિવારિક જીવનને લઈ અનેક ખબરો સામે આવી રહી છે. તે ઉપરાંત તેમના સસરા દ્વારા જે ભેટ આપવામાં આવી છે, તેને લઈને પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. કારણ કે... તેમના સસરાએ અરશદ નદીમને સુવર્ણ પદક જીતવા બદલ ભેટમાં એક ભેંસ આપી છે.

Advertisement

ઉદ્યોગપતિ ઓલ્ટો કાર Arshad Nadeem ને આપશે

ત્યારે વધુ એક વ્યક્તિએ Gold Medalist Arshad Nadeem ને ખાસ ભેટ આપી છે. પરંતુ આ ભેટને લઈ ચારેય બાજુ ચર્ચાનો માહોલ સર્જાયો છે. તે ઉપરાંત અનેક લોકો ભેટ આપનાર વ્યક્તિની ટીકા અને તેની ભેટનો મજાક ઉડાવી રહ્યા છે. જોકે ભેટ આપનાર વ્યક્તિએ પાકિસ્તાનનો નામચિન ઉદ્યોગપતિ છે. આ પાકિસ્તાની ઉદ્યોગપતિનું નામ Farid Khan છે. ત્યારે Farid Khan એ Gold Medalist Arshad Nadeem ને તેના શાનદાર પ્રદર્શન બદલ એક ઓલ્ટો કાર ભેટ આપવાનું નિવેદન જાહેર કર્યું છે. પરંતુ અનેક લોકો સોશિયલ મીડિયા પર આ ભેટની મજાક ઉડાવી રહ્યા છે.

આ પણ વાંચો: Paris Olympic 2024 : વિનેશ ફોગાટે કર્યો સૌથી મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો

Advertisement

Farid Khan ને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે

સોશિયલ મીડિયા પર લોકો ફરિદ ખાનની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાસ્તવિક રીતે ઉદ્યોગપતિ Farid Khan ને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે, કે આ પ્રકારની નાની ભેટ આપીને તમે Gold Medalist Arshad Nadeem નું એક રીતે અપમાન કરી રહ્યા છે. તો અમુક કહે છે કે, 27 વર્ષના Gold Medalist Arshad Nadeem જેનું વજન 95 કિલો છે, અને આશકે 6 ફૂટની ઉંચાઈવાળો વ્યક્તિ આવી નાની કારમાં કેવી રીતે આવી શકે છે. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ, જ્યારે એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું કે, ભારતમાં લોકો આવી કારને Cab તરીકે પણ ઉપયોગ નથી કરતાં.

Advertisement

પાકિસ્તાનના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું

ઉલ્લેખનીય છે કે, Paris Olympics 2024 માં ભાલા ફેંક સ્પર્ધામાં અરશદ નદીમે 92.97 મીટર દૂર ભાલો ફેંકીને પાકિસ્તાનને સુવર્ણ પદક અપાવ્યું છે. તો બીજી તરફ તેના પછીના ક્રમે 89.45 મીટર દૂર ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ ભાલો ફેંકીને ભારતને સિલ્વર મેડલ અપાવ્યું છે. જોકે પાકિસ્તાનના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે, જ્યારે કોઈ વ્યક્તિગત રીતે Paris Olympics 2024 માં ખેલક્ષેત્રે સુવર્ણ પદક મેળવ્યો હોય.

આ પણ વાંચો: Paris Olympic 2024 : વિવાદો વચ્ચે પૂર્ણ થયો મહાકુંભ, આ પાંચ દેશને મળ્યા સૌથી વધુ Medal

Tags :
Advertisement

.