Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2025 ની ટિકિટોનું વેચાણ શરૂ, જાણો ક્યાંથી અને કેવી રીતે ખરીદી શકશો

IPL 2025 Ticket News : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆત 22 માર્ચ 2025થી થવાની છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થશે.
ipl 2025 ની ટિકિટોનું વેચાણ શરૂ  જાણો ક્યાંથી અને કેવી રીતે ખરીદી શકશો
Advertisement
  • IPL 2025 ટિકિટનું વેચાણ શરૂ
  • પહેલી મેચની ટિકિટની કિંમત 400 રૂપિયાથી શરૂ થઈને 50,000 રૂપિયા
  • ચાહકો પાસે ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પો ઉપલબ્ધ

IPL 2025 Ticket News : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆત 22 માર્ચ 2025થી થવાની છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થશે. આ ઉદ્ઘાટન મેચ કોલકાતાના પ્રખ્યાત ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. IPLની આ સિઝન માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને તેની સાથે જ ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. પહેલી મેચની ટિકિટની કિંમત 400 રૂપિયાથી શરૂ થઈને 50,000 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. ટિકિટના ભાવ ટીમો, સ્ટેડિયમ અને બેઠકની શ્રેણીના આધારે અલગ-અલગ હોય છે, જે ચાહકો માટે વિવિધ વિકલ્પો પૂરા પાડે છે.

ટિકિટ ક્યાંથી ખરીદવી?

IPL મેચોની ટિકિટ ખરીદવા માટે ચાહકો પાસે ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પો ઉપલબ્ધ છે. ઓનલાઈન ટિકિટ ખરીદવા માટે Book My Show, Paytm ઈનસાઈડર, IPLT20.com અને વિવિધ ફ્રેન્ચાઈઝી ટીમોની સત્તાવાર વેબસાઈટ્સનો ઉપયોગ કરી શકાય છે. જો તમે ઓફલાઈન રીતે ટિકિટ લેવાનું પસંદ કરો છો, તો સ્ટેડિયમના બોક્સ ઓફિસ અથવા અમુક રિટેલ આઉટલેટ્સ પરથી પણ ટિકિટ મેળવી શકાય છે. આ બંને વિકલ્પો ચાહકોને તેમની સુવિધા મુજબ ટિકિટ ખરીદવાની સ્વતંત્રતા આપે છે.

Advertisement

ટિકિટની કિંમતોનું માળખું

IPL ટિકિટના ભાવ અનેક પરિબળો પર નિર્ભર કરે છે, જેમાં સ્ટેડિયમનું સ્થાન, રમતી ટીમો અને બેઠકની શ્રેણીનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટિકિટની કિંમત 3,000 રૂપિયાથી શરૂ થઈને 30,000 રૂપિયા સુધી જાય છે. આવી જ રીતે, દરેક સ્ટેડિયમનું પોતાનું અલગ ભાવ માળખું હોય છે. કોલકાતાની પહેલી મેચ માટે 400 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની ટિકિટો ઉપલબ્ધ છે, જે દરેક ચાહક અલગ-અલગ બજેટના ચાહકોને આકર્ષે છે.

Advertisement

ટિકિટ ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો

IPL ટિકિટ ખરીદતી વખતે ચાહકોએ કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:

  • ઝડપથી બુકિંગ કરો: મોટી અને લોકપ્રિય મેચોની ટિકિટો ખૂબ જ ઝડપથી વેચાઈ જાય છે. તેથી, સમયસર ટિકિટ ખરીદીને તમારી સીટ સુરક્ષિત કરવી જરૂરી છે.
  • સત્તાવાર સ્ત્રોતોનો ઉપયોગ: ટિકિટ ખરીદતી વખતે હંમેશા સત્તાવાર અથવા અધિકૃત વેબસાઈટ્સનો જ ઉપયોગ કરો, જેથી છેતરપિંડીનો શિકાર ન બનવું પડે.
  • સૂચનાઓ પર નજર: IPL અને BCCI દ્વારા ટિકિટ સંબંધિત સત્તાવાર જાહેરાતો પર નજર રાખવી મહત્વપૂર્ણ છે, જેથી નવીનતમ માહિતી મળી રહે.

મુંબઈમાં ટિકિટ વેચાણની શરૂઆત

મુંબઈ ઈન્ડિયન્સે તેમની હોમ મેચો માટે ટિકિટ વેચાણ શરૂ કરી દીધું છે. ટીમે ચાહકો માટે ખાસ વ્યવસ્થા કરી છે, જેમાં ફેમિલી મેમ્બરશિપના ગોલ્ડ, સિલ્વર અને જુનિયર સભ્યોને પ્રથમ તબક્કામાં ટિકિટ રિઝર્વ કરવાની તક આપવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સે 3 માર્ચથી ટિકિટ વેચાણનો પ્રથમ રાઉન્ડ શરૂ કર્યો હતો, જે 4 માર્ચ સુધી ચાલ્યો. બીજા તબક્કામાં મુંબઈ ઈન્ડિયન્સ બ્લુના સભ્યો માટે 4 થી 6 માર્ચ સુધી Book My Show પર ટિકિટ ઉપલબ્ધ હતી.

મુંબઈની મેચોની ટિકિટની સ્થિતિ

20 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. 7 એપ્રિલે મુંબઈ અને RCB વચ્ચેની મેચની ટિકિટની કિંમત 999 રૂપિયાથી શરૂ થઈને 21,000 રૂપિયા સુધી ગઈ છે, અને હાલમાં Book My Show પર 10,250 રૂપિયાની ટિકિટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, 17 એપ્રિલે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચેની મેચ તથા 31 માર્ચે મુંબઈ અને કોલકાતા વચ્ચેની મેચની ટિકિટો 4,875, 10,250 અને 21,000 રૂપિયામાં ઉપલબ્ધ છે. જોકે, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાનારી મુંબઈ અને ચેન્નાઈની મેચનું ટિકિટ વેચાણ હજુ શરૂ થયું નથી.

આ પણ વાંચો  :  પાકિસ્તાન ક્રિકેટનું શું થશે? ચાલું મેચે ડ્રેસિંગરૂમમાં સુઇ ગયો બેટ્સમેન, મળી આ સજા

Tags :
Advertisement

Related News

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
રાષ્ટ્રીય

Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

featured-img
રાષ્ટ્રીય

Karnataka માં મુસ્લિમ આરક્ષણ પર રવિશંકર પ્રસાદનું મોટું નિવેદન, કહ્યું- બદલાવ થઈ રહ્યો છે...

×

Live Tv

Trending News

.

×