Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલીઓ વધી, IPL 2024 માં કપ્તાન હાર્દિક પંડયાની હાજરી ઉપર પ્રશ્નચિહ્ન

IPL 2024  શૂરું થાય એ પહેલા જ વિવાદોનો દોર શૂરૂ થઈ ગયો છે, આ વખતે પોતાની ટીમના સફળ કપ્તાનના સ્થાને ભારતના ઓલ રાઉંડરને હાથમાં ટીમની કમાન સોંપનાર મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મુંબઈનો...
03:23 PM Dec 23, 2023 IST | Harsh Bhatt

IPL 2024  શૂરું થાય એ પહેલા જ વિવાદોનો દોર શૂરૂ થઈ ગયો છે, આ વખતે પોતાની ટીમના સફળ કપ્તાનના સ્થાને ભારતના ઓલ રાઉંડરને હાથમાં ટીમની કમાન સોંપનાર મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મુંબઈનો કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2024 માંથી બહાર થઈ શકે છે.

શું હાર્દિક પંડયા થશે IPL 2024 ની બહાર ?  

જો ટીમના નવા સુકાની હાર્દિક પંડ્યા IPL માંથી બહાર થશે તો મુંબઈની ચાલ તેના પર ભારે પડે એમ છે.  હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સનો કપ્તાન બનાવ્યા બાદ ટીમને અને સ્ટાફને ઘણી નિંદાનો સામનો કરવો પડયો હતો.  મુંબઈએ સૌપ્રથમ હાર્દિકને ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રેડ કર્યો, અને તેના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક કેમેરોન ગ્રીનને મુક્ત કર્યો, ત્યાર બાદ મુંબઈએ રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ લઈ હાર્દિક પંડ્યાને સોંપી હતી. પરંતુ હવે BCCI ના સૂત્રોનું કહેવું છે કે હાર્દિક પંડ્યા IPL ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.

અફઘાનિસ્તાન સામેની ટી20 શ્રેણીમાં પણ હાર્દિકની હાજરી અનિશ્ચિત 

ભારતીય ટીમનો સ્ટાર ઓલ રાઉંડર હાર્દિક પંડયા  ICC વર્લ્ડ કપ 2023 દરમિયાન જ  ઈજાગ્રસ્ત થયા હતા. પંડ્યા હજુ સુધી તે ઈજામાંથી બહાર આવ્યો નથી. ઈજાના કારણે હાર્દિક ન તો ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 5 મેચની T20 શ્રેણીનો ભાગ બની શક્યો અને ન તો તે દક્ષિણ આફ્રિકા સામેની ODI અને T20 શ્રેણીનો ભાગ બની શક્યો. હવે પંડ્યા માટે અફઘાનિસ્તાન સામેની ટી20 શ્રેણીમાં પણ વાપસી કરવી મુશ્કેલ બની રહી છે. એટલું જ નહીં, એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પંડ્યાની ઈજા હજુ પણ ગંભીર છે, તેથી તે સમગ્ર આઈપીએલ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો પડી શકે છે.

હાર્દિક નહીં તો કોણ બનશે કપ્તાન 

જો આવું થાય કે હાર્દિક IPL ની બહાર થાય તો અહી મોટો પ્રશ્ન મુંબઈ ઇંડિયનની કપ્તાનીનો ઊભો થશે. શું હાર્દિકની ગેરહાજરીમાં રોહિત ફરીથી ટીમનુ સુકાનીપદ સંભાળવા માટે તૈયાર થશે કે પછી મુંબઈની ટીમે સૂર્યકુમાર યાદવના રૂપમાં નવા ચહેરા તરફ નજર કરવી પડશે.

 

આ પણ વાંચો -- WFI Election: WFI માં જાતિય શોષણની સમસ્યા પર વધું એક ખેલાડીએ પદ્મશ્રીનો ત્યાગ કર્યો

Tags :
BCCIcaptainHardik PandyaIPL 2024Mumbai Indiansrohit sharma
Next Article