IPL 2024: ખરાબ પ્રદર્શન બાદ MI એ પોતાની ટીમમાં કર્યો મોટો ફેરફાર, આ દિગ્ગજ ખેલાડીનો કર્યો સમાવેશ
Mumbai Indians, Vishnu Vinod, Harvik Desai: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની (IPL 2024) 25 મી મેચમાં આજે મુંબઇ ઇન્ડિયન્સની સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સામે થશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ અગાઉ મુંબઇ ઇન્ડિયન્સમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમમાં રમાશે. આ મેચ પહેલા મુંબઇ ઇન્ડિયન્સે મોટો ફેરફાર કર્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે વિષ્ણુ વિનોદના રિપ્લેસમેન્ટ તરીકે વિકેટકીપર બેટ્સમેન હાર્વિક દેસાઇને પોતાની સાથે જોડ્યો છે. વિનોદ ઇજાના કારણે હાલની સિઝનમાં બહાર થઇ ગયો હતો.
વિનોદનો હાથ થયો છે ઇજાગ્રસ્ત
કેરળના ખેલાડી વિષ્ણુ વિનોદ ઇજાને કારણે IPL ની 17 મી સીઝનમાંથી બહાર થઇ ચુક્યા છે. વિનોદના ડાબા હાથમાં ઇજા થઇ હતી અને તે ટૂર્નામેન્ટની આ સીઝનમાં ભાગ નહી લઇ શકે. સૌરાષ્ટ્રના વિકેટકિપર બેટ્સમેન હાર્વિક દેસાઇ IPL 2024 માટે મુંબઇ ઇન્ડિયન્સમાં સમાવવામાં આવ્યો છે. અંડર 19 વર્લ્ડ કપ વિજેતા હાર્વિકે 2018-19 સીઝનમાં તમામ ફોર્મેટમાં સ્થાનિક ર્કિકેટમાં ડેબ્યું કર્યું હતું.
સૌરાષ્ટ્રના મહત્વના ખેલાડી છે હાર્વિક
હાર્વિક દેસાઇ ગત્ત થોડા વર્ષોમાં સૌરાષ્ટ્રના મુખ્ય ખેલાડી રહી ચુક્યા છે અને તે પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા છે. યુવા ખેલાડી IPL માં પોતાની પ્રતિભા દેખાડવા માટે લાંબા સમયથી રાહ જોઇ રહ્યો હતો. દેસાઇ 2018 માં ભારતની અંડર 19 વર્લ્ડ કપ ટીમનો હિસ્સો પણ રહી ચુક્યો છે. શુભમન ગિલ, શિવમ માવી પણઆ ટીમનો સભ્યો હતા. દેસાઇએ ફાઇનલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિજયની હીટ લગાવીને કર્યો હતો.
મુંબઇ બીજી જીત માટે તરસી રહ્યું છે
IPL 2024 માં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન અત્યાર સુધી ખાસ નથી રહ્યું. ટીમને પોતાની પ્રથમ 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ટીમને ગત્ત મેચમાં જીત મળી હતી. ત્યાર બાદ ટીમને ગત્ત મેચમાં જીત મળી હતી. મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 29 રનથી પરાજીત કર્યું હતું. તે અગાઉ મુંબઇને ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોલ્સની સામ પરાજીત થવું પડ્યું હતું.