Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

INDvsSA: એક બોલરે છીનવી લીધી ભારતની જીત,કરણ ચક્રવર્તીની મહેનત પર પાણી ફરી વળ્યું

IND vs SA 2nd T20 Match Report : દક્ષિણ આફ્રિકાએ બીજી T20 મેચમાં ભારતને 3 વિકેટે હરાવ્યું છે. આ સાથે આફ્રિકાએ ચાર ટી20 મેચોની શ્રેણી એક પોઈન્ટથી બરાબર કરી લીધી છે.
indvssa  એક બોલરે છીનવી લીધી ભારતની જીત કરણ ચક્રવર્તીની મહેનત પર પાણી ફરી વળ્યું
Advertisement

IND vs SA 2nd T20 Match Report : દક્ષિણ આફ્રિકાએ બીજી T20 મેચમાં ભારતને 3 વિકેટે હરાવ્યું છે. આ સાથે આફ્રિકાએ ચાર ટી20 મેચોની શ્રેણી એક પોઈન્ટથી બરાબર કરી લીધી છે. આ લો સ્કોરિંગ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 124 રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન દક્ષિણ આફ્રિકાએ 6 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ અને ગેરાલ્ડ કોએત્ઝીએ આફ્રિકાની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ભારતના તમામ બેટ્સમેન ફ્લોપ રહ્યા

આજની મેચમાં ભારતીય ટીમ માટે અભિષેક શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો. જે માત્ર 4 રન બનાવી શક્યો હતો. છેલ્લી મેચમાં સદી ફટકારનાર સંજુ સેમસન આ મુકાબલામાં શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ તેના બેટમાંથી માત્ર 4 રન ઉપજ્યા હતા. તિલક વર્માને ફરી શરૂઆત મળી, પરંતુ 20 રનને મોટી ઇનિંગમાં બદલી શક્યા નહીં. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન બનાવ્યા હતા, પરંતુ 45 બોલમાં 39 રન ફટકારવા બદલ તે ઘણો ટ્રોલ થયો હતો.

Advertisement

એક બોલરે ભારત પાસેથી જીત છીનવી લીધી

125 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત પણ સારી રહી ન હતી. આફ્રિકન ટીમે 44 રનના સ્કોર સુધી 3 વિકેટ ગુમાવી દીધી હતી અને 86 રનનો સ્કોર આવ્યો ત્યાં સુધીમાં ટીમના 7 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. અહીંથી, ટ્રિસ્ટન સ્ટબ્સ અને ગેરાલ્ડ કોએત્ઝી વચ્ચેની અણનમ 42 રનની ભાગીદારીએ આફ્રિકન ટીમની જીત સુનિશ્ચિત કરી. કોએત્ઝીને બોલર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અંતે તેણે 9 બોલમાં 19 રનની કેમિયો ઇનિંગ રમીને પોતાની ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

Advertisement

Tags :
Advertisement

.

×