Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

India's Olympic History : 1900થી 2024 સુધી જાણો કેવી રહી છે સિદ્ધિ માટે ભારતની સફર

India's Olympic History : રમતગમત ક્ષેત્રનું વિશ્વનું સૌથી મોટું મંચ એટલે ઓલિમ્પિક્સ. ગણતરીના દિવસોમાં આ મોટી ઈવેન્ટ્સની શરૂઆત થવા જઇ રહી છે. આ વખતે પેરિસમાં ઓલિમ્પિકસ થવાનો છે. જેમા ભારતના 117 જેટલા ખેલાડીઓ ભાગ લેવાના છે. કાઉન્ટડાઉન શરૂ થઇ ગયો...
india s olympic history   1900થી 2024 સુધી જાણો કેવી રહી છે સિદ્ધિ માટે ભારતની સફર

India's Olympic History : રમતગમત ક્ષેત્રનું વિશ્વનું સૌથી મોટું મંચ એટલે ઓલિમ્પિક્સ. ગણતરીના દિવસોમાં આ મોટી ઈવેન્ટ્સની શરૂઆત થવા જઇ રહી છે. આ વખતે પેરિસમાં ઓલિમ્પિકસ થવાનો છે. જેમા ભારતના 117 જેટલા ખેલાડીઓ ભાગ લેવાના છે. કાઉન્ટડાઉન શરૂ થઇ ગયો છે અને ખેલાડીઓની સાથે દેશની જનતાના દબકારા પણ વધી રહ્યા છે. આ ઓલિમ્પિકમાં ભારતને સૌથી વધુ મેડલ મળે તેવી આશા છે. જોકે, આ પહેલા એટલે કે ઓલિમ્પિક રમતોમાં ભારતના પ્રદર્શનની વાત કરીએ તો તે ખાસ રહ્યું નથી. પરિસમાં વર્ષ 1900 માં યોજાયેલા ઓલિમ્પિકથી લઇને ટોક્યો 2020 સુધી ભારતને માત્ર 35 મેડલ જીતવામાં સફળતા મળી છે.

Advertisement

હોકીમાં ભારતનો રેકોર્ડ, 8 ગોલ્ડ મેડલ જીત્યા

ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો ઈતિહાસ 124 વર્ષ જૂનો છે. પેરિસ 1900 થી ટોક્યો 2020 સુધી, ઓલિમ્પિક સાથે ભારતનો સંબંધ ખૂબ જ ખાસ રહ્યો છે. ટોક્યો 2020 ભારત માટે સૌથી સફળ વર્ષ રહ્યું હતું અને હવે દેશની નજર પેરિસ ઓલિમ્પિકમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન પર છે. ઓલિમ્પિક સ્ટેજ પર હોકીમાં ભારતનો ઈતિહાસ એકદમ સુવર્ણ છે. હોકીમાં ભારતનો રેકોર્ડ 8 ગોલ્ડ મેડલ છે જેમાંથી 6 સળંગ છે. આ એવા આંકડા છે જે આ પ્લેટફોર્મ પર ભારતની ક્ષમતાની સાક્ષી આપે છે. કેડી જાધવ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી હતા. જાધવે 1952 હેલસિંકી ઓલિમ્પિકમાં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ પછી, વ્યક્તિગત ઇવેન્ટ્સમાં, અભિનવ બિન્દ્રાએ બેઇજિંગ 2008માં ઐતિહાસિક ગોલ્ડ અને ટોક્યો 2020માં નીરજ ચોપરા દ્વારા પ્રથમ ટ્રેક-એન્ડ-ફિલ્ડ ગોલ્ડ સામેલ છે.

ભારતે અત્યાર સુધી કુલ 35 મેડલ્સ જીત્યા

ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 16 બ્રોન્ઝ સહિત કુલ 35 મેડલ્સ જીત્યા છે. આ 35 મેડલ્સ અલગ-અલગ 8 રમતોમાં જીત્યા છે. જેમાથી ભારતે હોકીમાં સૌથી વધુ 12 મેડલ જીત્યા છે. તે પછી રેસલિંગમાં 7, શૂટિંગમાં 4, એથ્લેટિક્સમાં 3, બેડમિન્ટનમાં 3, બોક્સિંગમાં 3, વેઈટલિફ્ટિંગમાં 2 અને ટેનિસમાં 1 મેડલ જીત્યા છે. વર્ષ 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ટોક્યોમાં ભારતે 7 મેડલ જીત્યા હતા. ભારતે રેસલિંગમાં 2, એથ્લેટિક્સમાં 1, વેઈટલિફ્ટિંગમાં 1, હોકીમાં 1, બોક્સિંગમાં 1, બેડમિન્ટનમાં 1 મેડલ જીત્યો હતો.

Advertisement

ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રદર્શન

વર્ષએથલીટમેડલસ્થાન
પેરિસ 19001217
એન્ટવર્પ 19205--
પેરિસ 192413--
એમ્સ્ટરડેમ 192822123
લોસ એન્જલસ 193218119
બર્લિન 193627120
લંડન 194886122
હેલસિંકી 195264226
મેલબોર્ન 195659124
રોમ 196045132
ટોક્યો 196453124
મેક્સિકો સિટી 196825142
મ્યુનિક 197246143
મોન્ટ્રીયલ 197626--
મોસ્કો 198052123
લોસ એન્જલસ 198447--
સિઓલ 198843--
બાર્સેલોના 199246--
એટલાન્ટા 199640171
સિડની 200044171
એથેન્સ 200473165
બેઇજિંગ 200857350
લંડન 201283655
રિયો ડી જાનેરો 2016117267
ટોક્યો 2020126748

આ પણ વાંચો: Paris Olympics 2024 : જાણો 128 વર્ષ જૂના ઓલિમ્પિકના ગૌરવશાળી ઈતિહાસ વિશે

Advertisement
Tags :
Advertisement

.