Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં મેળવી વધુ એક સિદ્ધી, પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો

ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ પાવો નુર્મી ગેમ્સમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે 89.03 મીટર ભાલો ફેંકીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. નીરજ ચોપરાએ તેના 87.58 મીટરના રાષ્ટ્રીય રેકોર્ડને પાછળ છોડી દીધો છે, જે તેણે ટોક્યો ઓલિમ્પિક દરમિયાન હાંસલ કર્યો હતો.નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં ચાલી રહેલી પાવો નુર્મી ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. નીàª
નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં મેળવી વધુ એક સિદ્ધી  પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો
ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ પાવો નુર્મી ગેમ્સમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે 89.03 મીટર ભાલો ફેંકીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. નીરજ ચોપરાએ તેના 87.58 મીટરના રાષ્ટ્રીય રેકોર્ડને પાછળ છોડી દીધો છે, જે તેણે ટોક્યો ઓલિમ્પિક દરમિયાન હાંસલ કર્યો હતો.
નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં ચાલી રહેલી પાવો નુર્મી ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. નીરજ ચોપરાએ 89.03 મીટર લાંબો થ્રો ફેંક્યો હતો. મહત્વનું છે કે, ગયા વર્ષે ઓલિમ્પિકમાં તેણે 87.58 મીટર દૂર ભાલો ફેંક્યો હતો, ત્યારબાદ તેને ગોલ્ડ મળ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકના લગભગ 10 મહિના પછી નીરજની આ પહેલી ટૂર્નામેન્ટ હતી. 24 વર્ષના નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં 86.92 મીટરનો થ્રો ફેંક્યો હતો. ત્રીજા, ચોથા અને પાંચમા પ્રયાસમાં પણ તેણે પૂરો જોર લગાવ્યો, પરંતુ તે માત્ર 85.85 મીટરનો સ્કોર જ મેળવી શક્યો. 
Advertisement

મહત્વનું છે કે, પાવો નુર્મી વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ટૂરમાં ગોલ્ડ ઈવેન્ટ છે. તેને ડાયમંડ લીગ પછીની સૌથી મોટી ટ્રેક-એન્ડ-ફીલ્ડ સ્પર્ધા ગણવામાં આવે છે. ઓલિવિયર હેલેન્ડરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 89.93 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં નીરજ ચોપરાએ પોતાના સપનાનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, તેનું લક્ષ્ય 90 મીટર સુધી ભાલા ફેંકવાનું છે. જો નીરજ આમાં સફળ થશે તો તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ થ્રોઅર બની જશે.
ઓલિમ્પિક બાદ નીરજે લગભગ 13 કિલો વજન વધાર્યું હતું. જોકે, હવે તેણે સખત તાલીમ બાદ ફરીથી ફિટનેસ મેળવી લીધી છે. નીરજ ચોપરાની નજર હવે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં મેડલ પર છે. ટોક્યો ઓલિમ્પિક 2022ના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેના પ્રદર્શન અને નવા રાષ્ટ્રીય રેકોર્ડ બાદ ચાહકોની અપેક્ષાઓ પણ ઘણી વધી ગઈ છે. કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં નીરજ શું કરે છે તે જોવું રહ્યું. કોમનવેલ્થ ગેમ્સ બર્મિંગહામમાં 28 જુલાઈથી શરૂ થશે.
Tags :
Advertisement

.