IND vs AUS 2nd Test : પ્રથમ ઇનિંગની ભૂલ બીજી ઇનિંગમાં પણ!
- એડિલેડમાં ઑસ્ટ્રેલિયાના 337 રન, ભારતને આપી 157 રનની લીડ
- ટ્રેવિસ હેડની શાનદાર સદી, ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધારી
- ભારતીય બેટ્સમેન ફરી નિષ્ફળ, રોહિત-વિરાટનું નબળું પ્રદર્શન
- ટીમ ઈન્ડિયા પર દબાણ, ઓસ્ટ્રેલિયાની મજબૂત લીડ
IND vs AUS 2nd Test : ટીમ ઈન્ડિયા એકવાર ફરી મુશ્કિલ પરિસ્થિતિમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. Rohit Sharma and Virat Kohli જેવા દિગ્ગજે એકવાર ફરી પ્રથમ ઇનિંગની ભૂલનું પુનરાવર્તન કર્યું છે. જીહા, ટીમ ઈન્ડિયાના આ બંને સ્ટાર બેટ્સમેન જલ્દી જ પેવેલિયન પરત ફર્યા છે. જેના કારણે હવે ભારત પર હારનો ખતરો વધી ગયો છે.
ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સનો અંત
એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પિંક બોલથી રમાઈ રહેલી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ભારતના 180 રનના જવાબમાં આજે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન 337 રન કરી શક્યા હતા. સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડ (140)એ સૌથી વધુ રન બનાવ્યા હતા. ડિનર બ્રેક બાદ પહેલા જ બોલ પર મોહમ્મદ સિરાજે મિચેલ સ્ટાર્કને આઉટ કર્યો હતો. સ્ટાર્ક 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સિરાજે સ્કોટને ક્લીન બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો.
પ્રથમ ઇનિંગની ભૂલ બીજી ઇનિંગમાં પણ!
જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં તમામ વિકેટ ગુમાવીને 337 રન બનાવ્યા છે. ટીમે 157 રનની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 180 રન બનાવ્યા હતા. જ્યારે પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન કર્યું ત્યારે એવું લાગી રહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો બીજી ઇનિંગમાં સારૂં પ્રદર્શન કરશે પણ હાલમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. બીજી ઇનિંગમાં અત્યાર સુધી ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ (7) અને યશસ્વી જયસ્વાલ (24) રન બનાવીને આઉટ થયા છે. વિરાટ કોહલી પણ 21 બોલમાં માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. શુભમન ગિલે 30 બોલમાં 28 રન બનાવ્યા હતા. આટલું ઓછું હતું કે, કેપ્ટન રોહિત શર્મા પણ પેવેલિયન પરત ફર્યા છે. જીહા, રોહિત શર્મા 15 બોલમાં માત્ર 6 રન બનાવીને આઉટ થઇ ગયો છે. તેનું ખરાબ પ્રદર્શન યથાવત છે.
બીજા દિવસની શરૂઆત ભારત માટે સારી રહી
ટીમ ઈન્ડિયા માટે આજે બીજા દિવસની શરૂઆત સારી રહી હતી. જસપ્રીત બુમરાહે મેકસ્વીની અને સ્ટીવ સ્મિથની મોટી વિકેટ લીધી હતી, જ્યારે નીતિશ રેડ્ડીએ ખતરનાક દેખાતા માર્નસ લાબુશેનને બહારનો રસ્તો બતાવ્યો હતો. માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડની મજબૂત ઇનિંગ્સની મદદથી ઓસ્ટ્રેલિયા ભારત પર 157 રનની લીડ મેળવવામાં સફળ રહ્યું. ટી-બ્રેક બાદ આર અશ્વિને મિશેલ માર્શને આઉટ કરીને ભારતને પ્રથમ અને એકંદરે 5મી સફળતા અપાવી હતી. જો કે, આ પછી ટ્રેવિસ હેડે સદી ફટકારી, મોહમ્મદ સિરાજે એલેક્સ કેરીને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. આ પછી સિરાજે હેડને 140ના વ્યક્તિગત સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો હતો. બુમરાહે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ (12)ને ક્લીન બોલ્ડ કર્યો હતો.
આ પણ વાંચો: IND vs AUS 2nd Test : પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના દબદબામાં ટીમ ઈન્ડિયા ધરાશાયી!