IND vs NZ : મારું માનો 'હું કહું છું તે OUT છે', જુઓ સરફરાઝ ખાનનો આ Funny Video
- સરફરાઝ ખાનની જીદે ભારતને મળી વિલ યંગની વિકેટ!
- સરફરાઝ ખાનનો રમુજી અંદાજ: કેપ્ટન રોહિત શર્માને રિવ્યુ લેવા કર્યો ફોર્સ
- સરફરાઝ ખાનની જીદે ભારતને મળી મહત્વપૂર્ણ વિકેટ
Sarfraz Khan Viral Video : ભારત અને ન્યુઝીલેન્ડ સીરીઝની બીજી મેચ આજથી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં શરૂ થઈ ગઇ છે. આ મેચના પહેલા દિવસે લંચ બ્રેક પહેલા સરફરાઝ ખાન (Sarfraz Khan) ની જીદના કારણે ભારતને વિલ યંગની મહત્વની વિકેટ મળી હતી. જણાવી દઇએ કે, વિલ યંગ મેદાનમાં પગ જમાઈ લીધો હતો, ત્યારે એક બોલ તેના બેટની બહારની ધારને લઈને પંતના ગ્લવ્ઝમાં ગયો હતો. પરંતુ અહીં પંત અને તેના સાથી ખેલાડીઓ મૂંઝવણમાં દેખાતા હતા કે બોલ તેના બેટની બહારની ધારને અડ્યો છે કે નહીં, પરંતુ અહીં સરફરાઝ સંપૂર્ણ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહ્યો હતો અને તેણે કેપ્ટન રોહિત શર્માને રિવ્યુ લેવાનો આગ્રહ કર્યો હતો. અંતે 'હિટમેન' શર્માએ પણ રિવ્યુ લીધો અને નિર્ણય ભારતીય ટીમની તરફેણમાં આવ્યો.
સરફરાઝ ખાનનો રમુજી અંદાજ
લંચ બ્રેક પહેલા ન્યુઝીલેન્ડે બે વિકેટે 92 રન બનાવી લીધા હતા અને બંને વિકેટ આર અશ્વિનના ખાતામાં ગઈ હતી. વાસ્તવમાં, તે 24મી ઓવરનો છેલ્લો બોલ હતો અને વિલ યંગ એક બોલ રમ્યો ત્યારે બોલ તેના બેટને અડીને ગયો હતો, જેને વિકેટકીપર રિષભ પંતે કેચ કર્યો હતો. પરંતુ બોલે બેટની એટલી હળવી ધાર લીધી કે બહુ ઓછો અવાજ આવ્યો. અમ્પાયરે વિલ યંગને આઉટ આપ્યો ન હતો અને આર અશ્વિન અને રિષભ પંતે અપીલ કરી હતી, પરંતુ તેમની અપીલમાં વધુ તાકાત નહોતી. સરફરાઝ ખાન શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને તેને ખાતરી હતી કે બોલ વિલ યંગના બેટને સ્પર્શી ગયો હતો. રોહિત શર્માએ નક્કી કરવાનું હતું કે તેણે આ માટે રિવ્યૂ લેવો જોઈએ કે નહીં. પંત બહુ આત્મવિશ્વાસુ દેખાઈ રહ્યો ન હતો, પરંતુ સરફરાઝ મક્કમ હતો કે તેણે સાંભળ્યું હતું કે બોલ બેટને સ્પર્શ્યો હતો. સરફરાઝના આગ્રહ પર રોહિતે રિવ્યુ લીધો અને રિપ્લેમાં વિલ યંગનું બેટ બોલને સ્પર્શતું જોવા મળ્યું હતું, જેના પછી ફિલ્ડ અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો.
in #2nd_Test
Keeper Bowler Captain kisi ko nahi Suna
Sarfaraz khan Bola Please Mujh Par Bharosa Karo.#INDvsNZ pic.twitter.com/wkyTUNmMqp— A. Wahid (@A__Wahid) October 24, 2024
શ્રેણીમાં ભારત 0-1થી પાછળ
આ રીતે ન્યુઝીલેન્ડે 76 રનમાં બીજી વિકેટ ગુમાવી હતી. પ્રથમ મેચમાં જોરદાર પ્રદર્શન કરનાર ડેવોન કોનવે ફરી એકવાર ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યો છે. જ્યારે કેપ્ટન ટોમ લાથમ 15 રન બનાવીને આર અશ્વિનના બોલ પર LBW આઉટ થયો હતો. વિલ યંગે 18 રનની ઇનિંગ રમી હતી. ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તે શ્રેણીમાં 0-1થી પાછળ છે. ઉલ્લેખનીય છે કે, મેચ શરૂ થવાની સાથે જ ભારતનો સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિન પણ નંબર વન બોલર બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના મહાન બોલરોમાંથી એક નાથન લિયોનને પાછળ છોડી દીધો છે. હવે અશ્વિનથી આગળ કોઈ નથી. અહીં અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસ વિશે વાત કરી રહ્યા છીએ, જ્યાં અશ્વિન હવે સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે.
આ પણ વાંચો: પાકિસ્તાનની જનતા જ નહીં ત્યાની મીડિયા પણ અભણ! સ્ટોક્સને સવાલ કરતા જર્નાલિસ્ટની સાંભળો કેવી છે English