Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વરસાદના કારણે ભારત-ન્યૂઝીલેન્ડ મેચ ટાઈ, ટીમ ઈન્ડિયાએ 1-0થી જીતી સીરીઝ

ભારત અને ન્યૂઝીલેન્ડ (IND  vs NZ) વચ્ચેની ત્રણ મેચની T20 સીરીઝ પૂરી થઈ ગઈ છે. જોકે, આ શ્રેણી સારી રીતે ખતમ થઈ નથી તેમ છતા ટીમ ઈન્ડિયા 1-0થી આ સારીઝ જીતી ગઈ છે. વરસાદના કારણે નેપિયરમાં ત્રીજી T20 મેચ 40 ઓવર પૂરી કરી શકી ન હોતી અને DLSને કારણે મેચ ટાઈ થઈ હતી. વળી, વેલિંગ્ટનમાં પ્રથમ મેચ ટોસ વિના રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ બીજી મેચ જીતીને શ્રેણી પણ 1-0થી જીતી લીધી છે. હાર્દિક પંડ્યાની કપà«
વરસાદના કારણે ભારત ન્યૂઝીલેન્ડ મેચ ટાઈ  ટીમ ઈન્ડિયાએ 1 0થી જીતી સીરીઝ
ભારત અને ન્યૂઝીલેન્ડ (IND  vs NZ) વચ્ચેની ત્રણ મેચની T20 સીરીઝ પૂરી થઈ ગઈ છે. જોકે, આ શ્રેણી સારી રીતે ખતમ થઈ નથી તેમ છતા ટીમ ઈન્ડિયા 1-0થી આ સારીઝ જીતી ગઈ છે. વરસાદના કારણે નેપિયરમાં ત્રીજી T20 મેચ 40 ઓવર પૂરી કરી શકી ન હોતી અને DLSને કારણે મેચ ટાઈ થઈ હતી. વળી, વેલિંગ્ટનમાં પ્રથમ મેચ ટોસ વિના રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ બીજી મેચ જીતીને શ્રેણી પણ 1-0થી જીતી લીધી છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમને હજુ સુધી T20 ઈન્ટરનેશનલમાં હારનો સામનો કરવો પડ્યો નથી અને બીજી શ્રેણી પણ જીતી છે.
DLSના કારણે મેચ ટાઈ થઈ
આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ વરસાદને કારણે સંપૂર્ણ રીતે રમાઈ શકી ન હોતી. મેચ ટાઈ રહી હતી અને શ્રેણી ભારતે કબજે કરી હતી. બીજી T20 મેચમાં ભારતે શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે કોનવે (59) અને ફિલિપ્સ (54)એ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. બીજી ઇનિંગમાં ભારતે નવ ઓવરમાં 75 રન બનાવ્યા હતા. DLS પદ્ધતિથી સ્કોર સમાન રહ્યો અને અમ્પાયરોએ મેચને ટાઈ જાહેર કરી. ભારત તરફથી અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે ચાર-ચાર વિકેટ લીધી હતી.
Advertisement

પંત એકવાર ફરી રહ્યો Fail
આ મેચમાં પણ 160 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે વરસાદને ક્યાંકને ક્યાંક ધ્યાનમાં રાખ્યો હતો કારણ કે વિકેટો પડવા છતાં રન રેટ ઓછો ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જોકે, આ મેચમાં રિષભ પંતે ઓપનર તરીકે ફરી નિરાશ કર્યો હતો. પંતે 5 બોલમાં બે ચોક્કાની મદદથી 11 રન બનાવ્યા હતા. ટિમ સાઉદીએ તેને ચાલતા કર્યો હતો. પંતને આગામી ઓપનર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે પરંતુ આ પ્રયોગ સફળ થતો જણાઇ રહ્યો નથી. આ પહેલા ઈશાન કિશન 11 બોલમાં 10 રનની ધીમી ઈનિંગ રમીને મિલ્નેનો શિકાર બન્યો હતો અને ભારતે 21 રનમાં પોતાના ઓપનરો ગુમાવ્યા હતા. પછીનો મોટો ફટકો શ્રેયસ અય્યરના રૂપમાં આવ્યો જે શોર્ટ બોલ પર ગોલ્ડન ડક થયો. અહીં ચાહકો ચોક્કસપણે ગુસ્સે થયા હશે કે આવા ખેલાડીઓ માટે સંજુ સેમસનને પડતો મૂકવામાં આવ્યો છે.
કેવી રહી હાર્દિકની કેપ્ટનશીપ?
T20 વર્લ્ડ કપ 2022 બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બ્રેક મળ્યો અને કેપ્ટનશિપની જવાબદારી હાર્દિક પંડ્યાને આપવામાં આવી. હાર્દિકે IPLમાં પોતાની કેપ્ટનશિપ સાબિત કરી છે. આ સિવાય તેણે આયર્લેન્ડ પ્રવાસ પર T20 ફોર્મેટમાં પણ પોતાની કેપ્ટનશિપથી પ્રભાવિત કર્યા હતા. હાર્દિક સામેથી લીડિંગ કરવામાં માને છે અને તેણે તેની ફિલ્ડ સેટિંગ અને બોલિંગની વિવિધતાઓથી પણ પ્રભાવિત કર્યા છે.
હાર્દિક અને સૂર્યકુમારને મળ્યો નસીબનો સાથ
આ પછી કેપ્ટન હાર્દિક પંડ્યાએ કેટલાક તોફાની શોટ ફટકાર્યા. જોકે, હાર્દિક અને સૂર્યકુમાર યાદવ લાંબો સમય સુધી નસીબદાર ન રહી શક્યા કારણ કે એક ફોર અને સિક્સ ફટકારનાર સૂર્યકુમાર આ વખતે 10 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. બીજા છેડે હાર્દિક પંડ્યાએ 18 રન બનાવ્યા હતા અને દીપક હુડા 9 બોલમાં 9 રન બનાવીને તેનો સાથ આપી રહ્યો હતો. ત્યારબાદ વરસાદના કારણે 9 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને સ્કોર 75 રન હતો, જે ડકવર્થ-લુઈસ નિયમ અનુસાર મેચના પરિણામ માટે ટાઈ હતો.
ભારત (પ્લેઇંગ ઇલેવન)
ઈશાન કિશન, ઋષભ પંત (wk), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા (c), દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ
ન્યૂઝીલેન્ડ (પ્લેઇંગ ઇલેવન)
ફિન એલન, ડેવોન કોનવે (wk), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, ઈશ સોઢી, ટિમ સાઉથી (c), લોકી ફર્ગ્યુસન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.