Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ભારતની શાનદાર જીત, અશ્વિન અને શ્રેયસ રહ્યાં મેચના હીરો

ભારતે બાંગ્લાદેશની (Bangladesh)સામે બીજી ટેસ્ટમાં 3 વિકેટે વિજય મેળવ્યો.  ભારત પર મેચમાં પરાજયનું સંકટ તોળાઈ રહ્યું હતું.એક સમયે લાગતું હતું કે ભારત (Team India)હારી જશે પરંતુ ત્યાર પછી ઇન ફોર્મ બેટ્સમેન શ્રેયસ ઐયરે અને ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને સ્થિરતા અપાવતા ભારતને જીત સુધી લઈ ગયા હતા. ઢાકામાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવ્યું ભારતે ઢાકામાં રમાયેલી બીજી ટેસ્
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ભારતની શાનદાર જીત  અશ્વિન અને શ્રેયસ રહ્યાં મેચના હીરો
ભારતે બાંગ્લાદેશની (Bangladesh)સામે બીજી ટેસ્ટમાં 3 વિકેટે વિજય મેળવ્યો.  ભારત પર મેચમાં પરાજયનું સંકટ તોળાઈ રહ્યું હતું.એક સમયે લાગતું હતું કે ભારત (Team India)હારી જશે પરંતુ ત્યાર પછી ઇન ફોર્મ બેટ્સમેન શ્રેયસ ઐયરે અને ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને સ્થિરતા અપાવતા ભારતને જીત સુધી લઈ ગયા હતા.
Advertisement

ઢાકામાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવ્યું 
ભારતે ઢાકામાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવ્યું અને શ્રેણી 2-0થી જીતી લીધી. 145 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 74 રનમાં પોતાની સાત વિકેટ ગુમાવી દેતાં ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. આ પછી શ્રેયસ અય્યર  29  અને રવિચંદ્રન અશ્વિન 42 રન અને બંને વચ્ચે  71 રનની અણનમ ભાગીદારી કરીને ભારતીય ટીમને આપવી જીત.  બાંગ્લાદેશ સામે 13 ટેસ્ટમાં ભારતની આ 11મી જીત છે અને બાંગ્લાદેશે પ્રથમ જીતની તક ગુમાવી દીધી છે.
બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 227 રન બનાવ્યા હતા
પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 227 રન બનાવ્યા હતા. જેમાં મોમિનુલ હકે સૌથી વધુ 84 રનનું યોગદાન આપ્યું હતું. ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને ચાર-ચાર વિકેટ લીધી હતી. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 314 રન બનાવ્યા હતા અને સારી લીડ મેળવી હતી. ભારત તરફથી ઋષભ પંતે 93 અને શ્રેયસ અય્યરે 87 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસન અને તૈજુલ ઈસ્લામે ચાર-ચાર વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશે બીજા ઈનિંગમાં કર્યું સારું પ્રદર્શન:
બીજી ઇનિંગ રમવા આવતાં બાંગ્લાદેશે 113 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ પર ભારતની પકડ વધુ મજબૂત બની હતી. જોકે, લિટન દાસે 73 રનની ઇનિંગ રમતા પોતાની ટીમને સંભાળી હતી અને તેને નુરુલ હસન (31) અને તસ્કીન અહેમદ (31*)નો સારો સાથ મળ્યો હતો. બાંગ્લાદેશે બીજા દાવમાં 231 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ત્રીજા દિવસે જ 37 રનના સ્કોર પર ચાર ઝટકા લાગ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.