Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ind vs Aus Test : પહેલા જ દિવસે વરસાદનું વિઘ્ન, મેચ રોકવી પડી, જાણો સ્કોર

ભારતીય ટીમ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ind vs aus test   પહેલા જ દિવસે વરસાદનું વિઘ્ન  મેચ રોકવી પડી  જાણો સ્કોર
Advertisement

Ind vs Aus Test : ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે છે. અહીં, બ્રિસ્બેનનાં ગાબા (Gabba) ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. આજે મેચનો પ્રથમ દિવસ છે. ભારતીય ટીમ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે, ઓસ્ટ્રેલિયા ટીમનો સ્કોર 13.2 ઓવરમાં 28/0 છે. જો કે, હાલ મેચમાં વરસાદનું વિઘ્ન ઊભું થયું છે.

Advertisement

આ પણ વાંચો - ICC Champions Trophy 2025 : પાકિસ્તાન નહીં જાય ટીમ ઈન્ડિયા, માનવી પડી ભારતની વાત

Advertisement

મેચની શરૂઆતમાં વરસાદ થતાં મેચ રોકાઈ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનનાં ગાબા ખાતે આજથી 5 મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ શરૂ થઈ છે. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, મેચની શરૂઆત થતાં જ વરસાદનું વિઘ્ન ઊભું થયું છે. ભારે વરસાદને પગલે મેચ રોકવાની ફરજ પડી છે. ઓસ્ટ્રેલિયાનાં સ્કોરની વાત કરીએ તો કોઈપણ નુકશાન વિના 28 રન (13.2 ઓવર) છે. ઉસ્માન ખ્વાજા અને નાથન મેકસ્વીની ક્રિઝ પર છે.

Advertisement

હાલમાં ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર છે

જણાવી દઈએ કે, આ મેદાન પર અગાઉ ભારત અને ઓસ્ટ્રેલિયા (Ind vs Aus Test) વચ્ચે 7 ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે, જેમાં 5 મેચમાં ભારત હાર્યું હતું અને એક મેચ ડ્રો રહી હતી. વર્ષ 2021 માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ જીતી હતી. ટીમે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું હતું. જણાવી દઈએ કે, વર્તમાન શ્રેણીમાં ભારતીય ટીમે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું અને પર્થ ટેસ્ટમાં (Perth Test) 295 રનથી શાનદાર જીત નોંધાવી હતી. જ્યારે, એડિલેડમાં (Adelaide) રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે મેચ જીતી હતી. આ રીતે, હાલમાં ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર છે.

આ પણ વાંચો - પાકિસ્તાની ટીમ એરપોર્ટ પહોંચી અને કોચે કહ્યું મે તો રાજીનામું આપી દીધું છે

સૌજન્ય : Google

ભારતનાં પ્લેઈંગ 11 :

યશસ્વી જયસ્વાલ, KL રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી (Viral Kohli), ઋષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન) (Rohit Sharma), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah), મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11 :

ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.

આ પણ વાંચો - IND vs AUS: ત્રીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ કરી પ્લેઈંગ ઈલેવનની જાહેરાત

Tags :
Advertisement

Trending News

.

×