Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC New Test Rankings : ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શન ટીમ ઈન્ડિયાને ભારે પડ્યું, કોહલી-પંત ટોપ 10માંથી આઉટ

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને ઝટકો કોહલી-પંત ટોપ 10માંથી બહાર ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શનની ટીમ  ICC New Test Rankings : ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા (Team India) ના કંગાળ પ્રદર્શનની અસર હવે ખેલાડીઓના રેન્કિંગ પર પણ પડી છે. સતત ખરાબ...
icc new test rankings   ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શન ટીમ ઈન્ડિયાને ભારે પડ્યું  કોહલી પંત ટોપ 10માંથી આઉટ
  • ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને ઝટકો
  • કોહલી-પંત ટોપ 10માંથી બહાર
  • ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શનની ટીમ 

ICC New Test Rankings : ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા (Team India) ના કંગાળ પ્રદર્શનની અસર હવે ખેલાડીઓના રેન્કિંગ પર પણ પડી છે. સતત ખરાબ પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓ ICC રેન્કિંગમાં પછડાયા છે. જીહા, આ વખતે નવા ICC ટેસ્ટ રેન્કિંગમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓના ખરાબ પ્રદર્શન બાદ ICC રેન્કિંગમાં મોટા ખેલાડીઓનો નોંધપાત્ર ઘટાડો થયો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે ટોપ 10માં ટીમ ઈન્ડિયાનો એક જ ખેલાડી બચ્યો છે, બાકીના બધા બહાર થઇ ગયા છે.

Advertisement

નવી રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન

ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. નવી રેન્કિંગમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ પ્રથમ ક્રમે છે. તેનું રેટિંગ 903 થઈ ગયું છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન 813 રેટિંગ સાથે બીજા સ્થાને યથાવત છે. આ દરમિયાન સારી વાત એ છે કે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ હવે એક સ્થાનના કૂદકા સાથે ત્રીજા નંબરે પહોંચવામાં સફળ રહ્યો છે. તેનું રેટિંગ હવે 790 છે. આ દરમિયાન ઈંગ્લેન્ડના હેરી બ્રુકે એક સ્થાન ગુમાવ્યું છે. તે હવે 778 રેટિંગ સાથે ચોથા નંબર પર પહોંચી ગયો છે. ઉસ્માન ખ્વાજાએ પણ રમ્યા વિના એક સ્થાન મેળવ્યું છે. તેઓ હવે સાતમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે. સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાનના ઉભરતા બેટ્સમેન સઈદ શકીલે એક સાથે 20 સ્થાનની છલાંગ લગાવી છે. તેનું રેટિંગ સીધું 724 થઈ ગયું છે. ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્રને પણ 8 સ્થાનનો ફાયદો થયો છે, તે હવે 711 રેટિંગ સાથે 10મા સ્થાને પહોંચી ગયો છે.

રિષભ પંત અને વિરાટ કોહલીને મોટી ખોટ

આ દરમિયાન એક મોટી ઉથલપાથલ થઈ છે કે ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત 5 સ્થાન નીચે આવી ગયો છે. હવે તે ટોપ 10માંથી બહાર નીકળી ગયો છે અને સીધો 11મા નંબર પર પહોંચી ગયો છે. આ તેમના માટે મોટો આંચકો છે. વિરાટ કોહલીએ પણ એક જ ઝાટકે 6 સ્થાન ગુમાવ્યા છે. તે હવે 688 રેટિંગ સાથે 14માં નંબર પર પહોંચી ગયો છે. તેને ટોપ 10માંથી પણ બહાર થવું પડ્યું હતું.

Advertisement

આ પણ વાંચો:  બોલ સીધો આવીને વિકેટકીપરની આંખમાં વાગ્યો અને પછી જે થયું આ Video માં જુઓ

Advertisement
Tags :
Advertisement

.