Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CSK VS LSG : શું ચેન્નાઈનો કિલ્લો ભેદી શકશે KL રાહુલની ટીમ? કે ધોની લેશે જૂની હારનો બદલો!

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની 39 મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ ( CSK )  ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ ( LSG )  ની યજમાની કરશે. IPL ના આ મહામુકાબલામાં ચેન્નાઈ ચોક્કસપણે બદલો લેવા અર્થે આવશે, કારણ...
02:23 PM Apr 23, 2024 IST | Harsh Bhatt

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની 39 મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ ( CSK )  ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ ( LSG )  ની યજમાની કરશે. IPL ના આ મહામુકાબલામાં ચેન્નાઈ ચોક્કસપણે બદલો લેવા અર્થે આવશે, કારણ કે આ પહેલા આ સીઝનમાં જ્યારે આ બને ટીમો સામે સામે આવી હતી ત્યારે તેમાં લખનૌની ટીમે બાજી મારી હતી. હવે ચેન્નાઈ જ્યારે પોતાના આંગણે મેચ રમી રહી છે ત્યારે તે ચોક્કસપણે ચેન્નાઈ પોતાનો બદલો લેવા માટે મેદાનમાં આવશે.

HEAD TO HEAD ( CSK VS LSG )

 

IPL માં ચેન્નાઈ અને લખનૌ 4 મેચમાં સામસામે આવી ચુક્યા છે. આ 4 રમતોમાંથી ચેન્નાઈએ 1 જીતી છે જ્યારે લખનૌએ 2 વખત વિજય મેળવ્યો છે. ત્યારે 1 મેચ પરિણામ વિના સમાપ્ત થઈ હતી. ગયા અઠવાડિયે લખનૌમાં છેલ્લી વખત બંને ટીમો સામસામે આવી હતી, ત્યારે KL રાહુલ અને ક્વિન્ટન ડી કોકે રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી કરી હતી, CSK ના 177 રનના લક્ષ્યનો પીછો કરતાં રાહુલ અને ડી કોકે  134 રનની ભાગીદારી થઈ હતી. જેના લખનૌની ટીમે સરળતાથી આ મેચમાં જીત મેળવી હતી.

કુલ રમાયેલ મેચો ( LSG VS CSK ) 4
ચેન્નાઈ સુપર કિંગ્સ જીત્યા: 1
લખનૌ સુપર જાયન્ટ્સ જીત્યા: 2
કોઈ પરિણામ નહીં : 1

PITCH REPORT ( MA CHIDAMBARAM STADIUM, CHENNAI )

એમએ ચિદમ્બરમની પીચ વિશે વાત કરીએ તો અહીં સ્પિન બોલરોને ઘણી મદદ મળે છે. ઝડપી બોલરો પણ નવા બોલથી વિકેટ લેવામાં સફળ રહે છે. આ મેદાન પર બેટિંગ એટલી સરળ નથી. આ મેદાન પર છેલ્લા કેટલાક સમયથી મેચો રમાઈ નથી. જો આપણે આ મેદાન પર ટોસ વિશે વાત કરીએ તો તે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે કેપ્ટન ટોસ જીતે છે તે આ મેદાન પર પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે. કારણ કે બીજી ઇનિંગમાં બેટિંગ માટે પિચ સરળ બની જાય છે.

CHENNAI SUPER KINGS PROBABLE PLAYING 11 : રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, આરડી ગાયકવાડ, એસ દુબે, આરએ જાડેજા, એમએમ અલી, એમએસ ધોની, શાર્દુલ ઠાકુર, ડીએલ ચાહર, મતિશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન

LUCKNOW SUPER GIANTS PROBABLE PLAYING 11 : કેએલ રાહુલ, ક્યૂ ડી કોક, દીપક હુડા, એમપી સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, એ બદોની, કેએચ પંડ્યા, રવિ બિશ્નોઈ, વાયએસ ઠાકુર, મોહસીન ખાન, એમજે હેનરી

આ પણ વાંચો : નહીં સુધરે હાર્દિક! રાજસ્થાન સામે હાર બાદ પોતાના જ ખેલાડીઓ પર ભડક્યો MI કેપ્ટન

Tags :
Ajinkya RahaneBCCICSK vs LSGHEAD TO HEADIPL 2024IPL MatchJay Shahkl rahulma chidambaram stadiumMS DhoniRavindra JadejaRITURAJ GAIKWADTODAY MATCH
Next Article