Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચ પહેલાં ટીમ ઈન્ડિયા પર સંકટના વાદળ, આ ખેલાડીની તબિયત લથડી
- ભારત-પાક મેચ પહેલાં પંતની તબિયત લથડી
- રાહુલનું શાનદાર ફોર્મ, પંત પર સંકટ
- ચેમ્પિયન્સ ટ્રોફી: ટીમ ઈન્ડિયાની ચિંતા વધી
- પંત આઉટ, રાહુલ ઇન: ગંભીરનો નિર્ણય
- દુબઈમાં ભારત-પાક ટક્કર પહેલાં ટ્વિસ્ટ
Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની રોમાંચક મેચ 22 ફેબ્રુઆરીએ દુબઈના મેદાન પર યોજાવાની છે, અને આ હાઈ-વોલ્ટેજ ટક્કર પર સૌની નજર ટકેલી છે; જોકે, મેચ પહેલાં જ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, કારણ કે ટીમના મહત્વના ખેલાડી રિષભ પંતને તાવ હોવાની ખબર સામે આવી છે.
પંતની ગેરહાજરીમાં રાહુલનું શાનદાર પ્રદર્શન
મેચ પૂર્વેની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય બેટ્સમેન શુભમન ગિલે જણાવ્યું કે રિષભ પંત 21 ફેબ્રુઆરી, શનિવારે તાવ હોવાને કારણે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઇ શક્યો ન હતો, અને તે બાંગ્લાદેશ સામેની મેચમાં પણ રમી શક્યો ન હતો, જેથી પાકિસ્તાન સામેની મેચમાં તેની ઉપલબ્ધતા અંગે હજુ અનિશ્ચિતતા છે; આ સ્થિતિમાં ટીમે પંતના વિકલ્પ તરીકે કેએલ રાહુલને પ્રાધાન્ય આપ્યું છે, જેણે બાંગ્લાદેશ સામે વિકેટકીપર તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને 47 બોલમાં અણનમ 41 રન ફટકાર્યા, જેમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી ભારતને સરળ વિજય તરફ દોરી જવામાં મહત્વની ભૂમિકા ભજવી.
Shubman Gill confirmed Rishabh Pant missed India's training session due to viral fever. pic.twitter.com/WI7T6n7j5G
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 22, 2025
ગંભીરનો કેએલ રાહુલ પર વિશ્વાસ
ઇંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, કેએલ રાહુલ ટીમનો પ્રથમ ક્રમનો વિકેટકીપર છે અને હાલના સમયે તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું હોવાથી તેને પ્રાધાન્ય આપવામાં આવશે, જ્યારે રિષભ પંતને તક મળવાની શક્યતા છે, પરંતુ ટીમ એકસાથે બે વિકેટકીપર-બેટ્સમેનને રમાડવાની સ્થિતિમાં નથી; ગંભીરે ઉમેર્યું કે ખેલાડીઓની એવરેજ કે આંકડાઓને ધ્યાનમાં લેવાને બદલે ટીમ એ જોવાનું પસંદ કરે છે કે કોણ ચોક્કસ સમયે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે, જ્યારે પંતે તાજેતરમાં 2024માં શ્રીલંકા સામે છેલ્લી ODI રમી હતી, જ્યાં તે માત્ર 6 રન બનાવીને ઝડપથી આઉટ થઈ ગયો હતો.
ભારત-પાકિસ્તાન મેચને લઇને મુખ્ય વિગતો
તારીખ: 22 ફેબ્રુઆરી, 2025
સ્થળ: દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ, UAE
મેચ શરૂ: 2:30 PM IST (9:00 GMT)
ઇવેન્ટ: 5મી મેચ, ગ્રુપ A, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025
હેડ-ટુ-હેડ (ODI ઇતિહાસ)
કુલ મેચ: 135
ભારત જીતે છે: 57
પાકિસ્તાન જીતે છે: 73
પરિણામ નહીં: 5
ચેમ્પિયન્સ ટ્રોફી રેકોર્ડ: પાકિસ્તાન 3-2થી આગળ (5 મેચ)
તાજેતરનું ફોર્મ
ભારત: બાંગ્લાદેશ સામે 6 વિકેટથી જીત (20 ફેબ્રુઆરી, 2025) - શુભમન ગિલ (101*), મોહમ્મદ શમી (5/53)
પાકિસ્તાન: ન્યુઝીલેન્ડ સામે 60 રનથી હારી ગયું (19 ફેબ્રુઆરી, 2025)
જેના પર સૌથી વધુ હશે ફોકશ હશે તે ખેલાડીઓ
ભારત:
શુભમન ગિલ (બેટ્સમેન) - તાજેતરની સદી
વિરાટ કોહલી (બેટ્સમેન) - સતત પ્રદર્શન કરનાર
મોહમ્મદ શમી (બોલર) - 5 વિકેટ
પાકિસ્તાન:
બાબર આઝમ (બેટ્સમેન) - મુખ્ય રન-સ્કોરર
શાહીન શાહ આફ્રિદી (બોલર) - પેસ સ્પીડિયર
પિચ ઇનસાઇટ
દુબઈ પિચ: સંતુલિત, ઝડપી બોલરો માટે શરૂઆતમાં સ્વિંગ અને બાઉન્સ આપે છે, સ્પિનરો માટે પાછળથી ટર્ન. આ ડે-નાઇટ મેચમાં ઝાકળ બીજી ઇનિંગને અસર કરી શકે છે.
એવરેજ પહેલી ઇનિંગ સ્કોર: 250–270 (દુબઈ ખાતે ઐતિહાસિક ODI ડેટાના આધારે)
ચેમ્પિયન્સ ટ્રોફી માટે બંને દેશોની ટીમો
ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.
પાકિસ્તાન ટીમ: મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), સલમાન અલી આગા (ઉપ-કેપ્ટન), બાબર આઝમ, ઇમામ-ઉલ-હક, સઈદ શકીલ, કામરાન ગુલામ, ખુશદિલ શાહ, તૈયબ તાહિર, ઉસ્માન ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રૌફ, નસીમ શાહ, મુહમ્મદ હસનૈન અને અબરાર અહેમદ.
આ પણ વાંચો : ભારત-પાક મેચ પર IIT બાબાની ભવિષ્યવાણી, જાણો ટીમ ઈન્ડિયા જીતશે કે પછી મળશે હાર