Champions Trophy 2025 : ટુર્નામેન્ટ પહેલા PCB અને BCCI વચ્ચે શરૂ થયો જર્સી વિવાદ
- BCCI દ્વારા પાકિસ્તાનને ઝટકો: જર્સી પર દેશનું નામ મુકવાનો ઇનકાર
- ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા PCB અને BCCI વચ્ચે વિવાદ
- રમતગમતમાં રાજકારણ? PCB એ BCCI પર આક્ષેપ કર્યા
- ટીમ ઈન્ડિયાની જર્સી પર નહીં છપાશે પાકિસ્તાનનું નામ: BCCI નું નિવેદન
- PCB-BCCI વિવાદથી ચેમ્પિયન્સ ટ્રોફી પર જોખમ?
- 'રમતગમતમાં રાજકારણ બરાબર નથી': PCB
Champions Trophy 2025 : આવતા મહિને પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાની તૈયારી ચાલી રહી છે, પરંતુ આ ટુર્નામેન્ટ શરૂ થવા પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને ભારત તરફથી મોટો ઝટકો લાગ્યો છે. BCCI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ લખવામાં નહીં આવે. ભારત આ ટુર્નામેન્ટ માટે પોતાની મેચ દુબઈમાં રમવા માટે તૈયાર થયું છે, પરંતુ પાકિસ્તાન ટુર્નામેન્ટનું સત્તાવાર યજમાન તરીકે રહેશે.
PCB નો BCCI પર આરોપ
PCB ના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી IANS સાથે વાતચીત દરમિયાન BCCI પર ગંભીર આરોપ લગાવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, BCCI ક્રિકેટમાં રાજકારણ લાવી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે અગાઉ BCCI એ કેપ્ટનોની બેઠક માટે કેપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો હતો અને હવે ટીમ ઈન્ડિયાની જર્સી પર યજમાન દેશ એટલે કે પાકિસ્તાનનું નામ ન મૂકવાની જાહેરાત કરી છે.
🚨 BCCI REFUSES TO PRINT PAKISTAN ON INDIA'S JERSEY 🚨
- BCCI has refused to print Host Pakistan's name on Team India's Champions Trophy Jersey. (IANS). pic.twitter.com/x9lXQDX5E5
— Tanuj Singh (@ImTanujSingh) January 21, 2025
'રમતગમતમાં રાજકારણ યોગ્ય નથી'
PCB ના અધિકારીએ વધુમાં કહ્યું, "BCCIના આ નિર્ણયો ક્રિકેટમાં રાજકારણ લાવવા સમાન છે, જે રમતગમત માટે નુકસાનકારક છે. તેઓ ક્રિકેટને રમતની હદમાં રાખવામાં નિષ્ફળ રહ્યા છે. BCCI એ પાકિસ્તાન જવા માટેના તેમના નિર્ણયોમાં પણ રાજકારણને જગ્યા આપી છે, જેમાં તેમની ટીમને ઉદ્ઘાટન સમારંભ માટે મોકલવામાં ના પાડવાનું પણ સામેલ છે. હવે, તેમની ટીમની જર્સી પર યજમાન દેશનું નામ છાપવા પણ તેઓ તૈયાર નથી."
🚨 BCCI REFUSES TO PRINT PAKISTAN NAME ON INDIA's JERSEY 🚨
- BCCI has refused to print Pakistan's name on Team India's Champions Trophy Jersey. [IANS] pic.twitter.com/q2bRwraZPs
— Johns. (@CricCrazyJohns) January 21, 2025
ICC પર દબાણનો આક્ષેપ
PCB નું માનવું છે કે ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) ભારતને આવું કરવાથી રોકશે તેમને આ પ્રમાણેની મંજૂર નહીં આપે અને પાકિસ્તાનને ટુર્નામેન્ટનું સત્તાવાર યજમાન માનીને તેનું સમર્થન કરશે. PCB ના આક્ષેપથી સ્પષ્ટ થાય છે કે બંને બોર્ડ વચ્ચેના સંબંધોમાં કડવાશ વધી રહી છે, જે ટુર્નામેન્ટ માટે અસરકારક બની શકે છે. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દાઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટે નવા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે, જેમાં યજમાન દેશના હક અને BCCIના નિર્ણયોની ચર્ચા ધમાલ મચાવી રહી છે. ટુર્નામેન્ટ શાંતિપૂર્વક યોજાય તે માટે ICC દ્વારા હવે શું પગલાં લેવામાં આવશે તે જોવા જેવું રહેશે.
આ પણ વાંચો : Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ In અને કોણ Out