Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asia Cup પહેલા બાંગ્લાદેશનો આ ખેલાડી અંગારા પર ચાલીને લઇ રહ્યો છે ટ્રેનિંગ, જુઓ Video

આ વર્ષે બે મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાવાની છે, જેમા એક વનડે વર્લ્ડ કપ અને બીજી એશિયા કપ. જેને લઇને ક્રિકેટર્સ પૂરી રીતે તૈયારીઓ કરી રહ્યા છે. વનડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપ રમાવાનો છે જેને હવે ગણતરીના જ દિવસો બાકી...
asia cup પહેલા બાંગ્લાદેશનો આ ખેલાડી અંગારા પર ચાલીને લઇ રહ્યો છે ટ્રેનિંગ  જુઓ video

આ વર્ષે બે મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાવાની છે, જેમા એક વનડે વર્લ્ડ કપ અને બીજી એશિયા કપ. જેને લઇને ક્રિકેટર્સ પૂરી રીતે તૈયારીઓ કરી રહ્યા છે. વનડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપ રમાવાનો છે જેને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે. આ એશિયા કપ તમામ ટીમો માટે વર્લ્ડ કપ પહેલા પોતાની ખામીઓને ચકાસવા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની રહેશે. આ માટે ખેલાડીઓ અલગ-અલગ પ્રકારની ટ્રેનિંગ પણ લઈ રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશી ખેલાડી નઈમ શેખ આવી જ એક ટ્રેનિંગ લઇ રહ્યો છે, જેને જોઈને તમે તમારું માથું ખંડવાળવા લાગશો.

Advertisement

બાંગ્લાદેશી ક્રિકેટરે આગ પર ચાલી ટ્રેનિંગ લીધી

એશિયા કપ 2023 પહેલા બાંગ્લાદેશી બેટ્સમેન મોહમ્મદ નઈમ (Mohammad Naeem) નો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા છે. વાસ્તવમાં, માઇન્ડ ટ્રેનિંગના નામે નઇમ આગ પર ખુલ્લા પગે ચાલ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નઈમ મેદાનમાં ઊભો છે, જ્યાં તેની સાથે ટ્રેનર પણ હાજર છે. બંને થોડી ક્ષણો માટે એકબીજા સાથે વાત કરે છે અને પછી નઈમ આગ પર ચાલવા લાગે છે. ટ્રેનર ક્રિકેટરને સમજાવે છે કે બીજી બાજુ કેવી રીતે ચાલવું.

Advertisement

બાંગ્લાદેશ 31 ઓગસ્ટે શ્રીલંકા સામે ટકરાશે

એશિયા કપના ભાગરૂપે ગ્રૂપ સ્ટેજની મેચમાં બાંગ્લાદેશ 31 ઓગસ્ટે શ્રીલંકા સામે ટકરાશે. ટાઈગર્સને એશિયા કપના ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લેશે જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળનો સમાવેશ થાય છે. ભારત, પાકિસ્તાન અને નેપાળને ગ્રુપ-A માં રાખવામાં આવ્યા છે, જ્યારે, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાને ગ્રુપ-B માં રાખવામાં આવ્યા છે. ટુર્નામેન્ટ બે તબક્કામાં રમાશે, જેમાં ગ્રુપ સ્ટેજ અને સુપર-4 સ્ટેજનો સમાવેશ થાય છે.

Advertisement

લોકોએ આપી ઉગ્ર પ્રતિક્રિયા

આ વીડિયો પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે આટલી વિચિત્ર રીતે ટૂર્નામેન્ટની તૈયારી કરવાની યોજના કોણે બનાવી? એક યુઝરે લખ્યું, “માઇન્ડ ગેમ! ખબર નથી કેમ કોચ અજબ-ગજબના વિચારો સાથે આવે છે! મેં ક્યારેય દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા કોચને આવું કરતા સાંભળ્યા નથી. એક યુઝરે લખ્યું કે, “બાંગ્લાદેશનો ક્રિકેટર મોહમ્મદ નઈમ એશિયા કપ 2023ની તૈયારી માટે Mind Training અને ફાયરવોકિંગમાં વ્યસ્ત છે. આ ખૂબ જ મૂર્ખ છે. જો તે મોટી ટૂર્નામેન્ટ પહેલા ઈજાગ્રસ્ત થઈ જાય તો શું થશે.

એશિયા કપ 2023 માટે બાંગ્લાદેશની ટીમ:

શાકિબ અલ હસન (કેપ્ટન), લિટ્ટન દાસ, તન્ઝીદ હસન તમીમ, નજમુલ હુસૈન શાંતો, મોહમ્મદ નઈમ, તૌહીદ હૃદોય, મુશફિકુર રહીમ, મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, હસન મામ્હુદ, મહેદી હસન, નસુમ અહેમદ, શમીમ હુસૈન, અફીફ હુસૈન, શોરફુલ ઇસ્લામ, એબાદોત હુસૈન.

આ પણ વાંચો - India vs Ireland 1st T20 : આયરલેન્ડ સામે પ્રથમ T20 મેચમાં ભારતની 2 રને જીત

આ પણ વાંચો - ભારત-પાકિસ્તાનની મેચનો રોમાંચ તો જુઓ, અમદાવાદમાં હોટલના રૂમના ભાવ આસમાને પહોંચતા ફેન્સે બુક કરાવ્યા હોસ્પિટલના બેડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.