Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ZIMBABWE સામે જીત બાદ T20I માં ભારતના નામે નોંધાયો આ નવો વિક્રમ

આજે ભારત અને જિમ્બાબ્વે વચ્ચે શ્રેણીની ત્રીજી આંતરરાષ્ટ્રીય T20 મેચ રમાઈ હતી.શુભમન ગિલની કપ્તાનીમાં ભારતની યુવા ટીમે આ મેચ જીતીને SERIES માં 2-1 થી બઢત મેળવી હતી.ભારતની ટીમે આ મેચમાં 23 રને શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય...
10:35 PM Jul 10, 2024 IST | Harsh Bhatt

આજે ભારત અને જિમ્બાબ્વે વચ્ચે શ્રેણીની ત્રીજી આંતરરાષ્ટ્રીય T20 મેચ રમાઈ હતી.શુભમન ગિલની કપ્તાનીમાં ભારતની યુવા ટીમે આ મેચ જીતીને SERIES માં 2-1 થી બઢત મેળવી હતી.ભારતની ટીમે આ મેચમાં 23 રને શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 6 વિકેટ ગુમાવીને 159 રન જ બનાવી શકી હતી.ભારતની ટીમે આ જીત સાથે જ એક નવો વિક્રમ પોતાના નામે નોંધ્યો છે.ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

ભારતની ટીમ T20I માં 150 નોટ આઉટ

જિમ્બાબ્વે સામે આ મેચમાં જીત મેળવ્યા બાદ ભારતની ટીમે નવો વિક્રમ પોતાના નામે કર્યો છે.ભારતની ટીમે T20Iમાં 150 મેચ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.ભારતીય ટીમે T20I માં અત્યાર સુધીમાં કુલ 230 મેચ રમી છે, જેમાંથી ભારતની ટીમે 150 મેચમાં જીત મેળવી છે.આ યાદીમાં ભારત બાદ કોઈ ટીમનું નામ જો આવતું હોય તો તે પાકિસ્તાન છે. પાકિસ્તાનના ટીમના T20I માં રેકોર્ડ વિષે વાત કરવામાં આવે તો પાકિસ્તાને 245માંથી 142 મેચ જીતી છે.ત્યાર બાદ ન્યૂઝીલેન્ડે 220માંથી 111, ઓસ્ટ્રેલિયાએ 195માંથી 105, ઈંગ્લેન્ડે 192માંથી 100 અને દક્ષિણ આફ્રિકાએ 185માંથી 104 મેચ જીતી છે.જો જીતના ટકાવારી વિષે વાત કરવામાં આવે તો બધી જ ટીમોમાં યુગાંડા ટીમની ટકાવારી સૌથી ઊંચી છે. તેમણે પોતાની 95 મેચમાંથી 70 મેચ જીતી છે.બીજી તરફ ભારતના જીતની ટકાવારીની વાત કરવામાં આવે તો તે 65.21 છે.

ભારત જિમ્બાબ્વે સામેની શ્રેણીમાં 2-1 થી આગળ

ભારત અને જિમ્બાબ્વે વચ્ચે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી.ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 4 ચોગ્ગા-2 છગ્ગા સાથે 36 રન, કેપ્ટન શુભમન ગીલે 49 બોલમાં 7 ચોગ્ગા-3 છગ્ગા, અભિષેક શર્માએ 9 બોલમાં 1 ચોગ્ગો ફટકારીને 10 રન, રૂતુરાજ ગાયકવાડે 28 બોલમાં 4 ચોગ્ગા-3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 49 સિક્સ ફટકારી અને સંજુ સેમસને 7 બોલમાં 2 ફોર ફટકારીને 12 રન બનાવ્યા.

વોશિંગ્ટન સુંદર બન્યો MAN OF THE MATCH

ભારતના આ લક્ષ્યનો પીછો કરવા માટે જ્યારે તેમની ટીમ બેટિંગમાં આવી ત્યારથી જ ભારતના બોલર્સએ બોલિંગમાં પોતાની પકડ બનાવી હતી. ભારત માટે બોલર્સમાં વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અવેશ ખાને 4 ઓવરમાં 39 રન આપીને 2 અને ખલીલ અહેમદે 4 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી હતી.આમ ભારતના શાનદાર બોલિંગ એટેકના કારણે જિમ્બાબ્વેની ટીમ ફક્ત 159 રન જ બનાવી શકી હતી. આ મેચ વોશિંગ્ટન સુંદરની પસંદગી મેન ઓફ ધ મેચ તરીકે કરવામાં આવી હતી.

આ પણ વાંચો : HEAD COACH બાદ કોણ બનશે ટીમનો BOWLING COACH, ગંભીરે આ ખેલાડીના નામનો મૂક્યો પ્રસ્તાવ

Tags :
BCCIICCindia vs zimbabweIndia vs Zimbabwe 2024new recordNew ZealandPakistanT20IWASHINGTON SUNDER
Next Article