Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup Final ; ફાઇનલ પહેલાં બંને ટીમો સાબરમતી રિવર ક્રૂઝની મજા માણશે

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે. ગઈકાલે જ ભારતીય ટીમ અમદાવાદ આવી ગઈ છે, તો ઓસ્ટ્રેલિયાની ટીમ આજ સાંજ સુધીમાં અમદાવાદ ખાતે પહોંચશે. ભારતીય અને ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન અને ટીમ સાબરમતી રિવરક્રૂઝ પર...
world cup final   ફાઇનલ પહેલાં બંને ટીમો સાબરમતી રિવર ક્રૂઝની મજા માણશે

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે. ગઈકાલે જ ભારતીય ટીમ અમદાવાદ આવી ગઈ છે, તો ઓસ્ટ્રેલિયાની ટીમ આજ સાંજ સુધીમાં અમદાવાદ ખાતે પહોંચશે. ભારતીય અને ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન અને ટીમ સાબરમતી રિવરક્રૂઝ પર ડિનર કરશે. સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજની પણ મુલાકાત લેશે. બંને ટીમના કેપ્ટન જ્યારે રિવરક્રૂઝ પર આવવાના છે ત્યારે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાબરમતી નદી અને રિવરફ્રન્ટ પર ગોઠવવામાં આવશે. રિવરક્રૂઝ પર બંને ટીમના કેપ્ટન ગુજરાતી નાસ્તો- ખમણ, ઢોકળાં ખાઈ મોજ માણશે. આ તમામ બાબતને લઈ રિવરફ્રન્ટ કોર્પોરેશને પણ પત્ર લખી જાણ કરાઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ સુરક્ષાથી લઈ તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement

ઓસ્ટ્રેલિયાના પીએમ નહિ, પરંતુ ડેપ્યુટી પીએમ આવશે
ઓસ્ટ્રેલિયા વર્સિસ ઈન્ડિયાની વર્લ્ડ કપ ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. પરંતું ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ મેચમાં હાજરી આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયા PMને ફાઈનલ મેચ જોવા આમંત્રણ અપાયું હતું. રવિવારે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં હાજરી આપવા આમંત્રણ અપાયું હતું. પરંતું ડેપ્યુટી પીએમ મેચ જોવા આવશે.

Advertisement

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલમાં મેચમાં ગ્રાન્ડ એર શો યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ એર શોનું રિહર્સલ કરાયું. ફાઈનલ મેચ પહેલાં એર શો માટે પરવાનગી માંગવામાં આવી છે. વર્લ્ડ કપની ફાઈનલને યાદગાર બનાવવા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ મેચ શરૂ થવાના પહેલા એર શો કરવાનો છે. સંરક્ષણ વિભાગના ગુજરાતના જનસંપર્ક અધિકારી દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ ટીમ લગભગ 10 મિનિટ સુધી તેનો એર શો કરશે. સુર્ય કિરણ ટીમે આકાશમાં દિલધડક કરતબો કર્યા.

100થી વધુ ચાર્ટર્ડ પ્લેન ઊતરશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર મહા-મુકાબલાના સાક્ષી બનવા અનેક VVIP પણ હાજર રહેશે. તેમાંના મોટા ભાગના સેલિબ્રિટીઝ ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ ખાતે આવશે. પ્રધાનમંત્રી પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ આવે તેવી શક્યતા છે. જેથી સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ક્રિકેટનો ફાઈનલ જંગ રમાવાનો છે. આ ફાઈનલ ક્રિકેટ જંગનો ફીવર ક્રિકેટપ્રેમીઓમાં સાફ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમની બહાર અલગ-અલગ રાજ્યમાંથી ટી-શર્ટ કેપ અને ઇન્ડિયન ફ્લેગનું વેચાણ કરતા ફેરિયાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ક્રિકેટની મેચ આ હજારો ફેરિયાઓ માટે રોજગારીનું માધ્યમ બની છે અને એક ક્રિકેટ મેચની સિઝનમાં લાખોની કમાણી ફેરિયાઓ કરી રહ્યા છે.

મહિલાઓ મહેંદી મૂકાવી
અમદાવાદમાં 19 નવેમ્બરે ICC વિશ્વકપનો ફાઈનલ મુકાબલો યોજાવાનો છે. ફાઈનલ પહેલા અમદાવાદમાં ક્રિકેટ રસીકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ મહિલાઓએ અલગ અલગ મહેંદી મુકાવી પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે. ક્રિકેટરોના નામ અને વર્લ્ડકપની ટ્રોફીની મહેંદી મહિલાઓએ પોતાના હાથમાં મુકાવી છે...પોતાના ફેવરિટ ક્રિકેટરને ચીયરઅપ કરવા માટે મહિલાઓએ મહેંદી મુકાવી અનોખો પ્રેમ વ્યક્ત કરી રહી છે. વિશ્વકપના ફાઈનલ મુકાબલા માટે નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી એક અનોખો આનંદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ક્રિકેટના રંગમાં રંગાઈ ગયું છે. આપને જણાવી દઈએ કે ભારતીય ટીમે સેમિફાઈનલમાં ન્યૂઝિલેન્ડને 70 રનથી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે...તો સામે ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન બનવા માટે રોમાંચક મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. ICC વિશ્વકપની ફાઈનલમાં આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા 2003માં ટકરાયા હતા...જેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. આ વખતે ભારતીય ટીમ 2003નો બદલો લેવાના ઈરાદા સાથે ઉતરશે. દેશભરમાં પ્રાર્થનાઓ ટીમ ઈન્ડિયા માટે થઈ રહી છે.

આ  પણ  વાંચો -જો ફાઇનલમાં વરસાદનું વિઘ્ન નળશે તો કોણ થશે વિજેતા, ભારત કે ઓસ્ટ્રેલિયા ?

Tags :
Advertisement

.