T20 WC 2024: T20 World Cup 2k24 ની સંપૂર્ણ માહિતી
T20 WC 2024: T20 વર્લ્ડ કપ 2024 West Indies અને America ની યજમાનીમાં રમાશે. જેના માટે ICC એ શેડ્યૂલ બહાર પાડ્યું છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને Ireland સામે રમશે. ટીમ ઈન્ડિયાનો મુકાબલો 9 જૂને New York માં પાકિસ્તાન સામે થશે. આ ટૂર્નામેન્ટ દરમિયાન ગ્રુપ સ્ટેજમાં Team India કુલ 4 મેચ રમાશે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે.
Get ready for the ultimate cricket carnival in the West Indies and the USA 🥁
Unveiling the fixtures for the ICC Men’s T20 World Cup 2024 🗓️ 🤩#T20WorldCup | Details 👇
— ICC (@ICC) January 5, 2024
મેચ અંગેની ખાસ વિગતો
2024 T20 વર્લ્ડ કપની પ્રથમ મેચ Canada અને USA વચ્ચે રમાશે. વર્લ્ડ કપની Final Match 29 જૂને રમાશે. ટુર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજની તમામ મેચ 1 થી 18 જૂન વચ્ચે રમાશે. આ પછી 19 થી 24 જૂન વચ્ચે સુપર-8 મેચ યોજાશે. ત્યારબાદ 26 અને 27 જૂનના રોજ સેમી ફાઈનલ મેચ રમાશે અને છેલ્લે 29 મી જૂને Title Match રમાશે.
ટુર્નામેન્ટના ગ્રુપની યાદી
આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. જેને 'A' થી 'D' સુધીના પાંચ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં 5 ટીમ રાખવામાં આવી છે. Idian Team નો Group-A માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા અને યુએસએ સામેલ છે. ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજની તમામ મેચ યુએસએમાં રમાશે અને જેમાં પ્રથમ ત્રણ મેચ New York માં અને છેલ્લી ફ્લોરિડામાં રમાશે.
આ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ
5 જૂન India vs Ireland
9 જૂન India vs Pakistan
12 જૂન India vs America
15મી જૂન India vs Canada
West Indies માં Final અને Semi Final
જો કે ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચ એટલે કે સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે. 26 જૂને પ્રથમ સેમિફાઇનલ ગયાનામાં રમાશે. આ પછી બીજા દિવસે એટલે કે 27 જૂને યોજાનારી બીજી સેમિફાઇનલ ત્રિનિદાદમાં રમાશે. ત્યારબાદ 29 જૂને યોજાનારી ટાઈટલ મેચ બાર્બાડોસમાં રમાશે. ત્યારે 2024 T20 વર્લ્ડ કપમાં કુલ 55 મેચ રમાશે. તમામ મેચો West Indies અને USA ના 9 સ્થળોએ યોજાશે.
આ પણ વાંચો: Mahendra Singh Dhoni ને લાગ્યો કરોડોનો ચુનો, મિત્રએ જ કરી છેતરપિંડી